વલસાડમાં લોકોની ઉંઘ હરામ કરનાર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, મોડસ ઓપરન્ડી જોઈ તમે પણ થઈ જશો સ્તબ્ધ

વલસાડ જિલ્લા એલસીબી પોલીસે ઘરફોડ ચોરીમાં એક રીઢા ગુનેગારની પોલીસે ધરપકડ કરી બે ચોરીમાં ચોરાઈ ગયેલ સોના ચાંદીના ઘરેણાં સહિત રોકડ રકમ રિકવર કરી છે. કોણ છે આરોપી અને કઈ રીતે કરતો હતો ચોરી. 

વલસાડમાં લોકોની ઉંઘ હરામ કરનાર ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, મોડસ ઓપરન્ડી જોઈ તમે પણ થઈ જશો સ્તબ્ધ

ઉમેશ પટેલ/વલસાડ: શહેરમાં થતી ઘરફોડ ચોરીનો ભેદ વલસાડ જિલ્લા પોલીસે ઉકેલી નાંખ્યો છે. વલસાડ જિલ્લા એલસીબી પોલીસે ઘરફોડ ચોરીમાં એક રીઢા ગુનેગારની પોલીસે ધરપકડ કરી બે ચોરીમાં ચોરાઈ ગયેલ સોના ચાંદીના ઘરેણાં સહિત રોકડ રકમ રિકવર કરી છે. કોણ છે આરોપી અને કઈ રીતે કરતો હતો ચોરી. 

વલસાડ શહેરમાં થતી ચોરીઓ અટકાવવા માટે વલસાડ LCBની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન મળેલી બાતમી મળી હતી કે વલસાડ શહેરના તિથલ રોડ જવાહન નગર વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટના ફ્લેટમાં રહેતા 55 વર્ષીય ઈસમ અલગ અલગ ઘર ફોડ ચોરીના ગુનાહમાં સંડોવાયેલ હોવાની હકીકત જાણ થતાં વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે બાતમીવાળા ઇસમના ફ્લેટમાં જઈને ચેક કરતા તિથલ રોડ ઉપર બંગ્લામાં થયેલી ચોરીનો કેટલોક સામાન મળ્યો હતો. 

જેથી આરોપીનો વધુ પૂછપરછ કરતા તિથલ રોડ ઉપર આવેલ શાંતિની કેતન સોસાયટી અને ભગત નર્સિંગ હોમ સામે આવેલા બંગ્લામાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. વલસાડ LCBની ટીમે આરોપીની ધરપકડ કરી હતી સાથે ચોરી થઈ ગયેલ સોના ચાંદીના ઘરેણા રોકડ રકમ સહીતનો કુલ 36 લાખ 29 હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો, સાથે પોલીસે આરોપી પાસેથી ચોરી કરવાના અલગ અલગ સાધનો સહિત ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ વાહન પણ જપ્ત કર્યું હતું. વલસાડ શહેરમાં થયેલી બે જેટલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસ ઉકેલી કાઢ્યો છે. 

પોલીસ પકડમાં ઉભેલો આરોપીનું નામ છે ઉર્ફે રમેશ ઉર્ફે હસમુખ બાબુભાઇ ઉર્ફે ગગજીભાઈ કલાણીયાની આરોપી મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણા નો રહેવાસી છે આરોપી અલગ અલગ શહેરોમાં જઈ ત્યાં આગળ ફ્લેટ ભાડે રાખી રહેતો હતો અને દિવસ દરમિયાન પોતાના મોપેડ બાઈક ઉપર જઈ અલગ અલગ વિસ્તારોમાં ઘરોની રેકી કરી રાત્રી દરમિયાન ઘરોમાં જઈ ચોરી કરતો હોવાનું પોલીસ પાસે કબૂલાત કરી છે. 

સાથે આરોપી દ્રારા અમદાવાદ, ભરૂચ, સુરત સહિત વલસાડ શહેરમાં ચોરી કર્યાની કબૂલાત કરી છે. આરોપી અત્યાર સુધી 10થી વધુ ચોરીઓમાં પકડાય ચૂકેલ છે. પોલીસે આરોપી પાસેથી ઘરફોડ ચોરીમાં ઉપયોગમાં લેવાયો સામાન જપ્ત કર્યો છે. સાથે વલસાડ શહેરની બે ચોરીમાં ચોરાય ગયેલા 20.31 લાખના સોનાના ઘરેણાં,7.85 લાખના ચાંદીના ઘરેણાં સહિત 7.80 લાખ રોડક રકમ રિકવર કરી છે અને આરોપીની વધુ પૂછપરછ માટે વલસાડ શહેર પોલીસને સોંપવામાં આવ્યો છે.

વલસાડ શહેરમાં થયેલી બે ઘરફોડ ચોરીનો ભેદ વલસાડ જિલ્લા ઉકેલી કાઢ્યો છે અને આરોપીને પકડી જેલના સરિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે આરોપી દ્રારા હજુ ક્યાં ક્યાં ચોરી કરવામાં આવી છે અને ચોરી કરેલ મુદામાલ ને ક્યાં વેચવામાં આવ્યો છે એ અંગે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news