વડોદરામાં આંતરિક જૂથવાદનો સળવળાટ, પૂર્વ મહિલા ધારાસભ્યની પોસ્ટથી શરૂ થયો ગણગણાટ
Gujarat Politics : વડોદરાના પૂર્વ મહિલા ધારાસભ્ય સીમા મોહીલેએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પોતાની નારાજગી વ્યક્ત કરતા રાજકારણ ગરમાયું
Trending Photos
Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરા ભાજપમાં ફરી એકવાર જૂથબંધી સામે આવી છે. અકોટાના પૂર્વ ધારાસભ્ય સીમાબેન મોહિલેએ ફેસબુક પર પોસ્ટ કરતાં ખળભળાટ મચી ગયો છે. સીમા મોહિલેએ પોસ્ટમાં લખ્યું કે, પદ, પ્રતિષ્ઠા કે પ્રશંસાનો ભૂખ્યો આગેવાન ક્યારેય સાચો સારથી નથી હોતો. પીએમ મોદીના વડોદરામાં આગમન પહેલાં પૂર્વ ધારાસભ્યની પોસ્ટથી રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. સીમા મોહિલે હાલમાં પ્રદેશ ભાજપમાં મહિલા મોરચાના મહામંત્રી છે. સીમા મોહિલેએ શહેરના જ એક ભાજપ નેતાને ટાર્ગેટ કરી પોસ્ટ કરીનો પક્ષમાં ગણગણાટ શરૂ થયો છે.
વડોદરામાં અકોટાના પૂર્વ mla સીમાબેન મોહિલેએ ફેસબૂક પર વિવાદિત પોસ્ટ કરતાં ખળભળાટ મચી ગયો છે. પદ, પ્રતિષ્ઠા કે પ્રશંસાનો ભૂખ્યો આગેવાન ક્યારેય સાચો સારથી નથી હોતો ..તેવી કરી હતી પોસ્ટ...સીમા મોહિલે હાલ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મહામંત્રી છે. સીમા મોહિલેની આ પોસ્ટ બતાવે છે કે તેમને નારાજગી છે.
એક તરફ મહિલા આરક્ષણ બિલ પાસ થયું છે, ત્યારે એક મહિલા નેતાની આ પ્રકારની નારાજગી અને પક્ષ પર કરેલા સવાલો અનેક તર્કવિતર્ક સર્જી રહ્યાં છે. તો બીજી તરફ, 27 સપ્ટેમ્બરે પીએમ મોદી વડોદરામાં આવવાના છે. જ્યાં મહિલા આરક્ષણ બિલ પાસ થવા બદલ તેમનો અભિવાદન સમારોહ યોજાનાર છે. ત્યારે સીમા મોહિલેની આ પોસ્ટથી આંતરિક રાજકારણ ગરમાયું છે. સીમા મોહિલેએ કોના તરફ ઈશારો કર્યો છે તેવો ગણગણાટ શરૂ થયો છે. સીમા મોહિલેની આ પોસ્ટ અનેક સવાલો ઉભા કરી રહી છે. તેમને કોને સંબોધીને આ પોસ્ટ કરી છે તેવું ચર્ચાઈ રહ્યું છે.
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સત્તાનો સૂરજ સોળે કળાએ ખીલી રહ્યો છે. એવા ટાણે અનેક નેતાઓનો ભોગ લેવાયો છે અને હવે કોણ લાઈનમાં છે એ સૌ જાણે છે. લોકસભાની ચૂંટણીમાં 26માંથી 26 બેઠકો જીતવા માટે ભાજપે તૈયારી કરી લીધી છે પણ આ ચૂંટણીમાં ભાજપને ક્લિનસ્વિપથી રોકવા માટે સામે તમામ પક્ષોએ તલવારો ખેંચી લીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે