પાવાગઢ મંદિરમાં પગ મૂકવાની જગ્યા નથી, 3 લાખ ભક્તો ઉમટ્યા, ભીડમાં 20 બાળકો ખોવાયા

નવરાત્રિ બાદ ફરી એકવાર પાવાગઢ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. દિવાળી (diwali) ની રજાઓમાં મોટી સંખ્યામાં ભક્તો પાવાગઢ મંદિરે (pavagadh temple) દર્શને પહોંચ્યા છે. જોકે, કોરોના હજી ગયો નથી, ત્યારે ભક્તોની આ ભીડ ડરાવી દે તેવી છે. 
પાવાગઢ મંદિરમાં પગ મૂકવાની જગ્યા નથી, 3 લાખ ભક્તો ઉમટ્યા, ભીડમાં 20 બાળકો ખોવાયા

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :નવરાત્રિ બાદ ફરી એકવાર પાવાગઢ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી પડી છે. દિવાળી (diwali) ની રજાઓમાં મોટી સંખ્યામાં ભક્તો પાવાગઢ મંદિરે (pavagadh temple) દર્શને પહોંચ્યા છે. જોકે, કોરોના હજી ગયો નથી, ત્યારે ભક્તોની આ ભીડ ડરાવી દે તેવી છે. 
આજે બપોર સુધીમાં 3 લાખ કરતા વધુ ભક્તોએ માં મહાકાળીના દર્શન કર્યા છે. 

યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યુ છે. નવા વર્ષ નિમિત્તે અને રવિવારની રજાને લઈ દોઢ લાખથી વધુ ભક્તો એકસાથે પાવાગઢમાં ઉમટયા છે. મંદિરના દરેક પગથિયે અભૂતપૂર્વ ભીડ જોવા મળી રહી છે. હાલ પાવાગઢમાં ખાનગી વાહનોને માંચી ઉપર લઈ જવા માટે પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે ચાંપાનેર ખાતેના તમામ પાર્કિંગ ફૂલ થઈ ગયા છે. રવિવાર અને તહેવારોની સીજનને લઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. 

ભીડમાં બાળકો વિખૂટા પડ્યા

પાવાગઢમાં એટલી ભીડ એકઠી થઈ છે કે, કોઈ વિચારી ન શકે. આવામાં કેટલાક બાળકો પણ વિખૂટા પડ્યા હતા. ભીડમાં 20 જેટલા વિખુટા પડેલા બાળકોનો પોલીસ અને મંદિર ટ્રસ્ટ કન્ટ્રોલ રૂમના માધ્યમથી માતાપિતા સાથે ભેટો કરાવવામાં આવ્યો હતો. 

એક તરફ ભીડ અને બીજી તરફ, વડોદરામાં ધીમીધારે કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં ગઈકાલે કોરોનાના 5 પોઝિટિવ કેસ આવ્યા છે. ફતેગંજ, માંજલપુર અને સમા વિસ્તારમાંથી નવા કેસ આવ્યા છે. 15 દિવસમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા 56 પર પહોંચી છે. હાલમાં 2 દર્દી ઓક્સિજન પર અને 1 દર્દી વેન્ટિલેટર પર દાખલ છે,. 15 દિવસ અગાઉ વડોદરામાં કોરોનાના શૂન્ય કેસ હતા, પણ એકાએક આંકડો વધી રહ્યો છે.

No description available.

વડોદરામાં કોરોના કેસ વધતાં જાણીતા તબીબ ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, વડોદરામાં તહેવાર બાદ ધીમી ગતિએ કોરોનાના કેસ વધી રહ્યાં છે. જોકે, દેશમાં વેક્સિન અસરકારક હોવાથી કોરોના કેસમાં મોટો ઉછાળો જોવા નહિ મળે. વિદેશમાં કોરોનાનો નવો સ્ટ્રેન AY.4.2 સામે આવ્યો, જેના પર નજર રાખવાની જરૂર છે. કોરોનાનો ડેલ્ટા પ્લસનો નવો સ્ટ્રેન AY.4.2 છે. હાલ વડોદરા અને દેશમાં હાલ કોરોનાની ચિંતાજનક સ્થિતિ નથી, પણ સાવચેતી જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news