૧૯૧૮ના હૈફા યુદ્ધમાં વિરગતીને વરેલા ભારતીય સેનાનીઓને વિજય રૂપાણીએ અર્પી શ્રદ્ધાંજલિ
પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તુર્કી ઓટોમાન સામ્રાજ્યની ૪૦૦ વર્ષની ગુલામીમાંથી હૈફાને મુક્ત કરાવનારા ભારતીય સૈનિકોના પરાક્રમ અને શૌર્યગાથાના સ્મારક સમાન હૈફા ઇન્ડિયન સેમિટરિ ખાતે તેમણે સાડા છ કરોડ ગુજરાતીઓ વતી ભારતના આ વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
Trending Photos
અમદાવાદ: વિજય રૂપાણીએ ઇઝરાયેલ પ્રવાસના તેમના ચોથા દિવસનો પ્રારંભ ૧૯૧૮માં હૈફાના યુદ્ધમાં વિરગતીને વરેલા ભારતીય સેનાનીઓની શહાદતને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કર્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તુર્કી ઓટોમાન સામ્રાજ્યની ૪૦૦ વર્ષની ગુલામીમાંથી હૈફાને મુક્ત કરાવનારા ભારતીય સૈનિકોના પરાક્રમ અને શૌર્યગાથાના સ્મારક સમાન હૈફા ઇન્ડિયન સેમિટરિ ખાતે તેમણે સાડા છ કરોડ ગુજરાતીઓ વતી ભારતના આ વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની જુલાઇ-ર૦૧૭ની ઇઝરાયલ યાત્રા દરમિયાન હૈફાના આ સ્મારકે જઇને દિવંગત શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ૨૩ સપ્ટેમ્બર, ૧૯૧૮ના દિવસે ભારતના જોધપુર અને મૈસૂર રજવાડાના ઘોડેસવાર સૈનિકોએ હૈફા શહેર તથા તેની આસપાસ ઓટોમાન તુર્ક સૈનિકોના કબ્જામાં રહેલા વિસ્તાર ઉપર જોરદાર આક્રમણ કર્યું હતું.
Visited the Indian cemetery in Haifa and paid homage to Indian soldiers. It is worth mentioning that every year on September 23rd, the Indian Army celebrates 'Haifa Day' to commemorate the supreme sacrifice made by Indian soldiers during the Battle of Haifa during World War 1. pic.twitter.com/uBMFCpKlcd
— Vijay Rupani (@vijayrupanibjp) June 30, 2018
ભારતના પરાક્રમી સૈનિકોએ પોતાના અદમ્ય શૌર્ય અને સાહસનો પરિચય આપીને વિજય પ્રાપ્ત કર્યો હતો અને હૈફા શહેરને તુર્ક-જર્મન સૈનિકોના સકંજામાંથી ૧૩પ૦ સૈનિકોને કેદ કરીને આઝાદ કરાવ્યું હતું. હૈફા સિટીને મુક્ત કરાવવા માટેના એ સંગ્રામમાં અનેક ભારતીય સૈનિકો શહીદ અને ૩૪ ઘાયલ થયા હતા.
ઘોડેશ્વાર યુદ્ધના ઈતિહાસમાં હૈફાના આ વિજય ખુબ જ મહત્વનો ગણાય છે કારણ કે, વિજય મેળવનારા ભારતીય સૈનિકોએ ફકત ભાલા અને તલવાર જેવા સાદા હથિયાર સાથે યુદ્ધ લડીને મશીનગન તથા આધુનિક હથિયારો ધરાવતા ઓટોમાન તુર્ક સૈનિકોને હરાવ્યા હતા. મશીનગનોની ગોળીઓ પણ આ ઘોડેસવાર સૈનિકોને આગળ વધતા રોકી શકી ન હતી.
હૈફામાં ઓટોમાન-જર્મન સૈનિકો સામે સંગ્રામ જીતીને ભારતીય સૈનિકોએ મશીનગનની બુલેટ કરતાં શૌર્ય, પરાક્રમ અને સાહસ વધુ મહત્વના હોય છે તેની ક્ષમતાનો વિશ્વને પરિચય કરાવ્યો હતો. હૈફાનાએ બહાદૂર વીર શહીદોની સ્મૃતિમાં ભારતીય સૈન્ય આજે પણ ૨૩ સપ્ટેમ્બરના એ દિવસને ‘હૈફા ડે’ તરીકે ઉજવે છે અને એ વીરોને યથોચિત અંજલિ આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે