છેતરાતા નહીં! આ રીતે આરોપીઓ અનેક લોકોના ખોલી રહ્યા છે બેંક ખાતા, અને પછી...
અમદાવાદ શહેરમાંથી પોલીસે સાયબર ફ્રોડ માટે બેંક ખાતા પુરા પાડનાર ગેંગ ઝડપી છે. વાસણા પોલીસને મળેલી માહિતીના આધારે APMCના મેટ્રો સ્ટેશન પાસેથી ભાવનગરના 3 યુવકોની પોલીસે ધરપકડ કરી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: વધુ એક વખત બોગસ બેન્ક એકાઉન્ટનો મામલો સામે આવ્યો છે. આરોપીઓ દ્વારા કાળા નાણાંની હેરફેર માટે બોગસ બેન્ક એકાઉન્ટ વેચતા ત્રણ શાખની અમદાવાદની વાસણા પોલીસે ધરપકડ કરી છે.
અમદાવાદ શહેરમાંથી પોલીસે સાયબર ફ્રોડ માટે બેંક ખાતા પુરા પાડનાર ગેંગ ઝડપી છે. વાસણા પોલીસને મળેલી માહિતીના આધારે APMCના મેટ્રો સ્ટેશન પાસેથી ભાવનગરના 3 યુવકોની પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓના નામ આસીમખાન બેલીમ, પાર્થ પરમાર અને આરીફ કુરેશી છે.
પકડાયેલા આરોપીઓની તપાસ કરતાં સામે આવ્યું કે અક્રમ નામનો એક મુખ્ય આરોપી છે જે આરોપીઓને બેંક ખાતા મેળવવા માટે સાતથી આઠ હજાર રૂપિયા આપતો હતો અને આરોપીઓ ગરીબ લોકોને ટાર્ગેટ કરી તેઓના નામે બેન્ક ખાતા ખોલવડાવી ગરીબ વ્યક્તિને ત્રણથી ચાર હજાર રૂપિયા આપીને બાકીનું કમિશન પોતે લઇ લેતા હતા. આ રીતે ત્રણે આરોપીઓએ ભેગા મળીને અનેક લોકોના બેંક ખાતા મેળવ્યા હોય તેવી હકીકત સામે આવી છે.
આરોપીએ દ્વારા મેળવેલા બેન્ક ખાતાનો સાયબર ફ્રોડ થકી મેળવવામાં આવતા પૈસા રાખવા ઉપયોગ કરાતો હતો. આરોપીઓની તપાસ કરતાં તેઓની પાસેથી 12 જેટલા એટીએમ કાર્ડ તેમજ પાંચ મોબાઇલ ફોન અને શ્રીલંકા દેશની નોટો સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ ગુનામાં ફરાર અક્રમ વિરૂધ્ધ બે ગુના નોંધાયા હોય તેવામાં વાસણા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ મુખ્ય આરોપીને પકડવા ટીમો કામે લગાડે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે