વડોદરામાં ડેંગ્યુનો કાળોકેર:3 દિવસમાં 4 લોકોનાં મોત છતા તંત્રના ઢાક પીછોડા
Trending Photos
રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરામાં ડેન્ગયુએ માથુ ઉંચકયુ છે. છેલ્લા ત્રણ દિવસમાં ચાર લોકોના ડેન્ગયુના કારણે શંકાસ્પદ મોત નિપજતાં હડકંપ મચી જવા પામ્યો છે. ડેન્ગયુના વધતા વાવરને પગલે વિપક્ષે વડોદરાને ડેન્ગયુગ્રસ્ત જાહેર કરવા માંગ કરી છે. વડોદરામાં છેલ્લા 72 કલાકમાં ડેન્ગયુના કારણે બે યુવાનો, એક વૃદ્ધ અને એક મહિલાનું મોત નિપજયું છે. જેના કારણે આરોગ્ય તંત્રની કામગીરી પર સવાલ ઉઠયા છે. સૌપ્રથમ વડોદરામાં ગોત્રીમાં રહેતા 31 વર્ષના કૌશલ પટેલનું મોત નિપજયું.
ત્યારબાદ તરસાલીના 24 વર્ષના કૌશલ સેવકનું મોત નિપજયું, ત્યારબાદ પશ્ચિમ વિસ્તારમાં જ રહેતા વૃદ્ધ રમેશ સોલંકીનું ડેન્ગયુથી મોત નિપજયું. જયારે તરસાલીમાં રહેતા શોભા પરમાર નામની મહિલાનું પણ ડેન્ગયુથી મોત નીપજયું. સમગ્ર મામલે વિપક્ષના કોર્પોરેટરોઓ પાલિકાની સભામાં ભારે હોબાળો કર્યો અને વડોદરાને ડેન્ગયુગ્રસ્ત જાહેર કરી ડેન્ગયુના કારણે થતાં મોતના આંકડા જાહેર કરવા માંગ કરી છે.
ડેન્ગયુનો સતત કહેર વધી રહ્યો છે તેમ છતાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સબ સલામતના દાવા કરી રહ્યા છે. આરોગ્ય અધિકારી ચાલુ વર્ષે ડેન્ગયુનો કહેર વધ્યો હોવાનું સ્વીકાર કરી રહ્યા છે. પરંતુ ડેન્ગયુના કારણે મોત થયા હોવાનો ઈનકાર કરી રહ્યા છે. મહત્વની વાત છે કે વડોદરામાં ડેન્ગયુનો કહેર વધ્યો હોવા છતાં સત્તાધીશો અને અધિકારીઓ કુંભકર્ણની નિદ્રામાં સુઈ રહ્યા છે. વધતા ડેન્ગયુના પગલે કોગ્રેસના કોર્પોરેટરે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને પત્ર લખી વડોદરાને ડેન્ગયુગ્રસ્ત જાહેર કરવા માંગ કરી છે. ત્યારે ડેન્ગયુના પગલે રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે ડેન્ગયુને નાથવામાં વડોદરા આરોગ્ય તંત્ર કયારે સફળ થશે તેના પર સવાલ ઉઠી રહ્યા છે.
વડોદરામાં ડેન્ગયુનો વધ્યો કહેર
* જાન્યુઆરીથી અત્યાર સુધી 894 ડેન્ગયુના કેસો નોંધાયા
* વર્ષ 2017-18 કરતા ચાલુ વર્ષે ડેન્ગયુનો કહેર વધ્યો
* આરોગ્ય વિભાગ ડેન્ગયુને ડામવામાં થયો નિષ્ફળ
* ડેન્ગયુથી ત્રણ દિવસમાં ચારના નીપજયાં મોત
* આરોગ્ય વિભાગ મોતના છુપાવી રહ્યા છે આંકડા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે