વડોદરા દુષ્કર્મ કેસમાં હજી સુધી ન્યાય ન મળતા દીકરીની માતાની ધીરજ ખૂટી, ભીની આંખે વેદના વ્યક્ત કરી
વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડ પર યુવતી પર આચરવામાં આવેલી સામૂહિક દુષ્કર્મના બનાવને એક મહિના કરતા વધુ સમય વિતી ચૂક્યો છે. ત્યારે આ ચર્ચાસ્પદ બનાવની તપાસ ક્યાં સુધી પહોંચી તે તેની માહિતી મેળવવા પીડિતાના માતા-પતિ વડોદરા રેલવે એસ.પીની કચેરીએ પહોંચ્યાં હતા. જ્યાં ભીની આંખે માતાએ પોતાની વેદના વ્યક્ત કરતા સંસ્થા સામે અનેક ગંભીર આરોપો લગાવતા સ્ફોટક વાત કરી હતી. તેમણે કહ્યું કે, ઓએસિસ સંસ્થાને કારણે જ તેમની દીકરીનું મોત નિપજ્યુ છે.
Trending Photos
હાર્દિક દિક્ષીત/વડોદરા :વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડ પર યુવતી પર આચરવામાં આવેલી સામૂહિક દુષ્કર્મના બનાવને એક મહિના કરતા વધુ સમય વિતી ચૂક્યો છે. ત્યારે આ ચર્ચાસ્પદ બનાવની તપાસ ક્યાં સુધી પહોંચી તે તેની માહિતી મેળવવા પીડિતાના માતા-પતિ વડોદરા રેલવે એસ.પીની કચેરીએ પહોંચ્યાં હતા. જ્યાં ભીની આંખે માતાએ પોતાની વેદના વ્યક્ત કરતા સંસ્થા સામે અનેક ગંભીર આરોપો લગાવતા સ્ફોટક વાત કરી હતી. તેમણે કહ્યું કે, ઓએસિસ સંસ્થાને કારણે જ તેમની દીકરીનું મોત નિપજ્યુ છે.
છેલ્લા 27 દિવસથી પોલીસ યુવતી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીઓને શોધી રહી છે. પરંતુ કોઈ સફળતા હજુ સુધી મળી નથી. ત્યારે આજ રોજ પીડિતાના પરિવારે પોતાની વેદના વ્યક્ત કરતા ઓએસિસ સંસ્થા પર આરોપ લગાવ્યા હતા. યુવતીની માતાનું કહેવું છે કે સંસ્થાની બેદરકારીના કારણે દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટના બની તે દિવસે દીકરીએ સંસ્થાને જાણ કરી હતી, જો સંસ્થાએ પોલીસને જાણ કરી હોત તો દીકરી બચી જાત. તપાસમાં દિલ્હીના કોઈ ઉચ્ચ અધિકારી સંસ્થાને બચાવી રહ્યા હોવાના આક્ષેપ યુવતીની માતાએ કર્યા હતા. તેમજ કેટલાક રિટાયર્ડ અધિકારીઓ દ્વારા ઓએસિસને ફંડ આપવામાં આવી રહ્યું છે તેમ જણાવ્યું.
યુવતીના પિતાએ પણ ઓએસિસ સંસ્થામાં ગેરરીતી ચાલતી હોવાના આક્ષેપ લગાવ્યા હતા અને કહ્યું કે સંસ્થામાં યુવતીઓનું બ્રેઈન વોશ કરવામાં આવી રહ્યું છે. સંસ્થામાં જોડાયેલી યુવતીઓ માબાપથી દૂર થઈ જાય છે. સંસ્થામાં દીકરીને મૂકી એ અમારી મોટી ભૂલ હતી. ત્યારે અમારી દીકરી સાથે બનેલી ઘટના ઓએસિસ સંસ્થા સાથે જોડાયેલી તમામ દીકરીઓના પરિવાર માટે ચેતવણીરૂપ ઘટના છે.
ઉલ્લેખનીય છે કે 27 દિવસ થી યુવતીનો પરિવાર આરોપીઓ ક્યારે પકડાશે તેની રાહ જોઈ રહ્યો છે. પરંતુ તેમને ન્યાય ન મળતા હવે તેમની પણ ધીરજ ખૂટી છે. સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજુઆત કરવામાં આવી છે અને પીડિતાના પરિવારે વળતરની માંગ કરી છે. હાલ તો પોલીસની એક મહિનાની તપાસમાં કંઈ જ હાથ લાગ્યું નથી. ત્યારે આરોપીઓ ક્યારે પકડાશે તે જોવું રહ્યું.
આમ, યુવતીના માતાપિતાએ ન્યાય માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે મદદની ગુહાર લગાવી છે. વહેલી તકે આરોપીઓ પકડાય અને તેમને સખતમાં સખત સજા મળે તેવી માંગ કરાઈ છે. પીડિતાના માબાપ સાથે મહિલા સુરક્ષા સમિતિના ચેરમેન શોભના રાવલ પણ અધિકારીઓને મળ્યાં હતા. રાજ્ય સરકાર પીડિતાના પરિવારને આર્થિક સહાય કરે તેવી પણ માંગ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે