માધવપુર મેળાનું ગ્રાઉન્ડ જાણે કે અદ્રશ્ય થઈ ગયું...આ જગ્યા રાતોરાત બની ગઈ દરિયો! આ દ્રશ્યો રૂવાડાં ઉભા કરશે

ઘેડ પંથકમા ઉપરવાસના પાણી અને અનરાધાર મેઘમહેર થતા માધવપુરના ભાતીગળ મેળા ગ્રાઉન્ડ સહિતના માધવપુરના ખેતરો જાણે કે કોઈ દરિયામાં ફેરવાયા હોય તેવી પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે.

માધવપુર મેળાનું ગ્રાઉન્ડ જાણે કે અદ્રશ્ય થઈ ગયું...આ જગ્યા રાતોરાત બની ગઈ દરિયો! આ દ્રશ્યો રૂવાડાં ઉભા કરશે

ઝી બ્યુરો/પોરબંદર: વિશ્વ પ્રસિદ્ધ માધવપુર ઘેડનો મેળો જ્યાં યોજાઇ છે તે માધવપુર મેળા ગ્રાઉન્ડ જાણે કે અદ્રશ્ય થઈ ગયું હોય અને તે જગ્યા દરિયો બની ગયું હોય તેમ કહીએ તો જરાઇ ખોટું નથી, કારણ કે હાલમાં માધવપુર પંથકમાં ઉપરવાસના પાણી ફરી વળતાં મેળા ગ્રાઉન્ડમાં આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ચાલો જોઈએ કેવી છે અહીંની પરિસ્થિતિ.

ઘેડ પંથક માટે એક ખુબજ જાણીતી કહેવત છે કે છેલ(નદી) ફરેને ખેતરે, કાદવ ભાંગે કેડ, વણ(કપાસ), ચણાને ગુંધરી(જુવાર) ઘર ભરી દે ઘેડ, આ કહેવતનો ભાવાર્થ એટલો જ છે કે છેલ એટલે કે ઉપરવાસમાંથી જે નદીનું પાણી આવે છે જેનાથી ખેતરોમાં પાણી ભરાઈ રહે છે તેના કારણે ઘર ભરાઈ જાય એટલું ચણાનુ ઉત્પાદન થાય છે. 

ઘેડ પંથકમા ઉપરવાસના પાણી અને અનરાધાર મેઘમહેર થતા માધવપુરના ભાતીગળ મેળા ગ્રાઉન્ડ સહિતના માધવપુરના ખેતરો જાણે કે કોઈ દરિયામાં ફેરવાયા હોય તેવી પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. ઉપરવાસના વરસાદી પાણી અને ઘેડ પંથકમા ભારે વરસાદને કારણે દર વખતની જેમ આ વર્ષે પણ ખેતરો જળબંબાકાર જોવા મળી રહ્યા છે.

ખાસ કરીને હજુ થોડા સમય પહેલા જ જે જગ્યાએ પૌરાણીક વિશ્વ પ્રસિદ્ધ માધવપુર ઘેડનો મેળો યોજાયો હતો, જ્યાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત દેશ વિદેશથી લોકોએ જે જગ્યા પર મેળાની મુલાકાત લીધી હતી તે જગ્યા હાલમાં દરિયો બની ગઇ હોય તે પ્રકારના પાણી અહીં ભરાયેલ જોવા મળી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news