વડોદરા મનપાને મળી અદ્યતન ટેકનોલોજી, આ રોબોટિક મશીન ડ્રેનેજ કામને બનાવશે વધુ સરળ

વડોદરા મહાનગરપાલિકાને ડ્રેનેજ ચેમ્બપરની સફાઇ કામગીરી ટેકનોલોજીના ઇનોવેશન થકી વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત રીતે થાય તેવા આશયથી અદ્યતન ટેકનોલોજીની સજજ સૌર ઊર્જા સંચાલિત રોબોટિક કલીનીંગ મશીન તથા તેના વહન માટે ઇલેકટ્રિક ગાડી આપવામાં આવી

વડોદરા મનપાને મળી અદ્યતન ટેકનોલોજી, આ રોબોટિક મશીન ડ્રેનેજ કામને બનાવશે વધુ સરળ

રવિ અગ્રવાલ/ વડોદરા: ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા આજરોજ વડોદરા મહાનગરપાલિકાને ડ્રેનેજ ચેમ્બપરની સફાઇ કામગીરી ટેકનોલોજીના ઇનોવેશન થકી વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત રીતે થાય તેવા આશયથી અદ્યતન ટેકનોલોજીની સજજ સૌર ઊર્જા સંચાલિત રોબોટિક કલીનીંગ મશીન તથા તેના વહન માટે ઇલેકટ્રિક ગાડી આપવામાં આવી.

આ રોબોટિક કલીનીંગ મશીન જીયુવીએનએલના મેનેજીંગ ડાયરેકટર શાહમીના હુસેનના હસ્તેમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એડી.સિટિ એન્જીશન્યેર શૈલેષ નાયકને સુપ્રત કરવામાં આવી. કાર્યક્રમમાં બંને મહાનુભાવો ઉપરાંત ગુજરાત સી.એસ.આર. ઓથોરિટીના પ્રતિનિધિ, જીયુવીએનએલ કંપની સેક્રેટરી પાર્થિવ ભટ્ટ તેમજ રોબોટિક મશીન બનાવનાર કલબ ફર્સ્ટન રોબોટિકસના મેનેજીંગ ડાયરેકટર ભુવનેશ મિશ્રા ઉપસ્થિત રહયાં હતા.

આ મશીન થકી 'સ્વાચ્છ ભારત મિશન' હેઠળ કાર્યરત સેનિટેશનની કામગીરીને વધુ વેગ મળશે, તેમજ ડ્રેનેજ અને ગટર ચેમ્બરની સફાઇ કામગીરી જૂની પ્રણાલિકાને બદલે આધુનિક મશીન વડે ખૂબ આસાનીથી, ઝડપી અને ચોકસાઇ સાથે વધુ સુરક્ષિત બની રહેશે. આ રોબોટિક કલીનીંગ મશીન જયપુર સ્થિતિ કલબ  ફર્સ્ટે રોબોટિકસ પ્રા.લી. દ્વારા ‘મેઇક ઇન ઇન્ડીયા’ અંતર્ગત બનાવવામાં આવેલ છે. જેનું નામ ઝેના 6.0 આપવામાં આવેલ છે.

આ મશીન સૌર ઊર્જા સંચાલિત બેટરી તેમજ કેમેરાથી સજજ કરેલ છે, જેથી તે દરેક વાતાવરણમાં કામ કરવા સક્ષમ, વોટરપ્રુફ, એક વખત ચાર્જ કર્યા બાદ સાત દિવસ સુધી કામ લઇ શકાય, 15 મીટર ઊંડે  ડ્રેનેજ ચેમ્બજરમાં જઇ 100 કિલો સુધીનો કચરો ભેગો કરી તેને ચેમ્બરમાં એકઠો કરી સફાઇ કરી શકે છે. આ ઉપરાંત આ મશીનમાં 12 અલગ અલગ પ્રકારના હાનિકારક ગેસને ઓળખી શકવાના સેન્સર લગાવવામાં આવેલ છે, જેથી ડ્રેનેજ ચેમ્બરરના કામ દરમિયાન સફાઇ કામગીરી વધુ સુરક્ષિત રીતે થશે. સદર મશીનમાં લગાવવામાં આવેલ અલ્ટ્રા્ એચ.ડી. કેમેરાથી રાત્રે પણ સફાઇ કામગીરી હાથ ધરી શકાશે ઉપરાંત જી.પી.એસ. અને જી.એસ.એમ. ટેકનોલોજીથી હોવાથી આ મશીનને  કોઇપણ જગ્યા્એથી ટ્રેક પણ કરી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news