ગુજરાતની સ્કૂલોમાં કોરોનાની મોટી અસર; વડોદરાની 11 પ્રાથમિક શાળાઓમાં તાબડતોડ શિક્ષણ બંધ કરાયું
ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને ભાવનગરમાં એક શિક્ષક સહિત 44 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે. જેના કારણે સુરતની 7, રાજકોટની 3 અને વડોદરાની 11 શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. કોરોના સંક્રમણના સતત વધતા કેસને લઈ 11 પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ બંધ કરાયું હોવાના સમાચાર મળી રહ્યા છે. આ સ્કૂલોમાં બાળકો અને શિક્ષકોમાં કોરોના સંક્રમણ વધતા શાળામાં ઓફ લાઈન કલાસ બંધ કરાયા છે અને ઓન લાઈન શિક્ષણ ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે.
તમને જણાવી દઈએ કે 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થયું છે, તો બીજી બાજુ શાળાઓએ શિક્ષણ બંધ કર્યું છે. ગઈકાલે વડોદરાની બે શાળાના 1-1 વિદ્યાર્થી તો એક શાળાના શિક્ષક સંક્રમિત થયા હતા. પેરેન્ટ્સ એસોસિએશન ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાના પક્ષમાં છે. ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને ભાવનગરમાં એક શિક્ષક સહિત 44 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે. જેના કારણે સુરતની 7, રાજકોટની 3 અને વડોદરાની 11 શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
કઈ કઈ ખાનગી પ્રાથમિક શાળાઓએ ઓફલાઈન શિક્ષણ બંધ કર્યું
1. નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ,
2. નવરચના સ્કૂલ, સમા
3. નવરચના વિદ્યાની સ્કૂલ, સમા
4. નાલંદા ઇન્ટરનેશનલ
5. પોદાર વલ્ડ સ્કૂલ, સમા
6. પોદાર સ્કૂલ, શેરખી
7. પોદાર સ્કૂલ, માણેજા
8. કોન્વેન્ટ સ્કૂલ
9. બ્રાઇટ સ્કૂલ , વાસના
10. સંત કબીર સ્કૂલ
11. બિલાબોન્ગ સ્કૂલ
12. બરોડા હાઈસ્કૂલએ પરીક્ષા પણ ઓનલાઈન લેવાનું શરૂ કર્યું
13. ભવન્સ સ્કૂલમાં ડિસેમ્બરથી ઓફલાઈન કલાસ બંધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે