વાપીમાં બે ભાઈઓનો ઝઘડો લોહિયાળ બન્યો : નાનાભાઈએ મોટાભાઈને મોતને ઘાટ ઉતાર્યો

Younger Brother Killed Elder Brother : બે ભાઈઓ વચ્ચે થયેલી બબાલે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની જાણ થતાં જ માતા તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા. પરંતુ ઘરે જઈ જે જોયું તો પોતાના બે વ્હાલસોયા દીકરામાંથી એક દીકરો લોહી લુહાણ હાલતમાં મૃત પડ્યો હતો

વાપીમાં બે ભાઈઓનો ઝઘડો લોહિયાળ બન્યો : નાનાભાઈએ મોટાભાઈને મોતને ઘાટ ઉતાર્યો

Vapi News નિલેશ જોશી/વાપી : છેલ્લા કેટલાક સમયથી પારિવારિક ભાવનાઓ નષ્ટ થઈ રહી છે. સામાન્ય વાતમાંથી શરું થતાં પરિવારના ઝગડાઓ લોહિયાળ સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે વલસાડ જિલ્લાના વાપીમાં ફરી એકવાર ભાઈ-ભાઈના સંબંધો લાજવાયા છે. વટારમાં બે સગા ભાઈઓમાંથી નાના ભાઈએ પોતાના જ સગા મોટાભાઈની હત્યા કરી છે જો કે જે કારણ બહાર આવ્યું તે જાણીને આપ પણ ચોંકી જશો.  

વાપીના વટારમાં એક ફળિયામાં રહેતા ભારતીબેન હળપતિના બે દીકરા છે. મોટો દીકરો વિનોદ મજૂરી કામ કરી અને પરિવારનું ભરણપોષણ કરવામાં મદદ કરે છે. જ્યારે નાનો દીકરો મનોજ બોટમાં માછીમારી કરવા જાય છે. પરિવારમાં માતા અને બે ભાઈઓ રહેતા હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોઈ વાતને લઈને પરિવારમાં વિવાદ ચાલતો હતો. ત્યારે બનાવના સમયે માતા કંપનીમાં નોકરી કરવા ગયા હતા અને બંને ભાઈઓ ઘરે એકલા જ હતા. એ વખતે બંને ભાઈઓ વચ્ચે ઝગડો થયો અને ઉશ્કેરાઈને નાનાભાઈ મનોજ પોતાના જ મોટા સગ્ગા ભાઈ વિનોદની માથામાં પાટલો મારીને હત્યા કરી નાંખી હતી .

બે ભાઈઓ વચ્ચે થયેલી બબાલે લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાની જાણ થતાં જ માતા તાત્કાલિક ઘરે પહોંચ્યા હતા. પરંતુ ઘરે જઈ જે જોયું તો પોતાના બે વ્હાલસોયા દીકરામાંથી એક દીકરો લોહી લુહાણ હાલતમાં મૃત પડ્યો હતો. આથી તેમણે પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે હત્યારા ભાઈની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે બંને ભાઈઓ જ્યારે ઘરે એકલા હતા એ વખતે મોટો ભાઈ વિનોદ પોતાના સગી જનેતા માતા અને પોતાના નાના ભાઈને ગંદી ગંદી ગાળો આપી રહ્યો હતો. આથી બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે વધુ વણસતા મોટો ભાઈ ખાટલામાં સુઈ રહ્યો હતો. એ વખતે જ નાના ભાઈએ મોટાભાઈના માથામાં પાટલો માર્યો હતો. આથી ભાઈ લોહી લુહાણ થઈ ગયો હતો અને તેનું મોત થયું હતું

છેલ્લા કેટલાક સમયથી પરિવારોમાં થતા સામાન્ય બાબતના ઝઘડાઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે અને ક્યારેક આ પારિવારિક ઝઘડાઓ લોહિયાળ સ્વરૂપ પણ ધારણ કરે છે. ત્યારે વાપીના વટારમાં બે સગા ભાઈઓ વચ્ચે સામાન્ય બાબતે થયેલી બબાલે લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા ભાઈ જ ભાઈનો હત્યારો બન્યો હતો. આથી એક માતાના બે પુત્રોમાંથી એક પુત્રની હત્યા થઈ છે, તો ભાઈની જગ્યામાં બીજો પુત્ર એ જેલની હવા ખાવાનો વખત આવ્યો છે. આથી હવે ઉંમરના છેલ્લા પડાવમાં પહોંચેલા માતાની સ્થિતિ દયનીય બની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news