વડોદરા રેપ કેસમાં 2018ની લૂંટનો ભેદ ખૂલ્યો, પોલીસ સતર્ક રહી હોત તો સગીરા પીંખાઈ ન હોત

વડોદરાના નવલખીમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ (Vadodara Rape) ના મામલામાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી પૂછપરછમાં એક મોટો ખુલાસો થયો છે. જેમાં ગત વર્ષે 2018માં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. ત્યારે આ સાથે જ વડોદરા પોલીસની સૌથી મોટી નિષ્ફળતા પણ સામે આવી છે કે, ગત વર્ષે નવલખી કમ્પાઉન્ડ (Navlakhi compound)માં જ એક યુવતી સાથે આવી જ ઘટના બની હતી. પરંતુ પોલીસે નિષ્ક્રીયતા દાખવીને કોઈ જ પગલા ભર્યા ન હતા, ન તો સીસીટીવી લગાવવાની તસ્દી લીધી હતી. જો વડોદરા પોલીસ 2018ના બનાવથી કંઈ શીખી હોત તો હાલ વડોદરાની વધુ એક સગીરા પીંખાઈ ન હોત.
વડોદરા રેપ કેસમાં 2018ની લૂંટનો ભેદ ખૂલ્યો, પોલીસ સતર્ક રહી હોત તો સગીરા પીંખાઈ ન હોત

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાના નવલખીમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ (Vadodara Rape) ના મામલામાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી પૂછપરછમાં એક મોટો ખુલાસો થયો છે. જેમાં ગત વર્ષે 2018માં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. ત્યારે આ સાથે જ વડોદરા પોલીસની સૌથી મોટી નિષ્ફળતા પણ સામે આવી છે કે, ગત વર્ષે નવલખી કમ્પાઉન્ડ (Navlakhi compound)માં જ એક યુવતી સાથે આવી જ ઘટના બની હતી. પરંતુ પોલીસે નિષ્ક્રીયતા દાખવીને કોઈ જ પગલા ભર્યા ન હતા, ન તો સીસીટીવી લગાવવાની તસ્દી લીધી હતી. જો વડોદરા પોલીસ 2018ના બનાવથી કંઈ શીખી હોત તો હાલ વડોદરાની વધુ એક સગીરા પીંખાઈ ન હોત.

સુરત : દેશભરમાં 150થી વધુ ચોરીઓને અંજામ આપી ગુજરાત આવેલી બંગાળની ગ્લાવા ગેંગ પકડાઈ
 
વડોદરા રેપ કેસમાં પકડાયેલા આરોપી કિશન અને જશોના આજે રિમાન્ડ પૂરા થશે. ત્યારે રિમાન્ડ દરમિયાન બંને આરોપીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પૂછપરછમાં સામે આવ્યું કે, ગત વર્ષે 2018માં નવલખી મેદાનમાં થયેલી લૂંટની ઘટનાને અંજામ જશોના સગપણમાં થતાં આરોપી સહિત 3 લોકોએ આપ્યો હતો. 2018માં પણ આવી જ ઘટના બની હતી. ત્રણ શખ્સોએ યુવતીને ઝાડીઓમાં લઈ જઈ માર મારી તેની લૂંટ કરી હતી. ત્રણમાંથી એક આરોપી જશોનો સંબંધી હતી જશો આ સમગ્ર વાત જાણતો હતો. ત્યારે જશોએ પોલીસને એમ પણ કહ્યું કે, 2018ની લૂંટના બે આરોપીએ હાલ વડોદરામાં છે અને ત્રીજો આરોપી હાલ ઇન્દોરમાં છે. ત્યારે હાલ વડોદરા પોલીસ હવે 2018ની લૂંટનો ભેદ ઉકેલવા પણ મથી રહી છે.

ઉલ્લેખનીય છે કે, 2018માં થયેલી યુવતી સાથેની રેપની ઘટનાને લૂંટમાં ખપાવી દેવામાં આવી હતી. નવલખીમાં એ જ સ્થળે આવી રીતે જ લૂંટ થઈ હતી અને યુવતી સાથે લૂંટ થઈ હોવાનું સામે આવ્યું હતું. પણ તે સમયે એવી પણ વાતો વહેતી થઈ હતી કે, યુવતી સાથે દુષ્કર્મ થયું છે અને તેને માત્ર લૂંટ બતાવાઈ હતી. ત્યારે જો પોલીસ એ જ સમયે સજાગ બની હોય તો હાલ સગીરા સાથે આ બનાવ બન્યો ન હોત. આમ, જશો પાસેથી પોલીસને વધુ એક ગુનાની કડી મળી છે.

2018ની ઘટનામાં લૂંટી લેવામાં આવેલો મોબાઈલ ફોન પણ પોલીસે કબજે કર્યો હોવાનુ હાલ જાણવા મળ્યું છે. ત્યારે હવે વડોદરા પોલીસ શું કરે છે તે જોવું રહ્યું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news