9 વર્ષીય બાળકી સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં વાપી કોર્ટે આરોપીને ફટકારી ફાંસીની સજા
આ જઘન્ય અપરાધના મામલે વાપીમાં ફાસ્ટ કાર્યવાહી કરવામાં આવી છે. વાપી કોર્ટમાં પોકસો એક્ટ હેઠળના સ્પેશીયલ જજ કે જે મોદીએ 9 વર્ષની બાળકીના બળાત્કાર અને હત્યા ના મામલે આરોપી રાજેશ ગુપ્તાને ફાંસીની સજા ફટકારી છે.
Trending Photos
નીલેશ જોશી, વલસાડઃ વલસાડ જિલ્લાની વાપી કોર્ટે 9 વર્ષીય બાળકી સાથે બળાત્કાર અને હત્યા નિપજવવાના એક કેસમાં હેવાન આરોપીને ફાંસીની સજા ફટકારી છે. 2020ના ફેબ્રુઆરીમાં વાપી ટાઉન વિસ્તારમાં ધોરણ 4માં અભ્યાસ કરતી એક બાળકીને પીંખી નાખનાર નરાધમ રાજેશ ગુપ્તાને મૃત્યદંડ આપવામાં આવ્યો છે. શું હતો આખો મામલો અને કોર્ટે કેવી દાખલારૂપ સજા આપવામાં આવી છે. જુઓ સમગ્ર અહેવાલ..
ફેબ્રુઆરી 2020ની ઘટના
ઔદ્યોગિક નગરી વાપીમાં 7 ફેબ્રુઆરી, 2020ના દિવસે એક ધોરણ 4માં અભ્યાસ કરતી બાળકીનો મૃતદેહ તેના ઘરમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. વાપી ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં રહેતા પરપ્રાંતીય પરિવારની ધોરણ ચારમાં અભ્યાસ કરતી 9 વર્ષની બાળકીનો મૃતદેહ તેના જ ઘરમાં પંખે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ સનસનીખેજ હત્યાના મામલે વાપી પોલીસે રાજેશ ગુપ્તા નામના આરોપીની ધરપકડ કરી હતી. આરોપી મૃતક બાળકીની ચાલીમાં જ રહેતો હતો. આથી આરોપી એ પણ જાણતો હતો કે દિવસ દરમિયાન બાળકીના માતા-પિતા અને તેનો ભાઈ આખો દિવસ નોકરી ધંધે કંપનીમાં હોય છે.
આથી સ્કૂલેથી છૂટયા બાદ બપોર પછી બાળકી એકલી જ ઘરમાં હોય છે. આથી આ આરોપીએ મોકો જોઇ બનાવના દિવસે બપોરે જ બાળકીના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકીએ બુમાબુમ કરતા આરોપીએ નવ વર્ષીય માસૂમ બાળકીનું મોઢું દબાવી ગળે ટૂંપો આપી તેની હત્યા કરી હતી. ચોકાવનારી વાત એ છે કે સગીરા આરોપીએ બાળકીની હત્યા કર્યા બાદ પણ હેવાનિયતની તમામ હદો વટાવી દીધી હતી અને બાળકીના મૃતદેહ સાથે પણ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાર બાદ આરોપીએ બાળકીએ આપઘાત કર્યો છે તેવો ક્રાઇમ સીન ઊભો કરવા બાળકીના મૃતદેહને ગળે ફાંસો આપી ઘરના પંખા સાથે લટકાવી હતી .
આ જઘન્ય અપરાધના મામલે વાપીમાં ફાસ્ટ કાર્યવાહી કરવામાં આવી છે. વાપી કોર્ટમાં પોકસો એક્ટ હેઠળના સ્પેશીયલ જજ કે જે મોદીએ 9 વર્ષની બાળકીના બળાત્કાર અને હત્યા ના મામલે આરોપી રાજેશ ગુપ્તાને ફાંસીની સજા ફટકારી છે. બાળકીની એકલતાનો લાભ લઇ બાળકી સાથે બળાત્કાર કરી, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ બાળકીની હત્યા કરી તેને રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી લટકાવી દેવાનો જઘન્ય અપરાધ કરનાર આરોપી પ્રદીપ ઉર્ફે રાજેશ રામેશ્વર રાજકુમાર ગુપ્તાને રજૂ કરી હાલનો કેસ Rarest of Rare ની catagory માં ગણવાયો છે. આવા સંજોગોમાં આરોપીને ફાંસી સિવાય અન્ય કોઈ સજા કરી શકાય જ નહિ તેવી દલીલો ગ્રાહ્ય રાખી આઇ.પી.સી ની કલમ.૩૦૨ નાં ગુનામાં દેહાંત દંડ તથા પોક્સો એક્ટની કલમ ૬માં દેહાંત દંડ તથા આઇપીસીની કલમ-૨૦૧ નાં ગુનામાં સાત વર્ષ ની સજા અને રૂપિયા દસ હજાર દંડ અને જો દંડના ભરે તો વધુ બે વર્ષની સજાનો હુકમ કર્યો છે. વધુમાં આ ગુનાંમાં ભોગબનનારના માતા-પિતા ને 17 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે .
આ જધન્ય અપરાધીને અંતે ફાંસી આપવામાં આવી છે. પીડિતા બાળકી સાથે ગુનહિત કૃત્ય કરનાર આરોપીએ બાળકીનો પાડોશી હોવાનો બહાર આવ્યું છે, ત્યારે કિશોર ઉમરના બાળકો સાથે થતા અપરાધોમાં મોટા ભાગ કેસમાં અપરાધી કોઈ સગો કે પાડોશી હોવાનો ખુલાસો થાય છે. ત્યારે આજના બદલાતા સમાજ અને ઇન્ટરનેટની આભાસી દુનિયામાં દરેક માતા પિતા એ પોતાનાના બાળકોને આવા લોકોને બચાવવા જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે