Vadodara: ધર્માંતરણ- ફંડિગ કેસની તપાસમાં અનેક મોટા ખુલાસા, 200 યુવતીઓનું ધર્માંતરણ કરાવ્યું અને....

ઉમર ગૌતમને લઈને વધુ એક ખુલાસો થયો છે, જેમાં તેણે 200 યુવતીઓનું ધર્માંતરણ કરાવી નિકાહ કરાવ્યા હોવાનું તપાસમાં બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સિવાય ઉમર ગૌતમે મૂકબધિર સહિત અલગ અલગ ધર્મના 1 હજાર લોકોનું ધર્માંતરણ પણ કરાવ્યું હતું. 

Vadodara: ધર્માંતરણ- ફંડિગ કેસની તપાસમાં અનેક મોટા ખુલાસા, 200 યુવતીઓનું ધર્માંતરણ કરાવ્યું અને....

હાર્દિક દિક્ષીત/ વડોદરા: યુપીમાં ધર્માંતરણ અને ફંડિગના મામલે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આજે ઉમર ગૌતમને લઈને વધુ એક ખુલાસો થયો છે, જેમાં તેણે 200 યુવતીઓનું ધર્માંતરણ કરાવી નિકાહ કરાવ્યા હોવાનું તપાસમાં બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સિવાય ઉમર ગૌતમે મૂકબધિર સહિત અલગ અલગ ધર્મના 1 હજાર લોકોનું ધર્માંતરણ પણ કરાવ્યું હતું. 

પોલીસે પુછપરછમાં ઉમર ગૌતમે અનેક ખુલાસા કર્યા હતા. દિલ્હી રમખાણ અને પ્રદર્શનને પ્રોત્સાહન આપવા માટે પણ વિદેશી ફંડિગના રૂપિયાનો ઉપયોગ કરાયો હોવાનું સામે આવ્યું છે. આ સિવાય ખોટા બીલો અને એન્ટ્રીઓ પાડી 60 કરોડ ટ્રસ્ટના હેતુ વિરુદ્ધ વાપર્યા છે. પોલીસે આ કેસમાં હુસેન મનસુરી, ઉમર ગૌતમ તેમજ સલાઉદીન સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. SITની ટીમે 88 દિવસમાં 1860 પાનાની ચાર્જશીટ ફાઈલ કરી દીધી છે. જેના કારણે અબ્દુલ્લા ફેફડાવાલા સહિત બેને વોન્ટેડ જાહેર કરાયા છે.

પોલીસ પુછપરછમાં ઉમર ગૌતમે ધર્મ પરિવર્તન અને ફંડિંગ મુદ્દે જણાવ્યું હતું કે, તેણે છેલ્લા કેટલાંક વર્ષોમાં યુપીમાં અંદાજે 1 હજારથી વધુ મૂકબધિર સહિત લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યું છે. અગાઉની પોલીસ પુછપરછમાં ઉમર ગૌતમ ભાંગી પડ્યો હતો અને આ મુદ્દે તેણે કરાવેલ ધર્મ પરિવર્તનમાં કેટલી મહિલાઓ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ઉમર ગૌતમ અને સલાઉદ્દીન શેખની અલગ અલગ મુદ્દા પર પુછપરછ કરાઇ રહી છે.

અત્રે નોંધનીય છે કે, ઉમર ગૌતમે પોલીસને જણાવ્યું હતું કે તેણે ગીતા, કુરાન, બાઇબલ સહિત તમામ ધર્મના 5 હજાર જેટલા ધાર્મિક પુસ્તકો વાંચ્યા હતા. તેના પરિવારમાં તે એક માત્ર ધાર્મિક વ્યક્તિ હતો અને તેના પિતા ધર્મમાં માનતા પણ ન હતા. કુરાન વાંચીને તે મુસ્લિમ ધર્મ પ્રત્યે આકર્ષાયો હતો, અને તેણે પોતાની મરજીથી તેણે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો, અને બાદમાં તેણે ધર્મપરિવર્તનનું કામ શરુ કર્યું હતું. ઉમર ગૌતમ પોતાના ભાષણોમાં મુસ્લિમ ધર્મ સર્વ શ્રેષ્ઠ હોવાનું જણાવતો હતો અને તેના ફાયદાઓ જણાવી અન્ય લોકોને ધર્મ પરિવર્તન કરવા માટે લાલચ આપતો હતો. નવા ધર્મપરિવર્તન થયેલા લોકોની વાતો સાંભળી તે અન્ય લોકોને ધર્મ પરિવર્તન કરવાની પ્રેરણા પણ આપતો હતો. ઉમર ગૌતમે યુપી અને તેની આસપાસના વિસ્તારોમાં ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. 

અત્રે ઉલ્લેખનિય છે કે ઉમર ગૌતમે યુપીમાં 1 હજારથી વધુ લોકોનું ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાનું અગાઇ યુપી પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું જેથી પોલીસે ઉમર ગૌતમની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. જેમાં વડોદરાના સલાઉદ્દીને તેને મોટા પ્રમાણમાં ફંડિંગ કર્યું હોવાનું જણાતા સલાઉદ્દીન અને અન્ય શખ્સોની ધરપકડ કરાઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news