કોઈ વિચારી પણ ન શકે, નવી ખરીદેલી કારમાં ગાંજો પકડાયો, વલસાડ LCB નું ખતરનાક ઓપરેશન

Crime News : વલસાડ એ મહારાષ્ટ્રથી ગુજરાતનું પ્રવેશદ્વાર કહેવાય છે, જ્યાં આ દ્વાર ગેરકાયદેસર વસ્તુઓ ઘૂસાડવાનું સેન્ટર બની ગયું છે

કોઈ વિચારી પણ ન શકે, નવી ખરીદેલી કારમાં ગાંજો પકડાયો, વલસાડ LCB નું ખતરનાક ઓપરેશન

ઉમેશ પટેલ/વલસાડ :વલસાડ LCB ની ટીમે પારડીથી ગાંજો ભરેલી કારનો ફિલ્મીઢબે પીછો કરી અંદાજે 254 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેથી કારનો ચાલક કાર મૂકી ફરાર થયો. મહારાષ્ટ્રથી ગુજરાતના પ્રવેશદ્વાર એવા વલસાડ જિલ્લા LCB ની ટીમે એક કારમાંથી વિપુલ પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

વલસાડ LCB ની ટીમને મળેલી બાતમીના આધારે મુંબઈ તરફથી સુરત તરફ જતી એક નંબર વગરની કારમાં ગાંજાનો જવાનો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે LCBની ટીમે પારડી હાઇવે ઉપર બાતમીવાળી નંબર વગરની કારને અટકાવવાનો ઈશારો કર્યો હતો. ગાંજો ભરેલી કારના ચાલકે પકડાઈ જવાની બીકે કારને સુરત તરફ હંકારી મૂકી હતી. ટ્રાફિક પોલીસની ટીમે ટ્રાફિક જામ કરતા ગાંજો ભરેલી કારનો ચાલક ધમડાચી હાઇવે ઉપર કાર મૂકી ફરાર થઇ ગયો હતો. LCB ની ટીમે કારમાં ચેક કરતા કારની પાછળની સીટ અને ડિક્કીમાંથી 2 કિલો અને 5 કિલોના પેકેટમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. LCB ની ટીમે અંદાજે 254 કિલો ગાંજાનો જથ્થો અને કાર મળી કુલ 40 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી રૂરલ પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ વલસાડ સીટી પોલીસને સોંપી છે. 

વલસાડ જિલ્લા LCB ની ટીમ જિલ્લામાં દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન વલસાડ LCB ની ટીમના PI વી. બી બારડની ટીમને મળેલી બાતમીના આધારે એક નંબર વગરની કારમાં વિપુલ પ્રમાણમાં ગાંજાનો જથ્થો ભરીને કારનો ચાલક મુંબઈથી સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે વલસાડ LCBની ટીમે પારડી હાઇવે ઉપર બાતમી વાળી કારની વોચ ગોઠવી હતી. જે દરમ્યાન બાતમીવાળી કાર આવતા વલસાડ LCB પોલીસની ટીમે કાર અટકાવવાનો ઈશારો કર્યો હતો. કારના ચાલકે પોલીસની નાકાબંધી જોઈ પોતાની નંબર વગરની નવી કાર લઈને સુરત તરફ હંકારી મૂકી હતી. વલસાડ LCBની ટીમે કારનો પરડીથી ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. જે દરમ્યાન કારનો ચાલક ધમડાચી પીરૂ ફળીયા પાસે કારને મૂકી બાજુમાં આવેલી ઝાડીઓમાં ભાગી છૂટ્યો હતો. વલસાડ LCBની ટીમે કારના ચલાકનો પીછો કરી કર્યો હતો. પરંતુ કારનો ચાલક હાથ લાગ્યો ન હતો.

વલસાડ LCBની ટીમે કારમાં ચેક કરતા કારની પાછળની સીટ અને ડિક્કીમાં મુકેલા 2 અને 5 કિલોના પાર્સલ મળી આવ્યા હતા. પેકેટમાં ચેક કરતા ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. વલસાડ LCB ની ટીમે FSL ની ટીમની મદદ લઈને ચેક કરતા ગાંજાનો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ LCBની ટીમે કારમાંથી 125 પેકેટમાંથી અંદાજે 254 કિલો જેટલો ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો. LCBની ટીમે ગાંજાનો જથ્થો અને કાર મળી કુલ 40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB ની ટીમે ગાંજાનો જથ્થો અને કાર મળી કુલ 40 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે કારના ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. રૂરલ પોલોસ મથકે ગુનો નોંધવાનો તજવીજ હાથ ધરી છે. 

પ્રાથમિક તપાસ કરતા કાર રાજસ્થાની હોવાનું જાણવા મળ્યું છે. સાથે 5 મી ઓક્ટોબરના રોજ કારને ખરીદી હોવાના પુરાવા કારમાંથી મળ્યા હતા. વલસાડ પોલીસે ગાંજાના કેસમાં આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. કાર માલિકને શોધી કાર ચાલક અંગે જાણવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસને શંકા ન જાય એ માટે નાશનો વેપાર કરતા લોકો દ્વારા નંબર વગરની નવી કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે હાલ પોલીસે આ ગાંજો જથ્થો ઝડપી પાડ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી તેમજ સરકારી CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news