કારમાં બળીને ભડથું થયેલા બિલ્ડરના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસો, અકસ્માત નહી હત્યા હોવાની આશંકા

બુધવારે સર્જાયેલી આ ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે આ ઘટના કોઇ અકસ્માત નહી પરંતુ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે કારમાં એક જ વ્યક્તિ સવાર હતો પરંતુ બંનેના સીટ બેલ્ટ બાંધેલા હતા. 

કારમાં બળીને ભડથું થયેલા બિલ્ડરના મોતના કેસમાં ચોંકાવનારો ખુલાસો, અકસ્માત નહી હત્યા હોવાની આશંકા

રવિ અગ્રવાલ, વડોદરા: બુધવારે વડોદરાના સેવાસી સિંધરોટ રોડ પર ઇકો કારમાં અચાનક આગ લાગી હતી. વહેલી સવારે 3:30 વાગ્યાના સુમારે ઇકો કારમાં આગ ને પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટનાં કારણે કારમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. અચાનક લાગેલી જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કારમાં બેઠેલા બિલ્ડર હરીશ અમીનનું મૃત્યું થયું હતું અને અને કાર બળીને ખાખ થઇ ગઇ હતી. કાર ચાલકને પણ કારમાંથી બહાર નીકળવાનો સમય ન મળ્યો. આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ થતાં ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. 

પરંતુ બુધવારે સર્જાયેલી આ ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે આ ઘટના કોઇ અકસ્માત નહી પરંતુ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે કારમાં એક જ વ્યક્તિ સવાર હતો પરંતુ બંનેના સીટ બેલ્ટ બાંધેલા હતા. તેમજ કારનો ડાબી તરફનો દરવાજો ખુલ્લો હતો. બિલ્ડર હરીશ અમીન હંમેશા મર્સિડીઝ, ઇના અને મારૂતિ સ્વિટમાં ડ્રાઇવર રામુ સાથે ફરતા હતા પરંતુ તે દિવસો ઇકો કારમાં કેમ નિકળ્યા તે મોટું રહસ્ય છે. આ ઘટનાને સંદર્ભે પોલીસે ડીએનએ સેમ્પલ લીધા છે. આ ઘટના બાબલે પરિવારે કંઇપણ કહેવાનો ઇન્કાર કરી દીધો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે કરોડોની જમીનો અને સંપત્તિ ધરાવતા હરીશ અમીનની એક કદાવર નેતા જોડે જમીન અંગે વાતચીત ચાલતી હતી જોકે એમાં વિવાદ થયો હોવાનું બિલ્ડર લોબીમાં ચર્ચાઈ રહ્યું છેબીજી તરફ આણંદના નાપા ગામના માથાભારે લોકો સાથે પણ હરીશભાઈને વિવાદ થયો હોવાની માહિતી બહાર આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news