Corona કાળમાં પણ આ વ્યવસાય કરતા લોકોના રહ્યા 'અચ્છે દિન', કરાવી ભરપૂર કમાણી

સાયકલ (Cycle) ખરીદવા પાછળનું બીજું એક કારણ દેશમાં પેટ્રોલ ડીઝલ (Petrol) ના ભાવમાં સતત ભાવ વધારો પણ જવાબદાર છે.

Corona કાળમાં પણ આ વ્યવસાય કરતા લોકોના રહ્યા 'અચ્છે દિન', કરાવી ભરપૂર કમાણી

હાર્દિક દિક્ષિત, વડોદરા: એક સમય હતો કે રસ્તા પર સાઇકલ (Cycle) લઈને નીકળો તો લોકો મસ્કરી કરતા હતા અને આજનો એક એવો સમય છે કે કારમાં ફરનાર વ્યક્તિ પણ સાયકલ ખરીદવા માટે જંખી રહ્યો છે. કોરોનાકાળ (Coronavirus) અને સતત વધતા મોંઘવારી ના મારે જાને સાયકલ (Cycle)  ના વ્યવસાયના સાચે જ અચ્છે દિન લાવી દીધા હોય એમ લાગી રહ્યું છે.

કોરોના (Coronavirus) મહામારીએ મોટાભાગના લોકો ને પોતાની ચપેટમાં લીધા જેમાં બીમારીથી સ્વાસ્થ્ય થયા બાદ પણ લોકો કોઈને કોઈ શારીરિક તકલીફ નો સામનો કરી રહ્યા છે. તો વળી કેટલાક લોકો પોતે પોતાના સ્વાસ્થ્ય ને લઈને ગંભીર બન્યા છે. આ ભાગદોડ ભરી જિંદગી અને ઉપર થી મોંઘવારી (Inflation) ના કારણે કેટલાક લોકો જીમ માં જવા સમય તેમજ રૂપિયા ફાળવી શકતા નથી જેથી લોકો હવે સાયકલ તરફ વળ્યાં છે.

સાયકલ (Cycle) ખરીદવા પાછળનું બીજું એક કારણ દેશમાં પેટ્રોલ ડીઝલ (Petrol) ના ભાવમાં સતત ભાવ વધારો પણ જવાબદાર છે. કેટલાક લોકો એવા છે કે જે ઘર થી પાંચ સાત કિલોમીટરના અંતરે નોકરી અથવા ધંધા માટે જવાનું હોય તો સાયકલ (Cycle) લઈને જવાનું પસંદ કરી રહ્યા છે જેથી સ્વાસ્થ્ય ની જાળવણી થઈ શકે અને સાથે પેટ્રોલ ના પૈસા પણ બચાવી શકાય

કોરોના (Coronavirus) મહામારી એ ભલભલા વ્યવસાયો નો ભોગ લઈ લીધો છે. કેટલાક વ્યવસાયમાં મંદી આવી તો વળી કેટલાક વ્યવસાયો તો ઠપ થઈ ગયા. ત્યારે એક માત્ર સાઇકલ (Cycle) નો વ્યવસાય એવો છે જેમાં દિવસે ને દિવસે તેજી આવી રહી છે. શહેરના એક સાયકલ (Cycle) ના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યાપારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અગાઉના વર્ષોમાં તેમને ક્યારેય તેમના વ્યવસાયમાં આ પ્રકારે વૃદ્ધિ જોઈ નથી.

અગાઉના સમયની વાત કરીએ તો એક સમય એવો હતો કે લોકો ફક્ત પોતાના બાળકો માટે જ સાયકલ (Cycle) ની ખરીદી કરવા માટે આવતા હતા. પરંતુ હાલનો સમય એવો છે કે શાળા કોલેજ બંધ છે છતાં લોકો સાયકલની ધૂમ ખરીદી કરી રહ્યા છે. હવે લોકો પોતાના બાળકો માટે નહીં પરંતુ પોતાના માટે સાયકલ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.

એક વર્ગ એવો છે કે જે મોંઘવારી અને પેટ્રોલ ના વધતા ભાવના કારણે સાયકલ તરફ વડ્યો છે તો બીજો વર્ગ એવો છે કે જે કોરોના કાળમાં પોતાના સ્વાસ્થ્ય ને લઈને ગંભીર બન્યો છે. કોરોના કાળ અને મોંઘવારી ના માર ને પોહચી વળવા સાયકલનો ઉપયોગ એક માત્ર ઉપાય હોય તેમ લાગી રહ્યું છે.શહેરના સાયકલ માર્કેટ માં સાયકલ ની અચાનક ડિમાન્ડ વધી જતાં વ્યવસાય તેમજ સાયકલ ની ખરીદી માં 20 ટકા નો વધારો થયો છે.

સાયકલ (Cycle) ની માંગમાં અચાનક મોટો વધારો થયો છે .ત્યારે કોરોના કાળ અને મોંઘવારીનો માર સાયકલના વેપારીઓને ફળી ગયો હોય તેમ લાગી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news