વડોદરા રેપ કેસ : જેને શોધવા આકાશપાતાળ એક કર્યાં તે અશોક જૈન વડોદરા આવ્યો છતા પોલીસને ખબર ન પડી

વડોદરામાં હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસ (vadodara rape case) માં આરોપી અશોક જૈન 19 માં દિવસે પાલિતાણાથી ઝડપાયો છે. પોલીસે જેને શોધવા આકાશપાતાળ એક કરી દીધા હતા, તે અશોક જૈન (Ashok Jain) બે દિવસ પહેલા જ વડોદરા આવીને પરત ગયો હતો, છતા પોલીસને તેની ભાળ મળી ન હતી. અશોક જૈન પકડાયો ત્યારે તેની પાસે 1.50 લાખ રૂપિયા હતા. બે દિવસ પહેલા અશોક જૈન વેશ પલ્ટો કરી વડોદરા આવ્યો હતો. અશોક જૈનનું લોકેશન ટ્રેસ કરવા પોલીસે 700 CCTV ચેક કર્યા હતા. છતાં તેને પકડવામાં પોલીસને 19 દિવસ નીકળી ગયા હતા.  
વડોદરા રેપ કેસ : જેને શોધવા આકાશપાતાળ એક કર્યાં તે અશોક જૈન વડોદરા આવ્યો છતા પોલીસને ખબર ન પડી

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસ (vadodara rape case) માં આરોપી અશોક જૈન 19 માં દિવસે પાલિતાણાથી ઝડપાયો છે. પોલીસે જેને શોધવા આકાશપાતાળ એક કરી દીધા હતા, તે અશોક જૈન (Ashok Jain) બે દિવસ પહેલા જ વડોદરા આવીને પરત ગયો હતો, છતા પોલીસને તેની ભાળ મળી ન હતી. અશોક જૈન પકડાયો ત્યારે તેની પાસે 1.50 લાખ રૂપિયા હતા. બે દિવસ પહેલા અશોક જૈન વેશ પલ્ટો કરી વડોદરા આવ્યો હતો. અશોક જૈનનું લોકેશન ટ્રેસ કરવા પોલીસે 700 CCTV ચેક કર્યા હતા. છતાં તેને પકડવામાં પોલીસને 19 દિવસ નીકળી ગયા હતા.  

વડોદરા આવેલો અશોક જૈન પોલીસની નજરથી બચ્યો 
વડોદરા પોલીસે (vadodara police) અશોક જૈનના ભત્રીજાના પૂછપરછ કરતા આખરે અશોક જૈનનુ પગેરુ મળ્યુ હતું અને પકડાયો હતો. અશોક જૈન ભત્રીજા અને પુત્રના સતત સંપર્કમાં હતો. પાલિતાણામાં અશોક જૈનને પકડવા પોલીસે વેશપલટો કર્યો હતો. અશોક જૈન જે ધર્મશાળામાં રોકાયો હતો, તેની બહાર પોલીસે વોચ ગોઠવી હતી. હાલ વડોદરા પોલીસ અશોક જૈનની પૂછપરછ કરી રહી છે, જેમાં તે કયા કયા સ્થળોએ ગયો હતો અને રોકાયો હતો તે સઘળી માહિતી મેળવીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાશે. સાથે જ બે દિવસ પહેલા અશોક જૈન વડોદરા આવ્યો હતો, તેથી તે વડોદરા આવીને ક્યાં ક્યા ગયો હતો, અને શું શુ કર્યુ હતું તેની પણ માહિતી મેળવાશે. પોલીસે અશોક જૈનને 700 થી વધુ સીસીટીવી ચકાસ્યા હતા, જેમાં અશોક જૈન વડોદરાના હાઈવે પર ભત્રીજા દિપેશ ઉર્ફે શ્રેયાંશની કારમાં બેસેલો જોવા મળ્યો હતો. 

અશોક જૈન 19 દિવસમાં 6 હજાર કિમી રખડ્યો
સહારાની જમીનના ડીલમાં અશોક જૈનનું ઇન્વોલ્વમેન્ટ હતું. પોલીસે અશોક જૈનની 1 વર્ષની કોલ ડિટેઈલ કાઢી અને આશ્રય સ્થાનોની શક્યતા ચકાસણી છે. સાથે જ અશોક જૈન પોલીસના હાથ ન લાગવા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવાનુ પણ ટાળતો હતો. કેસ નોંધાયા બાદ અશોક જૈન પોતાની સાથે 5 લાખ રોકડા લઇને નીકળ્યો હતો. આ 19 દિવસમાં તેણે 6 હજાર કિમી સુધી રખડપટ્ટી કરી હતી. તે પકડાયો ત્યારે તેની પાસે દોઢ લાખ રૂપિયા બચ્યા હતા. 

અશોક જૈન કેવી રીતે સંપર્ક કરતો
અશોક જૈન તેના ભત્રીજા સાથે સંપર્કમા હતો. ત્યારે પોલીસની નજરથી બચવા ભત્રીજાએ કાકા માટે નવુ સીમકાર્ડ ખરીદ્યુ હતું. જેમાં અશોક જૈન સામેથી જ ફોન કરતો હતો. આ રીતે તે પોલીસની તમામ ગતિવિધિ જાણી લેતો હતો. અશોક જૈનને પકડવા માટે પોલીસે તેના એક વર્ષની કોલ ડિટેઈલ પણ તપાસી હતી. જેમાં અશોક જૈન ભત્રીજા સાથે સૌથી વધુ સંપર્કમાં હોવાનુ પોલીસે જાણ્યુ હતુ, જેથી પોલીસે ભત્રીજાની પૂછપરછ કરી હતી. 

બીજી તરફ, દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ ભટ્ટની પાવાગઢ મંદિરના ટ્રસ્ટી પદેથી હકાલ પટ્ટી કરવામાં આવી છે. નવરાત્રિના પ્રથમ દિવસે જ ટ્રસ્ટી મંડળે મીટિંગમાં સત્તાવાર ઠરાવ કર્યો હતો, અને રાજુ ભટ્ટને પદ પરથી દૂર કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news