vrushti missing case પોલીસને મળી સફળતા, વૃષ્ટિ અને શિવમ પકડાયા

વૃષ્ટિ (Vrushti) અને શિવમને (Shivam) શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગૂમ થયેલા શિવમ અને વૃષ્ટિને શોધવા પોલીસ હરકતમાં આવી હતી અને છેવટે પોલીસે ઉત્તર ભારતથી બંનેને પકડી લીધા છે. હાઇપ્રોફાઇલ બનેલા આ કેસમાં પોલીસે બંનેને પકડી લીધા છે

vrushti missing case પોલીસને મળી સફળતા, વૃષ્ટિ અને શિવમ પકડાયા

અમદાવાદ : વૃષ્ટિ (Vrushti) અને શિવમને (Shivam) શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી ગૂમ થયેલા શિવમ અને વૃષ્ટિને શોધવા પોલીસ હરકતમાં આવી હતી અને છેવટે પોલીસે ઉત્તર ભારતથી બંનેને પકડી લીધા છે. હાઇપ્રોફાઇલ બનેલા આ કેસમાં પોલીસે બંનેને પકડી લીધા છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ આવવા માટે રવાના થઇ છે. ધનાઢ્ય પરિવારના વૃષ્ટિ અને શિવમ લાપત્તા થતાં મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. 

ગાયબ વૃષ્ટિ (Vrushti Jashubhai) કેસમાં પોલીસને મહત્વની કડી હાથ લાગી છે. બોલીવુડ અભિનેત્રી દ્વારા આ મામલે ટ્વિટ કરી ગાયબ વૃષ્ટિને શોધવા અપીલ કરાતાં પોલીસ હરકતમાં આવી હતી અને સોશિયલ મીડિયા (Social Media) માં આ મામલો ટ્રેન્ડ થયો હતો. જેના બાદ પોલીસ (Ahmedabad Police) તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બંનેના ઈમેલ ટ્રેસ કરીને ઉત્તર ભારતના કોઈ હીલ સ્ટેશન વિસ્તારમાંથી શોધી કાઢ્યા છે. હાલ પોલીસ આ અંગે વધુ વિગતો આપતી નથી, પરંતુ પોલીસ તેમને ત્યાંથી લઈને અમદાવાદ માટે આવવા રવાના થઈ ગઈ છે. 

આ અંગે ડીસીપી પ્રવીણ મલે જણાવ્યું હતું કે, "29 તારીખે વૃષ્ટિ શિવમના ઘરે ગઈ હતી અને 30 તારીખે બંને ઘરેથી નીકળ્યા હતા. છેલ્લે તેઓ રેલવે સ્ટેશને દેખાયા હતા. કોઈ ટ્રેન મારફતે તેઓ ગુજરાત બહાર ગયા છે. ડ્રાઈવર અને બંને ઘરઘાટી, માતા પિતા અને આજુબાજુના લોકોનાં પોલીસે નિવેદનો લીધા હતા. જોકે, માતા-પિતા એ બાબતે પાકા નથી કે સીસીટીવીમાં દેખાઈ રહેલી યુવતી વૃષ્ટિ જ છે."

વૃષ્ટિ માતા પિતાથી અલગ રહે છે
વૃષ્ટિ જ્યાં રહે છે તે અપાર્ટમેન્ટમાં આઠમા માળે વૃષ્ટિ રહે છે અને અને ત્યાં જ માતા પિતા અલગ ફ્લેટમાં રહે છે. શિવમ અને વૃષ્ટિના ફોન બંધ હતા. શિવમનો ફોન 18મીથી બંધ હતો જ્યારે વૃષ્ટિનો 30મીથી બંધ બતાવતો હતો. શિવમના માતા પિતા સાથે તેમની વાત ચાલે છે. શિવમ પરિવારને મેસેજ કરતો હતો. થોડા દિવસ પહેલા તેણે કહ્યું હતું કે, તમે છાયામાં જીવો છો અને હું હજું તડકામાં જીવું છું. વૃષ્ટિએ છેલ્લો કોલ રાજ્ય બહાર કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news