કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતી, MLA થી માંડી કાર્યકર્તાઓને ભારે અસંતોષ

જમાલપુર વોર્ડથી કોંગ્રેસના સીટીંગ કોર્પોરેટર અને હવે ખાડીયા વોર્ડથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શાહનવાઝ શેખ સાથે ઝી 24 કલાક એ કરી ખાસ વાતચીત. જમાલપુર વોર્ડથી કોંગ્રેસ પક્ષે તેમને રિપીટ ના કરતા નારાજગી વ્યક્ત કરીને કહ્યું કે ખાડીયા વોર્ડથી તેમની પેનલની જીત થશે. જમાલપુરથી રિપીટ ના થવા પાછળ કોંગ્રેસના ધારાસભ્ય કે જેમની સામે ટીકીટ કાપવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે એવા ઈમરાન ખેડાવાલા મામલે સીધી રીતે કોઈ ટીકા ટિપ્પણી કરવાનું શાહનવાઝે ટાળ્યું હતું. પરંતુ શાહનવાઝ શેખે કહ્યું કે NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોને કોંગ્રેસ નેતૃત્વ એ ટીકીટ ના આપીને એકવાત સ્પષ્ટ કરી છે કે કોંગેસ યુવાનોને ડેવલપ કરવા માગતું નથી. 

કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તુટે જેવી સ્થિતી, MLA થી માંડી કાર્યકર્તાઓને ભારે અસંતોષ

અમદાવાદ : જમાલપુર વોર્ડથી કોંગ્રેસના સીટીંગ કોર્પોરેટર અને હવે ખાડીયા વોર્ડથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શાહનવાઝ શેખ સાથે ઝી 24 કલાક એ કરી ખાસ વાતચીત. જમાલપુર વોર્ડથી કોંગ્રેસ પક્ષે તેમને રિપીટ ના કરતા નારાજગી વ્યક્ત કરીને કહ્યું કે ખાડીયા વોર્ડથી તેમની પેનલની જીત થશે. જમાલપુરથી રિપીટ ના થવા પાછળ કોંગ્રેસના ધારાસભ્ય કે જેમની સામે ટીકીટ કાપવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે એવા ઈમરાન ખેડાવાલા મામલે સીધી રીતે કોઈ ટીકા ટિપ્પણી કરવાનું શાહનવાઝે ટાળ્યું હતું. પરંતુ શાહનવાઝ શેખે કહ્યું કે NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોને કોંગ્રેસ નેતૃત્વ એ ટીકીટ ના આપીને એકવાત સ્પષ્ટ કરી છે કે કોંગેસ યુવાનોને ડેવલપ કરવા માગતું નથી. 

NSUI અને યુથ કોંગ્રેસના આગેવાનોને ટીકીટ આપીશું તેવા વાયદા કરતા રહ્યા પણ 6 કે 7 ટીકીટ પણ NSUI કે યુથ કોંગ્રેસના ક્વોટાના માધ્યમથી પક્ષે યુવાનોને ફાળવી નથી. NSUI અને યુથ કોંગ્રેસની જે રીતે ચૂંટણીમાં ટીકીટ વિતરણને લઈ અવગણના થઈ છે એ બાબત ખૂબ ગંભીર છે અને આ ભૂલની દિલ્લી સુધી નોંધ લેવાઈ છે. કોઈ ધારાસભ્યના દબાણથી ટીકીટ માટે દાવેદાર યુવાનોની અવગણના થાય અને ટીકીટ ના મળે એ યોગ્ય નથી. અમે કોઈ ધારાસભ્યની જેમ પક્ષને બ્લેકમેલ નથી કરતા, અમે પક્ષ છોડી દઈશું, બીજા પક્ષમાં જઈશું, એવી ધાકધમકી પક્ષને નથી આપતા. 

આ વખતે કોંગ્રેસની ટીકીટ વિતરણમાં ઘણા વોર્ડમાં ગરબડી થઈ છે, મેન્ડેડ આપ્યા બાદ મેન્ડેડ બદલાઈ જાય એ ના ચાલે. મેન્ડેડ બદલાઈ જાય ત્યારે જે તે નેતા કે કાર્યકરનું સ્વામાન ઘવાય છે એવું ના થવું જોઈએ, પાર્ટીએ આ બાબતની નેતૃત્વ એ ગંભીર નોંધ લેવી જોઈએ. શાહનવાઝ શેખે કહ્યું કે છેલ્લા અનેક વર્ષોથી ભાજપ અને ABVP સામે સંઘર્ષ કરતા રહ્યા છે અને પાર્ટી જો હજુ સંઘર્ષ કરાવવા ઈચ્છે છે અમે તો તૈયાર છીએ. વર્ષ 2015માં કોર્પોરેશનની ટીકીટ જમાલપુર વોર્ડથી મળી હતી.

જમાલપુર વોર્ડ માટે કામ કર્યું, યુવાન અને શિક્ષિત નેતા તરીકે ઓળખ ઉભી કરી પરંતુ મેન્ડેડ ફરી જમાલપુરથી ના આપીને પક્ષે ખાડીયાથી લડવા માટે કહ્યું. ખાડીયાથી વિજય મેળવવા માટે સંઘર્ષ કરીશું, પક્ષે અમને આપેલી ચેલેન્જ પુરી કરીશું, આ વખતે ખાડીયામાં ઇતિહાસ સર્જાશે. ખાડીયા મારા માટે મીની ભારત છે, ખાડીયામાં દેવર્ષિ શાહ, બિરજુ ઠક્કર અમારા સથી ઉમેદવાર છે પણ સંપૂર્ણ ભારત ત્યારે બને છે જ્યારે અહીંથી શાહનવાઝ શેખ અને રજીયા સૈયદ પણ ઉમેદવાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news