ઘટસ્ફોટ: પીડિતાને પહોંચેલી ઈજાઓ અને ડાયરીના ફોટા પાડી સંસ્થાના ટ્રસ્ટીઓને મોકલ્યા હતા, પણ...

ટ્રેનમાં આપઘાત કરનારી ગેંગરેપ પીડિતાની ડાયરીના છેલ્લા અડધા પેજના ફોટો પાડીને સોશિયલ મીડીયા દ્વારા મોકલીને ડિલીટ કરી નાંખવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે.

ઘટસ્ફોટ: પીડિતાને પહોંચેલી ઈજાઓ અને ડાયરીના ફોટા પાડી સંસ્થાના ટ્રસ્ટીઓને મોકલ્યા હતા, પણ...

રવિ અગ્રવાલ/વડોદરા: શહેરમાં ચર્ચિત યુવતીના ગેંગરેપ અને આપઘાત કેસમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આજે રેલવે પોલીસમાં નોધાયેલ ફરિયાદમાં એક મોટો ખુલાસો થયો છે. જેમાં ઓએસીસ સંસ્થા શંકાના દાયરામાં આવી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ટ્રેનમાં આપઘાત કરનારી ગેંગરેપ પીડિતાની ડાયરીના છેલ્લા અડધા પેજના ફોટો પાડીને સોશિયલ મીડીયા દ્વારા મોકલીને ડિલીટ કરી નાંખવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે.

વડોદરામાં યુવતી પર ગેંગરેપ અને આપઘાત ઘટનામાં સંસ્થાની મેન્ટરએ જ પીડિતાને પહોંચેલી ઈજાઓ અને તેણીએ લખેલી ડાયરીના ફોટા પાડી સંસ્થાના ટ્રસ્ટીઓને મોકલ્યા હતા. આ સિવાય યુવતીના વોટસએપ મેસેજીસ પણ ડિલીટ કરી નાખ્યાં હોવાનુ તપાસમાં ખુલ્યું છે. સંસ્થાનું હિત ઈચ્છતી વ્યકિતઓ પીડિતાની સાયકલ અંગે કંઈ સ્પષ્ટ જણાવતા નહિ હોવાનો રેલવે પોલીસની ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ સિવાય સંભવિત પુરાવાઓનો પણ નાશ કર્યા હોવાનો FIRમાં ઉલ્લેખ કરાતા ખળભળાટ મચ્યો છે.

આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે યુવતીના શરીરે જે ઇજા થઇ હતી તેના ફોટો પાડી તે જે સંસ્થામાં કામ કરતી હતી તે  સંસ્થાની મેન્ટરે સંસ્થાના ટ્રસ્ટીઓને પીડિતાની લખેલી ડાયરીના છેલ્લા અડધા પાનાના મોબાઇલમાં ફોટો પાડી સોશિયલ મીડિયાથી મોકલ્યા હતા. ત્યારબાદ ડીલીટ કરી દીધા હતા. મૃતક યુવતીએ ડાયરીમાં લખેલા લખાણની પછીના પાના ફાડી નાખ્યા હોવાનું જણાઇ રહ્યું છે.

અત્રે નોંધનીય છે કે, પીડીતાએ 4 તારીખે વલસાડના પ્લેટફોર્મ નંબર 4 પર ઉભેલી ગુજરાત ક્વિન ટ્રેનમાં આપઘાત કર્યો હતો. બનાવની તપાસમાં પીડિતા વડોદરાની સંસ્થા ઓએસિસ (શાલીન એપાર્ટમેન્ટ-2, રેસકોર્સ, વડોદરા)માં છેલ્લા 2 વર્ષથી ફેલોશિપ ટ્રેનિંગ લેતી હોવાનું જાણવા મળ્યું હતું. યુવતી પાસેથી મળેલી બેગમાં એંગ્રેજીમાં લખેલી ઓરેન્જ રંગની ડાયરી મળી હતી. જેમાં 29 તારીખે બનેલા બનાવની વિગતો હતી.

પોલીસે નોધાવેલી ફરિયાદમાં જાણવા મળ્યું છે કે, પીડીતાએ 4 તારીખે વલસાડના પ્લેટફોર્મ નંબર 4 પર ઉભેલી ટ્રેનમાં આપઘાત કર્યો હતો. ઘટનાની તપાસમાં પીડિતા વડોદરાની સંસ્થા ઓએસિસ (શાલીન એપાર્ટમેન્ટ-2, રેસકોર્સ, વડોદરા)માં છેલ્લા 2 વર્ષથી ફેલોશિપ ટ્રેનિંગ લેતી હોવાનું જાણવા મળ્યું હતું. યુવતી પાસેથી મળેલી બેગમાં એંગ્રેજીમાં લખેલી ઓરેન્જ રંગની ડાયરી મળી હતી. જેમાં 29 તારીખે બનેલા બનાવની વિગતો હતી.

પોલીસની વલસાડમાં આત્મહત્યા માટેની દુષ્પ્રેરણાની ફરીયાદ
જોકે આજે રેલ્વે પોલિસે વલસાડમા આત્મહત્યા માટેની દુષ્પ્રેરણાની ફરીયાદ દાખલ કરી છે અને વેક્સિન મેદાનમા ત્રણ ઈસમો પીડિતાના હાથપગ બાધીને લઈ ગયા હતા. તેને કારણે યુવતીએ આત્મહત્યા કરી છે તેવુ પોલીસ તપાસમા બહાર આવ્યુ છે. સામૂહિક દૂષ્કર્મની આ ઘટનામા રેલ્વે પોલિસ ,વડોદરા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે, પોલીસે ચાર શકમંદોને પકડ્યા પણ હતા. જોકે હજુ સુધી દૂષ્કર્મની ધટનાનો ભેદ પોલીસ ઉકેલી શકી નથી. યુવતીની ડાયરી અને ત્રણ વિક્ટીમના નિવેદનના આધારે પોલીસ તપાસ કરી રહી છે અને હાથ પગ બાધીને ઝાડીઓમા લઈ જવામા ત્રણ ઈસમો હોવાની પોલિસને વિગતો મળી છે. જોકે દૂષ્કર્મ થયુ છે તેવા કોઈ ઠોસ પુરાવા પોલીસને મળ્યા નથી. પોલીસ માની રહી છે કે, ત્રણ લોકો પિડીતાને હાથપગ બાધીને ઝાડીઓમા લઈ ગયા હતા. જોકે દુષ્કર્મ થયુ છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાના આધારે ત્રણ ઈસમો દુષ્પ્રેરણા માટે જવાબદાર હોવાનુ પોલીસ માની રહી છે.

13 દિવસની તપાસમા પોલિસની 5 એજન્સીઓ માત્ર આત્મહત્યાની ઘટના ચકાસી શકી છે અને યુવતીએ આત્મહત્યા કરી હોવાનુ બહાર આવ્યુ છે. જોકે વેક્સિન મેદાનમા યુવતી સાથે શું થયુ અને ત્રણ ઈસમો કોણ હતા તે હજુ સુધી પોલીસ શોધી શકી નથી. જોકે પોલીસે અનેક લોકોની પુછપરછ કરી છે. તેમ છતાં પોલીસને હજી સુધી કોઈ સફળતા હાથ નથી લાગી, ત્યારે નરાધમો ક્યારે પકડાશે તે સવાલ સૌ કોઈ પૂછી રહ્યું છે.

બીજીવાર દુષ્કર્મ ન થાય તે ડરથી યુવતીએ સેક્સ મેનિયાકથી પીછો છોડાવીને ટ્રેનમાં આત્મહત્યા કરી  
વડોદરામા યુવતી પર સામૂહિક દુષ્કર્મ અને આપધાતનો મામલો હજી ગૂંચવાયેલો છે. પરંતુ સુરત બસ ડેપો પર યુવતીનો પીછો કરનાર શખ્સ સેક્સ મેનિયાક નીકળ્યો હતો. તેણીએ સુરત એસટી ડેપોથી રેલ્વે સ્ટેશન સુધી યુવતીનો પીછો કર્યો હતો. તેણે યુવતીની સુરત રેલ્વે સ્ટેશન પર પજવણી પણ કરી હતી. આવામાં ફરીથી બળાત્કાર થશે તેવા ડરથી યુવતીએ ટ્રેનમાં જ આત્મહત્યા કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસ આ ખુલાસો થયો છે. 

વડોદરા પોલીસ ચકલી સર્કલ વિસ્તારમાંથી પસાર થતા રીક્ષા ચાલકોની પૂછપરછ કરી રહી હતી. આ મામલે 500 થી વધુ રિક્ષા ચાલકોના નિવેદન લેવાયા હતા. સાથે જ આસપાસની દુકાનમાં તપાસ થઈ રહી હતી. આ મામલે ખુદ રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ ખાતરી આપી હતી કે, તેઓ પીડિતાનો ભાઈ બનીને ન્યાય અપાવીશ. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વધુ એક ઘટસ્ફોટ થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news