ભાજપના જ નેતાઓ દારૂ પીતા પકડાયા, વલસાડમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર દરોડા

વલસાડમાં દારૂની હાઇપ્રોફાઇલ મહેફિલ પકડાઇ, મોંઘીદાટ કાર લઇને આવેલા BJP કાર્યકરો, હોદ્દેદારો સહિત 16 નબીરા ઝડપાયા... પોલીસની રેડથી રાજકારણમાં ખળભળાટ...

ભાજપના જ નેતાઓ દારૂ પીતા પકડાયા, વલસાડમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર દરોડા

Valsad News ઉમેશ પટેલ/વલસાડ : ગાંધીના ગુજરાતમાં રાજ્ય સરકાર દારૂબંધીના કાયદાનું કડક અમલીકરણ કરાવવાના દાવાઓ કરી રહી છે, ત્યારે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં છાશવારે લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. તો સાથે સાથે દારૂની મહેફીલ પણ મોટા પાયે ઝડપાય છે. સંઘ પ્રદેશ દમણને અડીને આવેલા વલસાડમાં ફરી એકવાર વિદેશી દારૂની મહેફીલ ઝડપાઈ છે. જોકે આ વખતે મોંઘા વિદેશી દારૂ સાથે ભાજપના અગ્રણીઓ અને નબીરાઓ ઝડપાયા છે. ત્યારે કોણ છે આ સત્તા પક્ષ ભાજપના જ ભાજપના અગ્રણી જેવો ઉપર દારૂ મહેફિલનું કેસ નોંધાયો છે. 

વલસાડ શહેરમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં પોલીસે ત્રાટકીને રંગમાં ભંગ પાડ્યો હતો. શહેરના પોશ વિસ્તારમાં આવેલ આદર્શ સોસાયટીમાં ચાલતી દારૂની મહેફિલ પર વલસાડ પોલીસે રેડ કરી હતી. રેડમાં પીઆઈ સહિત મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસની આ કાર્યવાહીમાં સોસાયટીના મકાન નંબર 8 ના અગાશી પર ચાલતી દારૂની મેહફીલ માણતા 15 શોખીનો ઝડપાઈ ગયા હતા. આ મહેફિલમાં વલસાડ નગર પાલિકાના માજી પાલિકા સભ્યના પતિ તેમજ ભાજપના હોદ્દેદારો અને નબીરાઓને જન્મદિવસની ઉજવણી કરવી ભારે પડી. 

માજી પાલિકા સભ્યના પતિ અને ભાજપના હોદ્દેદાર તેમજ ભાજપ શહેર યુવા મોરચા પ્રમુખ સહિત મોટા ઘરના નબીરાઓ ઝડપાયા હતા. વલસાડ પોલીસે રોકડ રકમ, દારૂની બોટલ, 20 થી વધુ મોબાઈલ ફોન સહિત 7 વાહનો મળી કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મોંઘીદાટ કાર, મોંઘા મોબાઈલ અને હાઇફાઈ દારૂ મળ્યો પણ મળી આવ્યો હતો. ઝડપાયેલ આરોપીઓ રાજકીય વગ ધરાવતા હોવાથી અડધી રાત્રે પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં અનેક જાણીતા ચહેરા ઉપર પહોંચ્યા હતા. જોકે પોલીસે કોઈપણ જાતની શેહ શરમ રાખ્યા વિના તમામ વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

daru_mehefil_zee2.jpg
 
દારૂની મહેફિલમાં ઝડપાયેલા શખ્સો

  • દર્શન પટેલ
  • તપન પટેલ
  • દિનેશ આહીર
  • મેહુલ લાડ
  • દર્શન ઠાકોર
  • જીજ્ઞેશ ભાનુશાલી
  • મિહિર પાંચાલ
  • આશિષ કેવટ 
  • રાકેશ ઠાકરે
  • કૃણાલ મોરે
  • સૌરભ દેસાઈ
  • ભાર્ગવ દેસાઈ
  • નિકુલ મિસ્ત્રી
  • પ્રિયાશુ દેસાઈ
  • પ્રેગ્નેશ પટેલ

તમે જે મિનરલ વોટર પીઓ છો તે ખરેખર શું મિનરલ જ છે? રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

આમ વલસાડ શહેરની મધ્યમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે રાજકીય પાર્ટીના કાર્યકર્તાઓએ દારૂની મેહફીલ યોજવાના મામલે જિલ્લાના રાજકારણમાં પણ ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ મામલે રાજકીય માહોલ ગરમાયો છે. ત્યાર હાલ તો જિલ્લા ભાજપ પ્રમુખ દારૂ મહેફિલમાં દોષિત ભાજપના અગ્રણીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહીની વાત કરી રહ્યા છે. તો જિલ્લા કોંગ્રેસને પણ હાલે ભાજપ પર પ્રહાર કરવાનો મોકો મળી ગયો છે. ત્યારે જિલ્લા પોલીસે કોઈપણ પ્રકારની શેર શરમ વગર આ મામલે કડક કાર્યવાહી કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news