વડોદરા : 85 દિવસથી બંધ ખંડેરાવ માર્કેટ આજે ખૂલ્યું, દરેક દુકાનની બહાર ગોળ કુંડાળા દોરાયા

વડોદરા નું સૌથી મોટું ખંડેરાવ શાકભાજી માર્કેટ આજથી શરૂ થયું છે. કોરોના વાયરસને પગલે જાહેર કરાયેલા લોકડાઉનના કારણે ખંડેરાવ માર્કેટ છેલ્લા 85 દિવસથી બંધ હતું. ત્યારે આજે ઓડ ઈવન પદ્ધતિના આધારે માર્કેટ ખોલવામાં આવ્યું છે. જેથી વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળ્યાં છે. 85 દિવસથી તેમનો ધંધો બંધ હતો. તો શાકભાજીના અન્ય નાના વેપારીઓને પણ તકલીફ પડી રહી હતી. ગઇકાલે જ વડોદરા પાલિકાએ માર્કેટ શરૂ કરવા પરવાનગી આપી હતી. શાકભાજીના વેપારીઓએ મોઢા પર માસ્ક પહેરીને દુકાનો શરૂ કરી છે. માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન માટે ગોળ કુંડાળા દોરાયા છે. 
વડોદરા : 85 દિવસથી બંધ ખંડેરાવ માર્કેટ આજે ખૂલ્યું, દરેક દુકાનની બહાર ગોળ કુંડાળા દોરાયા

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા નું સૌથી મોટું ખંડેરાવ શાકભાજી માર્કેટ આજથી શરૂ થયું છે. કોરોના વાયરસને પગલે જાહેર કરાયેલા લોકડાઉનના કારણે ખંડેરાવ માર્કેટ છેલ્લા 85 દિવસથી બંધ હતું. ત્યારે આજે ઓડ ઈવન પદ્ધતિના આધારે માર્કેટ ખોલવામાં આવ્યું છે. જેથી વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળ્યાં છે. 85 દિવસથી તેમનો ધંધો બંધ હતો. તો શાકભાજીના અન્ય નાના વેપારીઓને પણ તકલીફ પડી રહી હતી. ગઇકાલે જ વડોદરા પાલિકાએ માર્કેટ શરૂ કરવા પરવાનગી આપી હતી. શાકભાજીના વેપારીઓએ મોઢા પર માસ્ક પહેરીને દુકાનો શરૂ કરી છે. માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન માટે ગોળ કુંડાળા દોરાયા છે. 

Unlock-1 માં અનસેફ બન્યું અમદાવાદ, કોરોનાનું સંક્રમણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું 

ખંડેરાવ શાકભાજી માર્કેટ છેલ્લા 85 દિવસથી બંધ હતું
વડોદરાનું સૌથી મોટું ખંડેરાવ શાકભાજી માર્કેટ છેલ્લા 85 દિવસથી બંધ હતું. જેથી વેપારીઓની હાલત કફોડી બની હતી. વડોદરા મહાનગરપાલિકા માર્કેટ શરૂ કરવા મંજૂરી આપી રહ્યું ન હતું. જેથી ફળ, ફૂલ અને શાકભાજીના 700 થી વધુ વેપારીઓ બેરોજગાર બન્યા હતા. વડોદરામાં દરેક માર્કેટ ખુલ્યા હતા, પણ ખંડેરાવ માર્કેટ બંધ રાખવામાં આવ્યં હતું. જેથી વેપારીઓએ અનેકવાર પાલિકા કમિશનર, મેયરને રજૂઆત કરી હતી.

‘પક્ષપલટુએ ગામમાં આવવું નહિ...’ મોરબીના વધુ એક ગામમાં બ્રિજેશ મેરજાના વિરોધમાં બેનર લાગ્યા

વેપારીઓની મેયરને રજુઆત
ગઈકાલે ખંડેરાવ માર્કેટના વેપારીઓની મેયરને રજુઆત કરાઈ હતી. વેપારીઓની રજુઆતને ધ્યાનમાં રાખી મેયરે ખંડેરાવ માર્કેટ ગુરુવારથી ખોલવા માટે મંજૂરી આપી હતી. કોરોના મામલે તમામ સરકારી નીતિ નિયમો સાથે માર્કેટ ખોલી શકાશે તેવું કહ્યું હતું. આ સાથે જ કેટલીક સૂચનાઓનું અમલ કરવા જણાવ્યું હતું. જેમ કે....

  • સવારે 8 થી બપોરે 4 વાગ્યા સુધી જ ખંડેરાવ માર્કેટ ખુલ્લું રહેશે. 
  • માર્કેટમાં પથારાવાળા બેસી શકશે નહિ
  • વેપારીએ માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું અને ગ્રાહકને કરાવવાનું રહેશે
  • જો કોઈ સંક્રમિત વ્યક્તિ માર્કેટમાં આવશે અથવા કોરોના પોઝિટિવ આવશે તો માર્કેટ બંધ થઈ શકે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news