વિશ્વના પ્રસિધ્ધ મોઢેરા સૂર્યમંદિરમાં યોજાયો ઉત્તરાર્ધ મહોત્સવ, લાઇટોથી ઝગમગ્યું મંદિર

સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ એવા ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાગણમાં દર વર્ષની જેમ આ વખતે પણ રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ આજે થવા ગયો હતો.

વિશ્વના પ્રસિધ્ધ મોઢેરા સૂર્યમંદિરમાં યોજાયો ઉત્તરાર્ધ મહોત્સવ, લાઇટોથી ઝગમગ્યું મંદિર

તેજસ દવે, મહેસાણા: સમગ્ર વિશ્વમાં પ્રસિધ્ધ એવા ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાગણમાં દર વર્ષની જેમ આ વખતે પણ રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ આજે થવા ગયો હતો. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે કલા અને સ્થાપત્ય સાથે નૃત્યના આ અનોખો સંગમનો નજારો આજે સ્થાનિકોને માણવા મળ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણ પછી ઉજવાતા આ શાસ્ત્રીય નૃત્ય બે દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો આજે પ્રારંભ રાજ્યના શિક્ષણમંત્રી વિભાવરીબહેન દવેના હસ્તે ખુલો મુકવામાં આવ્યો હતો. જયારે કલાકારો સૂર્ય મંદિરના પટાંગણમાં પર્ફોમ કરીને ધન્ય બન્યાનો અનુભવ વ્યક્ત કર્યો હતો.

મહેસાણા જિલ્લાના જગ વિખ્યાદ મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા 1992ના વર્ષથી તત્કાલીન મુખ્ય મંત્રી અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કર્યું હતું. જે આજે પણ રાજ્ય સરકારે બરકાર રાખ્યું છે. જેમાં રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ અને મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર સહિત વેસ્ટઝોન કલ્ચરલ સેન્ટર ઉદયપુર દ્વારા આ મહોત્સવનું આયોજન કરાયું છે. પ્રાચીન નગરી મોઢેરા ખાતે આ સૂર્ય મંદિરના વર્ષો જુના સ્થાપત્યને લોકો જુવે અને આ મંદિર પરિસરમાં કલાના કામણ પાથરીને સૂર્ય દેવની અર્ચના શાસ્ત્રીય નૃત્ય દ્વારા કરવામાં આવે અને કલાકારોને સારો પ્લેટફોમ મળી રહે તે આસાહ્યથી રાજ્ય સરકાર દ્વારા આ ઉત્તરાર્ધ મહોત્સવ પ્રારંભ આજે કરવામાં આવ્યો હતો. જેમાં કલાકારોએ જુદા જુદા પોતાની કલાના કામણ પથારીને લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા તો કલાકારો આ સ્ટેજ પર આવીને ધન્ય બન્યાનો અહેસાસ વ્યક્ત કર્યો હતો.

મહેસાણાથી ૨૭ કિમીના અંતર આવેલા મોઢેરા ગામમાં સૂર્ય મંદિરમાં આ ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેના પ્રથમ દિવસે રાજ્યના મંત્રી વિભાવરીબહેન દવે દ્વારા દીપ પ્રગટાવીને ઉત્તરાર્ધ મહોત્સવ પ્રારંભ કરાવ્યો હતો. જ્યારે આ મોઢેરાના ઉત્તરાર્ધ મહોત્સવ કરવાનું કારણ એ છે કે સુર્યનું મકર રાશિમાં એટલે કે ઉતરાયણ બાદ પ્રવેશ થતા સૂર્યની ઉપાસના થઇ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ ઉજવણી કરવામાં આવે છે. સુર્યની પુજા સાથે સંકળાયેલ આ મહોત્સવ સુર્ય વંદનાને ખાસ મહત્વ આપે છે.

આ પવિત્ર મહોત્સવના સંગમનું કલામય રસપાન કરવા કલારસિકો, કલાકારો અહીં આવીને સ્થાનિકો આ નૃત્ય અને સંગીત નો આનંદ માણે છે. આ મહોત્સવ કરવાનું કારણ સૂર્ય મંદિરના ભવ્ય વારસાને અને સ્થાપત્યને વિશ્વભરમાં ગૌરવ પ્રદાન કરવાનું છે. જ્યારે દર વર્ષે ભારત ભરમાંથી અહી ક્લારો પર્ફોમ કરવા પડાપડી કરે છે. જ્યારે કલાના કામણ પાથરતા કલાકારો અહી આવીને ધન્ય બને છે અને આ ભૂમિના વાયબ્રેશનને માણીને અલગ અનુભતી મેળવી જાય છે.

મોઢેરા સુર્યમંદિરના સાનિધ્યમાં અનંત ભાસ્કર મેનન અમદવાદ દ્વારા ભરતનાટ્યમ, સુશ્રી શીલા મહેતા મુંબઇ દ્વારા કથ્થક નૃત્ય, સુશ્રી દેબશ્રીતા મોહન્તી સુરત દ્વારા ઓડીસી નૃત્ય, સુશ્રી હર્ષા ઠક્કર રાજકોટ દ્વારા કથ્થક નૃત્ય, શ્રી ડો.વી.રામકિર્ષ્ણ તેલંગાણા દ્વારા કુચીપુડી, સુશ્રી સ્વાતિ દાતાર પુના દ્વારા ભરત નાટ્યમ અને શ્રી કબીતા માહંતી હરીયાણા દ્વારા ઓડીશી નૃત્ય રજુ કરી નૃત્યકારોએ પ્રાચીન શૈલીને જીવંત આજે ઉત્તરાર્ધ મહોત્સવ રાખી હતી.

કલાકારો અને સ્થાનિક વહીવટી તંત્ર અને ભારે જહેમત ઉઠાવી હતી જયારે ગીત, નૃત્ય દ્વારા સૂર્ય મંદિરની આખે આખી પ્રતિભા અહી ઉપસાવમાં આવી હતી. જેમાં ખાસ કરીને ભારતીય સાંસ્કૃતિક નૃત્યો પવિત્ર સ્વરૂપ અહી ઉત્તરાર્ધ મહોત્સવમાં ખાસ જોવા મળ્યા હતા. જે જોતા મોઢેરાના આ ઉત્તરાર્ધ મહોત્સવના પ્રારંભમાં સંગીત, નૃત્ય અને સ્થાપત્યના ત્રિવેણી સંગમનું ખાસ જોવા અને માણવા મળ્યો હતો સાથે સમગ્ર મંદિર પરિસરને લાઈટો અને વિશેષ સાઉન્ડ થકી આ ઉત્સવનો નજારો જોઈને લોકો મંત્ર મુગ્ધ બનવા ગયા હતા.

મહોત્સવના પ્રથમ દિવસે વિશ્વનું અદભુત સ્થાપત્ય મોઢેરાના આ સૂર્યમંદિરમાં સાંસ્કૃતિક પરંપરા નિરંતર જાળવી રાખવામાં આવી છે. જેમાં સ્થાનિક મહાનુંભાવોનાના હસ્તે કલાગુરૂઓનું સ્વાગત અને સન્માન પણ કરવામાં આવ્યું હતું. ઉત્તરાર્ધ મહોત્સવમાં સ્થાનિક સાસંદ ધારાસભ્ય, સચિવ, જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, સંગીત પ્રેમીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news