નવરાત્રિને લઈ VHP ની અપીલ : ગૌમૂત્ર છાંટી અને તિલક કરીને ગરબા ગ્રાઉન્ડમાં યુવકોનો પ્રવેશ કરાવો

Navratri 2023 : ગરબાના આયોજનમાં તમામ કામ હિંદૂઓને જ સોંપવાની VHP ની અપીલ...આયોજન સ્થળે બાઉન્સર તરીકે પણ વિધર્મીને ન રાખવાનું સૂચન..ગૌમૂત્ર છાંટી અને તિલક કરીને જ ગરબામાં પ્રવેશ કરાવવાનો આગ્રહ

નવરાત્રિને લઈ VHP ની અપીલ : ગૌમૂત્ર છાંટી અને તિલક કરીને ગરબા ગ્રાઉન્ડમાં યુવકોનો પ્રવેશ કરાવો

Vishva Hindu Parishad : આ નવરાત્રિમાં વિધર્મીઓને ગરબામાં એન્ટ્રી નહિ થવા દેવા કમર કસી છે. અનેક આયોજકોએ નક્કી કર્યું કે, નવરાત્રિમાં ખેલૈયાઓ અને આયોજકો સહિત તમામ લોકોને તિલક કરીને જ ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ અપાશે. તો અમદાવાદ, વડોદરા, કચ્છ અને પંચમહાલ જિલ્લાના ધારાસભ્યોએ લવ જેહાદીઓને રોકવા આહવાન કરાયું છે. ત્યારે નવરાત્રિને લઈ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. વિહીપ દ્વારા દરેક આયોજન સ્થળે બાઉન્સર તરીકે વિધર્મીને ન રાખવા અપીલ કરાઈ છે. તેમજ બેન્ડબાજા, લાઈટવાળા, મંડપ બનાવનાર હિન્દુ જ હોવો જોઈએ. સાથે જ આયોજકોને પણ અપીલ કરાય વિધર્મીને યુવાનો અંદર ન ઘૂસે તેનું ધ્યાન રાખે અને દરેક ખેલૈયાઓ જ્યારે અંદર પ્રવેશે ત્યારે ગૌ મૂત્રનો છંટકાવ અને તિલક કરે તેવી અપીલ કરાઈ છે. 

વિશ્વ હિન્દુ પરિષદને આજે 60 વર્ષ પૂરા થયા છે. ત્યારે તે નિમિત્તે શૌર્ય દિવસની ઉજવણી દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નવરાત્રિને લઈને કેટલીક અપીલ કરવામાં આવી છે. જેમાં નવરાત્રીમાં આયોજકો દ્વારા કોઈ મુસ્લિમ લોકોને ન આવવા દેવા અપીલ કરાઈ છે. સાથે જ કોઈ સિક્યુરીટી એજન્સીમાં પણ મુસ્લિમ લોકો ન જોવા જોઈએ. શૌર્ય યાત્રામાં ઘણી જગ્યાએ મુસ્લિમ દ્વારા પથ્થર મારો કરવામાં આવ્યો હતો. તેથી આ બાબતને ધ્યાનમાં રાખવામાં આવે. 

કેન્દ્રીય સંયુક્ત મહામંત્રી ડો. સુરેન્દ્ર જૈને આ કાર્યક્રમમાં જણાવ્યું કે, સુરતમાં લહ જેહાદની ઘટના બની છે. કોઈ અપરાધીએ પહેલી વાર સ્વીકાર કર્યો કે હિન્દૂ યુવતીને ફસાવવા મૌલવી રૂપિયા આપે છે. લવ જેહાદ છે. હિન્દુ યુવતીઓને ફસાવી લવ જેહાદ કરાવે છે. રાજ્ય સરકારને વિનંતી કે તપાસ કરે. મૌલવીને શોધીને પકડે અને કાર્યવાહી કરે. નવરાત્રિના તહેવારનો જેહાદી ઉપયોગ કરે છે. અયોજકોને વિનંતી કે સ્થળ પર કોઈ મુસલમાન ન હોવા જોઈએ. આઈ કાર્ડ જોઈ તપાસ કરી સ્ટોલ આપવા જોઈએ. હિન્દુઓ અને હિન્દુ તહેવાર પર હુમલા થઈ રહ્યાં છે. ગુજરાત હિન્દુત્વની પ્રયોગ શાળા છે જ્યાં હુમલા થઈ રહ્યા છે. શૌર્ય યાત્રામાં અનેક જગ્યા પર પથરમારા થયા છે. ગણેશ વિસર્જન પર હુમલો થયો છે. અમદાવાદમાં ગણેશ મંડપમાં માંસનો ટુકડો નંખાયો. તેથી નવરાત્રિ પર કાયદો વ્યવસ્થા જળવાય અને લવ જેહાદીઓને અંદર ન આવવા દેવાય. 

તો બીજી તરફ, આ નવરાત્રિમાં તિલક કરીને યુવકોને પ્રવેશ આપવાનો મુદ્દો ઉઠ્યો છે. નવરાત્રિ માં તિલક કરીને આવવાની અપીલ કરતો વીડિયો વાયરલ થયા બાદ કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે જણાવ્યું કે, નવરાત્રિ એ માં ભગવતીનો સૌથી મોટો ઉત્સવ છે. વિધાર્મીઓ આ ઉત્સવમાં હિન્દુ નામ ધારણ કરી હિન્દૂ યુવતીઓને ફસાવવાના પ્રયત્નો કરે છે. વારંવાર આ પ્રમાણેના પ્રયત્નો થાય છે અને ઘટના ઘટે છે એ માટે અપીલ છે. ન માત્ર કાલોલ મતવિસ્તારમાં, પરંતુ જે પણ લોકો વીડિયો જોવે તે તમામને અપીલ છે કે ગરબામાં તિલક કરી જ આવો. હું તો તમામ આયોજકોને અપીલ કરું છું કે ગરબા માં પ્રવેશ માટે તિલક ફરજીયાત કરે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news