વડોદરા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મે ભી ચોકીદાર’ કાર્યક્રમનો ફિયાસ્કો, ખુરશીઓ ખાલી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા સહિત સમગ્ર દેશમાં 500 સ્થળોએ ‘મે ભી ચોકીદાર’ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યું. વડોદરામાં ભાજપ દ્વારા મહાત્મા ગાંધીનગર ગૃહ સહિત બે સ્થળોએ મે ભી ચોકીદાર કાર્યક્રમ રાખ્યો હતો. 

વડોદરા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મે ભી ચોકીદાર’ કાર્યક્રમનો ફિયાસ્કો, ખુરશીઓ ખાલી

રવિ અગ્રવાલ/વડોદરા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વડોદરા સહિત સમગ્ર દેશમાં 500 સ્થળોએ ‘મે ભી ચોકીદાર’ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યું. વડોદરામાં ભાજપ દ્વારા મહાત્મા ગાંધીનગર ગૃહ સહિત બે સ્થળોએ મે ભી ચોકીદાર કાર્યક્રમ રાખ્યો હતો. 

જેમાં અલગ અલગ વોર્ડમાંથી ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા. મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે મે ભી ચોકીદાર કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા ખાસ હાજર રહ્યા હતા.પુરષોત્તમ રૂપાલા કાર્યક્રમમાં હાજર હોવા છતાં ખુરશીઓ ખાલી રહી હતી અને વડાપ્રધાનના કાર્યક્રમનો ફયસ્કો થયો હતો.

ભાજપના ગણ્યા ગાઠ્યા કાર્યકરો જ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. મહત્વની વાત છે કે, ભાજપે ઘણા દિવસો પહેલા જ પ્રધાનમંત્રીનો મે ભી ચોકીદાર કાર્યક્રમની જાહેરાત કરી દીધી હતી. તેમ છતાં વડોદરામાં કાર્યક્રમમાં એક પણ ચોકીદાર હાજર ન રહ્યો, એટલું જ નહી એક પણ ડોકટર, વકીલ, ચાર્ટડ એકાઉન્ટન્ટ કે શિક્ષક પણ હાજર ન રહ્યા. જેના કારણે વડોદરામાં ‘મે ભી ચોકીદાર’ કાર્યક્રમનો રંગ ફિક્કો રહ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news