વલસાડ: ઉમરગામની એક ફેક્ટરીમાં ભીષણ આગ, આકાશમાં આગના ગોટેગોટા, લોકોમાં ભયનો માહોલ

વલસાડના ઉમરગામ GIDCમાં આગની ઘટના બની છે. ઉમરગામની GIDCમાં ભીષણ આગ લાગી છે, જેની જ્વાળા અને ધુમાડાના ગોટે ગોટાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જાણવા મળી રહ્યું છે કે, એક મેટલ કંપીનીમાં આગ લાગી છે.

વલસાડ: ઉમરગામની એક ફેક્ટરીમાં ભીષણ આગ, આકાશમાં આગના ગોટેગોટા, લોકોમાં ભયનો માહોલ

ઝી બ્યુરો/વલસાડ: ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક કારખાનામાં ભીષણ આગ લાગી ફાટી નીકળી છે. આ ઘટનાની જાણ થતા ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે. હાલ કોઈ જાનહાનિના કોઈ અહેવાલ નથી. આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં મેળવવા પ્રયાસો હાથ ધર્યા છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વલસાડના ઉમરગામ GIDCમાં આગની ઘટના બની છે. ઉમરગામની GIDCમાં ભીષણ આગ લાગી છે, જેની જ્વાળા અને ધુમાડાના ગોટે ગોટાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જાણવા મળી રહ્યું છે કે, એક મેટલ કંપીનીમાં આગ લાગી છે. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે. તેમજ આગનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. 

— ANI (@ANI) February 4, 2023

જોકે, આગની જ્વાળા દૂર દૂર જોવા મળતા લોકોમાં ડરનો માહોલ છવાયો હતો. અત્યાર સુધી જાનહાનીના કોઈ અહેવાલ નથી, પ્રાથમિક અનુમાન પ્રમાણે ભારે માલ-સમાનનો નુકસાન થયાની ચર્ચાઓ ચાલી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news