વડોદરાના લંપટ વકીલ કેસમા પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો

વડોદરાના લંપટ વકીલ કેસમા પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો
  • આરોપીના મોબાઈલમાં અન્ય મહિલાઓ સાથેના બિભત્સ ફોટા હોવાની પણ માહિતી છે ત્યારે પોલીસે આ ફોટો કઈ મહિલાના છે, શું તેમને પણ બ્લેકમેલ નથી કરી અને તે દિશામાં તપાસ કરવા આરોપીના રિમાન્ડ પણ ના માંગ્યા

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં સિનિયર વકીલનો જુનિયર વકીલ સાથેનો બિભત્સ વિડિયો વાયરલ થયા બાદ જુનિયર વકીલે સિનિયર વકીલ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. જેમાં આરોપી વકીલ વિઠ્ઠલ પ્રસાદ પંડિત નાટ્યાત્મક રીતે પોલીસ સમક્ષ હાજર થયો હતો અને કોર્ટમાંથી જામીન પર છૂટી પણ ગયો છે. મહત્વની વાત છે કે પોલીસે આરોપી વકીલ સામે આટલો ગંભીર આરોપ હોવા છતાં રિમાન્ડની માંગણી ના કરતા પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠ્યા છે. 

વકીલને છોડવામાં પોલીસની ભૂમિકા શંકામાં 

વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં જુનિયર વકીલ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે તેના સિનિયર વકીલ વિઠ્ઠલ પ્રસાદ પંડિતે તેને ધાક ધમકી આપી હતી. માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે વીડિયો કોલ કરાવી વારંવાર ન્યૂડ થવા માટે બ્લેકમેલ કર્યું હતું. એટલું જ નહિ વીડિયો કોલ રેકોર્ડ કરી તેના પત્નીને કહી વીડિયો વાયરલ પણ કરાવ્યો હતો. આ મામલે પોલીસે આરોપી વકીલ વિઠ્ઠલ પ્રસાદ પંડિત અને તેની પત્ની સંગીતા પંડિત સામે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં પત્નીની ધરપકડ કરી તેને પોલીસ સ્ટેશનથી જ જામીન પર છોડી દેવામાં આવી. જ્યારે આરોપી વકીલ નાટ્યાત્મક રીતે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો અને એ જ દિવસે કોર્ટમાંથી જામીન પર છૂટી પણ ગયો. મહત્વની વાત છે કે ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે, વકીલ અવાર નવાર તેના ઘરે આવતો, અને કોઈ ના હોય ત્યારે તેના શારીરિક અડપલાં કરતો હતો. તેની પાસે બીભત્સ માંગણી કરતો હતો. પણ પીડિતા તેના તાબે ના થઈ એટલે બિભત્સ વીડિયો વાયરલ કરી બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું. 

પોલીસે વકીલની કોઈ તપાસ ન કરી 

મહત્વની વાત છે કે પોલીસ આરોપી વકીલ વિઠ્ઠલ પ્રસાદ પંડિતને બચાવવાની ભૂમિકામાં હોય તે રીતે તપાસ કરી. કોર્ટમાં જજ સમક્ષ કોઈપણ આરોપીને હાજર કરવામાં આવે ત્યારે તેનો આરટીપીસીઆર (rtpcr) રિપોર્ટ પોલીસ કઢાવે છે. રિપોર્ટ આવ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. પરંતુ આરોપી વકીલ હોવાથી પોલીસે rtpcr રિપોર્ટના બદલે કોરોનાનો રેપિડ ટેસ્ટ કરાવ્યો. રિપોર્ટ નેગેટિવ આવતા કોર્ટમાં રજુ કરી દેવાયો. એટલું જ નહિ આરોપીના મોબાઈલમાં અન્ય મહિલાઓ સાથેના બિભત્સ ફોટા હોવાની પણ માહિતી છે ત્યારે પોલીસે આ ફોટો કઈ મહિલાના છે, શું તેમને પણ બ્લેકમેલ નથી કરી અને તે દિશામાં તપાસ કરવા આરોપીના રિમાન્ડ પણ ના માંગ્યા. સાથે જ આરોપી ફરાર થયો ત્યારે તેની કોણે મદદ કરી, શું આરોપી સાથે અન્ય કોઈ વ્યક્તિની પણ સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ ના કરી.

આરોપી વિઠ્ઠલ પ્રસાદ પંડિત વકીલ હોવાની સાથે ગોત્રી વિસ્તારમા આવેલ બહુચર માતા મંદિરનો પૂજારી અને માલિક પણ છે. મંદિરમાં બનાવેલ ઓરડીમાં જ રહી આરોપી યુવતી સાથે બિભત્સ રીતે વીડિયો કોલ કરતો હતો. ત્યારે મંદિરમાં જઈને પણ પોલીસે તપાસ ના કરી.

આરોપી વકીલ અને પૂજારી વિઠ્ઠલ પ્રસાદ પંડિતને ભલે જામીન મળી ગયા હોય પણ પીડિતા અને તેનો પરિવાર હજી લડી લેવાના મૂડમાં છે તેવું જાણવા મળ્યું છે, પીડિતા કેસમાં યોગ્ય તપાસ ના કરનાર અધિકારી અને એસીપી વિરૂદ્ધ પોલીસ કમિશનરને અરજી આપી ફરિયાદ કરશે તેવી પણ માહિતી મળી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news