UPSC ની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોનો જુસ્સો, ‘ગોળીથી ડરતા નથી તો કોરોનાથી કેમ ડરીએ’

UPSC ની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોનો જુસ્સો, ‘ગોળીથી ડરતા નથી તો કોરોનાથી કેમ ડરીએ’
  • UPSC NDA 2021 ની પરીક્ષા આપવા ઉમેદવારો અમદાવાદમાં અન્ય જિલ્લાઓમાંથી પણ આવ્યા છે. દાહોદ, જામનગર, સુરેન્દ્રનગર, બાયડ, સુરત, મહેસાણા, પાલનપુર જેવા અલગ અલગ જિલ્લાઓથી અમદાવાદમાં ઉમેદવારો આવી પહોંચ્યા

અતુલ તિવારી/અમદાવાદ :કોરોનાના કહેર વચ્ચે આજે દેશભરમાં UPSC NDA 2021 ની પરીક્ષા લેવાઈ રહી છે. દેશભરના અલગ અલગ સેન્ટર પર ઓફલાઇન મોડમાં પરીક્ષાનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદમાં 16 પરીક્ષા કેન્દ્ર પર 4444 ઉમેદવારો પરીક્ષા આપનાર છે. ત્યારે સવારના તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 

UPSC NDA 2021 પરીક્ષા બે તબક્કામાં લેવાશે, જેમાં સવારે 10 વાગે અને બપોરે 2 વાગે પરીક્ષા લેવાશે. ભારતીય સેના, નેવી અને એરફોર્સમાં ભરતી થવા માગતા યુવાનો કુલ 400 જેટલી જગ્યાઓ માટે પરીક્ષા આપી રહ્યાં છે. એક તરફ દેશભરમાં સ્કૂલ અને કોલેજોની પરીક્ષાઓ વધી રહેલા કોરોના સંક્રમણને કારણે રદ્દ યા તો મોકૂફ રખાઈ છે ત્યારે UPSC દ્વારા NDA 2021ની પરીક્ષા લેવાઈ રહી છે. કોવિડની ગાઈડલાઈનના પાલન સાથે પરીક્ષા યોજાઈ રહી છે. 

દેશભરમાં કોરોનાના કેસો વધ્યા છે ત્યારે ઉમેદવારો સતત UPSC ને પરીક્ષા મોકૂફ રાખવા અપીલ કરી રહ્યા હતા. પરંતુ તેમ છતા આજે પરીક્ષા યોજાઈ રહી છે. 

તો બીજી તરફ, UPSC NDA 2021 ની પરીક્ષા આપવા ઉમેદવારો અમદાવાદમાં અન્ય જિલ્લાઓમાંથી પણ આવ્યા છે. દાહોદ, જામનગર, સુરેન્દ્રનગર, બાયડ, સુરત, મહેસાણા, પાલનપુર જેવા અલગ અલગ જિલ્લાઓથી અમદાવાદમાં ઉમેદવારો આવી પહોંચ્યા હતા. આ ઉમેદવારોએ કહ્યું કે સેના, એરફોર્સ અને નેવીમાં જવા માટે અમે પરીક્ષા આપી રહ્યા છીએ, ગોળીથી ડરતા નથી તો કોરોનાથી કેમ ડરીએ. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે પરીક્ષા આપીશું. આ પરીક્ષાઓ યોજાવવી ખૂબ જરૂરી છે. તમામ પરીક્ષા રદ્દ થઈ રહી છે, અમારો સમય વેડફાઈ રહ્યો છે. તેથી અમે પરીક્ષા આપવા આવ્યા છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news