રણોત્સવઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કરાવ્યો રંગારંગ પ્રારંભ, ઊંટગાડીમાં કરી સવારી
ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ(Venkaiah Naidu) કચ્છનાં ધોરડો(Dhordo) ખાતે સફેદ રણની(White Rann) મુલાકાત લીધી હતી. તેમણે કચ્છી ઊંટગાડીમાં સવાર થઈ રણની ચાંદની માણી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani) પણ ઉપરાષ્ટ્રપતિની સાથે ઊંટગાડીમાં બેઠા હતા.સફેદ રણની રોનક જોઈ નાયડુ ફિદા થઈ ગયા હતા.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/ધોરડોઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ(Vice President) વેંકૈયા નાયડુએ(Venkaiah Naidu) રવિવારે સાંજે ધોરડો ખાતે રણોત્સવનો રંગારંગ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગની (Gujarat Tourism Department) એક વિશેષ પુસ્તિકાનું ઉપ રાષ્ટ્રપતિના હસ્તે વિમોચન કરાયું હતું. રણોત્સવના(Ranotsav) ઉદ્ઘાટન સમારોહમાં બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, આફ્રિકાના મહેમાનો પણ હાજર રહ્યા હતા.
ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ(Venkaiah Naidu) કચ્છનાં ધોરડો(Dhordo) ખાતે સફેદ રણની(White Rann) મુલાકાત લીધી હતી. તેમણે કચ્છી ઊંટગાડીમાં સવાર થઈ રણની ચાંદની માણી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી(Vijay Rupani) પણ ઉપરાષ્ટ્રપતિની સાથે ઊંટગાડીમાં બેઠા હતા. સફેદ રણની રોનક જોઈ નાયડુ ફિદા થઈ ગયા હતા. સફેદ રણમાં વેંકૈયા નાયડુએ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા અને પછી કચ્છી શાહી ભોજન માણ્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી વાસણ આહીર, જવાહર ચાવડા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય નીમાબેન, કલેક્ટર એમ.નાગરાજન સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. ધોરડોમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે બુલેટપ્રૂફ ટેન્ટ ઉભો કરાયો છે. તેઓ અહીં જ રાત્રીરોકાણ કરવાના છે.
ઉપરાષ્ટ્રપતિ નાયડુએ જણાવ્યું કે કચ્છનું રણ અને અહીંની સંસ્કૃતિ અદભુત છે. કચ્છનાં રણોત્સવનો પ્રારંભ કરાવીને ખુશહાલી વ્યક્ત કરી હતી. વિજય રૂપાણીએ જણાવ્યું કે,કચ્છનાં રણમાં સૂર્યોદય અને સૂર્યાસ્તનો અનેરો નજારો છે. તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફેદ રણને વિશ્વ સામે રજૂ કરી ટુરિઝમના નવા દ્વાર ખોલ્યા છે.
અભિનેત્રી પાયલ રોહતગીની રાજસ્થાન પોલીસે કરી અટકાયત.... જુઓ વીડિયો....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે