આગાહીને જોતા એલર્ટ! ગુજરાતના આ શહેરની શાળામાં આવતીકાલે રજા જાહેર કરાઈ
વડોદરા શહેર જળબંબાકાર બની ગયું છે અને શહેરના મોટાભાગના વિસ્તારો પાણી ભરાયા છે, વડોદરા ડીઇઓ દ્વારા આવતીકાલે (29 ઑગસ્ટ) પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વડોદરાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.
Trending Photos
Heavy Rain Vadodara: મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ, મધ્ય, ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે નદી-નાળા છલકાય છે. અમુક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. ત્યારે વડોદરા શહેરમાં ભારે વરસાદના કારણે ઉદભવેલી પૂરની સ્થિતિને કારણે આવતીકાલે (29 ઓગસ્ટ 2024) તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.
વડોદરા શહેર જળબંબાકાર બની ગયું છે અને શહેરના મોટાભાગના વિસ્તારો પાણી ભરાયા છે, વડોદરા ડીઇઓ દ્વારા આવતીકાલે (29 ઑગસ્ટ) પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વડોદરાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.
ભારે વરસાદના કારણે વડોદરાનું તંત્ર દોડતુ થઇ ગયુ છે. વિવિધ વિસ્તારોમાં ભરાયેલ પાણીના કારણે વાહનવ્યવહાર ઠપ થયો છે. વિદ્યાર્થીઓને વધારે મુશ્કેલી ન થાય તેને લઇ વિવિધ જિલ્લાઓના કલેક્ટરો દ્વારા રજાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદથી જિલ્લાના અનેક ગામ અને શહેર પ્રભાવિત થયા હતા. જેમાં મોટા ભાગના વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાઇ જતા સ્થિતી કથળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે