'આજ તેરે કો માર હી ડાલગે, આજ તો તું ગયા', ધારાસભ્ય શૈલેષ મહેતાનું પેટ્રોલ પંપ પણ સુરક્ષિત નથી, થયો મોટો કાંડ!

ડભોઇના ભાજપ ધારાસભ્ય શૈલેષ મહેતાનો વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ પર પેટ્રોલ પંપ આવેલો છે, જેનું સંચાલન તેમનો દિકરો ધ્રુમિલ મહેતા કરે છે. ગઈકાલે રાત્રે 9 થી 9.15ના અરસામાં બે બાઈક પર 4 શખ્સો પેટ્રોલ પુરાવા આવ્યા હતા.

'આજ તેરે કો માર હી ડાલગે, આજ તો તું ગયા', ધારાસભ્ય શૈલેષ મહેતાનું પેટ્રોલ પંપ પણ સુરક્ષિત નથી, થયો મોટો કાંડ!

રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરામાં ધારાસભ્ય શૈલેષ મહેતાનું પેટ્રોલ પંપ સુરક્ષિત નથી. જી હા...ધારાસભ્ય શૈલેષ મહેતાના પેટ્રોલ પંપ પર ગઈકાલે રાત્રે કેટલાક શખ્સોએ કર્મચારીઓને માર મારી લૂંટી લીધા. જે અંગેની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાતા હડકંપ મચી જવા પામ્યો છે. 

તલવાર અને પ્લાસ્ટિકની પાઇપ લઈને મારામારી
ડભોઇના ભાજપ ધારાસભ્ય શૈલેષ મહેતાનો વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ પર પેટ્રોલ પંપ આવેલો છે, જેનું સંચાલન તેમનો દિકરો ધ્રુમિલ મહેતા કરે છે. ગઈકાલે રાત્રે 9 થી 9.15ના અરસામાં બે બાઈક પર 4 શખ્સો પેટ્રોલ પુરાવા આવ્યા હતા, પેટ્રોલ પુરાવતા સમયે બાઇક ચાલાક ગાળાગાળી કરી રહ્યા હતા. જેથી પેટ્રોલ ભરતાં કનૈયા ફેલાશ લુહારએ ગાળો નહીં બોલાવનું કહેતાં પેટ્રોલ પૂરાવી રહેલા શખ્સો ઉશ્કેરાઈ ગયા અને કર્મચારી સાથે ઝઘડો કરી ઝપાઝપી કરવા લાગ્યાં. જેને લઇ ફરિયાદી વિશાલ પરમાર વચ્ચે પડતાં આરોપીઓએ તેમને પણ માર માર્યો. આરોપીઓએ કર્મચારી પાસેથી 80 થી 90 હજારની રોકડ લૂંટી લીધી. કર્મચારીએ બાઇક ચાલકની બાઇકની ચાવી કાઢી લેતા બાઇક ચાલકે ફોન કરી અન્ય 20 થી 25 લોકોને બોલાવી લીધા, જેવો હાથમાં તલવાર અને પ્લાસ્ટિકની પાઇપ લઈને આવી મારામારી કરવા લાગ્યા. 

લોખંડનો રોડ તથા હાથમાં પહેરેલા કડાથી હુમલો કર્યો
ફરિયાદીએ ફરિયાદમાં લખાવ્યું છે કે મેનેજર વિષ્ણુભાઈ શંકરભાઈ મોટવાણીને પણ જાણ થતા તેઓ પણ આવી ગયેલ અને આ તમામ માણસો મને તથા મારી સાથે નોકરી કરતા દિગ્નેશ મનસુખગીરી ગૌરવામી તેમજ અમારા મેનેજરને પણ માર મારવા લાગેલ અને અમારા મેનેજર તેમજ મને પ્રથમ આવેલ ચાર પૈકી બે જણાએ માથામા પેટ્રોલપંપ ઉપર પડેલ લોખંડનો રોડ તથા હાથમાં પહેરેલ કડુ તેમજ બીજાએ માથાના વાળ સરખા કરવાનો શોયો ગળાની ડાબી બાજુ મારી દીધો હતો. “આજ તેરે કો માર હી ડાલગે, આજ તો તું ગયા" તેમ કહી મારવા લાગેલ અને મને માથામા તેમજ ગાળાના ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું. અને અન્ય નોકરી કરતા કર્મચારીઓને પણ ગળદાપાટુનો તેમજ પાઇંપો તેમજ સોયા વડે માર મારી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. મને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પીટલમાં લઇ ગયા હતા જ્યાં સારવાર ચાલી રહી છે.

2 શખ્સોની ધરપકડ કરી
સમગ્ર બનાવની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, હરણી પોલીસે ચીરૂ સિકલીંગર , ક્રિપાલસિધ સિકલીગર સાથે અન્ય 2 અજાણ્યા ઈસમો સાથે 20 થી 25 અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધી છે. જેમાં પોલીસના 45 જવાનો, 4 PCR, 4 PI, 2 ACP, ડીસીપી ક્રાઈમ અને જોઇન્ટ સીપી દ્વારા એકતાનગર વિસ્તારમાં સયુક્ત કોમ્બિંગ હાથ ધરી 2 શખ્સો ચીરૂ સિકલીંગર, ક્રિપાલસિંગ સિકલીગર તાત્કાલિક ધરપકડ કરી.

ધારાસભ્યના પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરા બંધ
મહત્તવની વાત છે કે સમગ્ર ઘટના બની તે સમયે પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરા બંધ હતા. એટલે ક્યાંક શંકા ઉપજી રહી છે. ધારાસભ્યના પેટ્રોલ પંપના સીસીટીવી કેમેરા બંધ હતા તો પોલીસ શું કાર્યવાહી કરશે તે સવાલો પણ ઉઠી રહ્યા છે. મહત્વની વાત છે કે સમગ્ર બનાવને લઇ પોલીસ રાજકીય દબાણમાં કાર્યવાહી કરી રહી હોય તેવું ફલિત થઈ રહ્યું છે. હાલમાં તો પોલીસ જે થિયરી તૈયાર કરી છે એના પર વધુ તપાસ કરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news