પતિની એક પોસ્ટથી થયો ડખો, યુવતીઓની ઢગલાબંધ લાઈક્સ જોઈને પત્ની લાલચોળ થઈ...
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :પતિ પત્નીના સંબંધો હવે કોર્ટ રૂમ સુધી પહોંચતા વાર નથી લાગી રહી. નાની નાની વાતો પર હોંશ ગુમાવી દેવા, એલફેલ બોલવાથી એકબીજા પ્રત્યે વિશ્વાસ ગુમાવી રહ્યાં છે. આવામાં વડોદરાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સોશિયલ મીડિયાને કારણે પતિ પત્નીના સંબંધ તૂટવાની અણી પર આવી ગયા હતા. આ માટે અભયમ હેલ્પલાઈનને બોલાવવી પડી હતી. બંનેનુ કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ હતું.
બન્યુ એમ હતું કે, વડોદરાના અટલાદરા વિસ્તારનો આ બનાવ છે. જેમાં પતિએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. પતિની પોસ્ટ પર સોશિયલ મીડિયા પર યુવતીઓની ઢગલાબંધ લાઈક્સ મળી હતી. આ જોઈને પતિ લાલચોળ થઈ હતી. ઈર્ષ્યામાં આવેલી પત્નીએ પતિ સાથે ઝઘડો કર્યો હતો. એટલુ જ નહિ, તેણે પતિનો ફોન પણ છીનવી લીધો હતો. આથી ગુસ્સે થયેલા પતિએ રોજ પત્ની સાથે મારપીટ કરવાની શરૂ કરી હતી. બસ આમ, રોજ બંને વચ્ચે ઝઘડા ચાલતા રહ્યા હતા. આખરે પરિણિતાએ મદદ માટે અભયમ હેલ્પલાઈનનો દરવાજો ખખડાવ્યો હતો.
પરિણીતાએ હેલ્પલાઈનમાં ફોન કરીને જણાવ્યુ હતું કે, તેનો પતિ સોશિયલ મીડિયા પર યુવતીઓમાં ફેમસ છે. યુવતીઓને તેની પોસ્ટને વધુ લાઈક આપે છે. જેથી અમારી વચ્ચે ઝઘડો થયો હતો. અભયમની ટીમે પતિ પત્નીનું કાઉન્સેલિંગ કર્યુ હતું. બંનેને સમજાવ્યા હતા, કે સોશિયલ મીડિયાને કારણે તેમના સંબંધો પર અસર ન થવી જોઈએ. તો પતિને પતિ પણ પત્નીની મારઝૂડ ન કરવા સલાહ આપી હતી.
આ પણ વાંચો : જાણો રાજકોટ પોલીસે લોકોને એવુ કેમ કહ્યું કે, ‘દિવાળી પર બહાર જતા પહેલા અમને કહીને જજો...’
આખરે કાઉન્સેલિંગ બાદ કપલે સ્વીકાર્યુ હતું કે, તેઓની ભૂલ થઈ છે. જેથી બંનેએ એકબીજાની માફી માંગી હતી. અભયમની ટીમે યુવતીને સમજાવ્યું હતું કે, સોશિયલ મીડિયાના જમાનમાં પતિ કોઇ પોસ્ટ કરે અને તે પોસ્ટને યુવતીઓ અને મહિલાઓની વધુ લાઇક મળે તો તેનું ખોટું અર્થઘટન ના કરવું જોઇએ. આ જમાનામાં સોશિયલ મીડિયાનો ઉપયોગ વ્યાપક બન્યો છે ત્યારે બંનેએ સાથે બેસીને દરેક સમસ્યાનું નિકારણ કરવું જોઇએ. પતિને પણ નાની નાની બાબતોમાં ઉશ્કેરાઇ જઇને પત્નીની મારઝૂડ ન કરવા સમજાવાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે