પાંથાવાડામાં એક જ પરિવારના ત્રણ સભ્યો પર હિંસક હુમલો, એકનું મોત, બેને ઇજા

પાંથાવાળાના ભાંડત્રા ગામે રહેતા એક પરિવારના ત્રણ સભ્યો પર અંગત અદાવતમાં એક મહિલા સહિત 3 લોકોએ હિંસક હુમલો કર્યો હતો. આ ઘટનામાં અજાણ્યા શખ્સો દ્વારા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા પરિવારના ત્રણ સભ્યોમાંથી એક આધેડ વ્યક્તિનું મોત થયું હતું

પાંથાવાડામાં એક જ પરિવારના ત્રણ સભ્યો પર હિંસક હુમલો, એકનું મોત, બેને ઇજા

અલ્કેશ રાવ, બનાસકાંઠા: પાંથાવાડામાં વહેલી સવારે આધેડની હત્યા કરાઇ હોવાની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા શખ્સો દ્વારા એક પરિવારના ત્રણ સભ્યો પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાંથાવાળાના ભાંડત્રા ગામે રહેતા એક પરિવારના ત્રણ સભ્યો પર અંગત અદાવતમાં એક મહિલા સહિત 3 લોકોએ હિંસક હુમલો કર્યો હતો. આ ઘટનામાં અજાણ્યા શખ્સો દ્વારા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા પરિવારના ત્રણ સભ્યોમાંથી એક આધેડ વ્યક્તિનું મોત થયું હતું જ્યારે એક મહિલા સહિત બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

સમગ્ર ઘટનાની જાણ થતા 108 અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. જ્યાં 108 દ્વારા મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ અને ઇજાગ્રસ્ત મહિલા સહિત બે લોકોને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યારે મૃતના પરિવારજનોએ હુમલો કરનાર મહિલા સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે આધેડ વ્યક્તિની હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news