આખો દિવસ ધંધા-રોજગારમાં વ્યસ્ત રહેતા વેપારીઓ માટે ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન

આખો દિવસ ધંધા-રોજગારમાં વ્યસ્ત રહેતા વેપારીઓ માટે ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન
  • કોરોના સામે વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓને સુરક્ષિત કરવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો
  • રાજ્યમાં આગામી તા. ૨૫મી જુલાઈ રવિવારે વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓને 1800 જેટલા કેન્દ્રો પર વેક્સિન અપાશે

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના સામેની લડાઈમાં સુરક્ષિત થવા માટે વેક્સીન જ અમોધ શસ્ત્ર પુરવાર થયું છે.  રાજ્યમાં નાના મોટા વેપારી વર્ગો સેવાકીય સંસ્થાના કર્મચારીઓને આ રસીકરણ છત્રમાં આવરી લઈ આરોગ્ય સુરક્ષા કવચ આપવા આગામી તા.૨૫ જુલાઈ, ૨૦૨૧ ને રવિવારના રોજ રાજયભરમાં ૧૮૦૦ જેટલા કેન્દ્રો પર  ખાસ વેકિસનેશન (vaccination) કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે. 

કોરોના સંક્રમણ સ્થિતિની સમીક્ષા અંગે નિયમિત મળતી કોર કમિટીની બેઠકમાં આ વેક્સીનેશન કેમ્પના આયોજનને મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ (Nitin Patel) ના માર્ગદર્શનમાં આખરી ઓપ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં વેપારી-હોટલ-સેવાકીય ક્ષેત્રના કર્મચારીઓને ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર તારીખ 31 જુલાઈ સુધીમાં વેક્સીન (corona vaccine) લઇ લેવાની જરૂરિયાતને ધ્યાને લઇને વેપારી વર્ગ અને સેવાકિય વર્ગના કર્મચારીઓને તા 31 જુલાઈ સુધીમાં રસીકરણ થઈ જાય તે હેતુસર તારીખ 25 જુલાઈ, રવિવારના રોજ સ્પેશ્યલ વેક્સીનેશન કેમ્પનું આયોજન કરાયુ છે, જે રાજ્યભરના 1800 સેન્ટર પર યોજાશે. 

રવિવાર તા.25 જૂલાઈએ યોજાનારા આ વેક્સીનેશન કેમ્પનો મહત્તમ લાભ નાના મોટા વેપારી વર્ગો, સેવાકીય વર્ગના કર્મચારીઓ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news