માનવામાં ન આવે તેવી લૂંટ, મહેસાણામાં કુરિયરની ઓફિસમાંથી થઈ IELTSના પેપરોની ચોરી કરાઈ

ગુજરાતની વિદેશ જવાની ઘેલછા એટલી હદે વધી ગઈ છે કે, હવે લૂંટ થવા લાગી છે. કેનેડાની બોર્ડર પર મોતની ઘટના, કલોલમાં એજન્ટ દ્વારા ફાયરિંગની ઘટના બાદ હવે વિદેશ જવાની પરીક્ષાના પેપરોની ચોરી થવા લાગી છે. ગુજરાતમાં અત્યાર સુધી માલ-માલાન, સોના-ઝવેરાતની લૂંટના કિસ્સા સામે આવતા હતા. પરંતુ હવે પરીક્ષાના પેપરોની પણ લૂંટ થવા લાગી છે. મહેસાણામાં IELTS ના પેપરોની લૂંટનો બનાવ બન્યો છે. કોઈ વિચારી નહિ શકે તેવો આ કિસ્સો છે. કુરિયરની ઓફિસમા કર્મચારીઓ સાથે મારામારી કરીને અને તોડફોડ કર્યા બાદ IELTS ના પેપરોની ચોરી કરવામા આવી છે. જે મહેસાણા પોલીસ માટે પણ માથુ ખંજવાળતો બનાવ છે. 
માનવામાં ન આવે તેવી લૂંટ, મહેસાણામાં કુરિયરની ઓફિસમાંથી થઈ IELTSના પેપરોની ચોરી કરાઈ

તેજશ દવે/મહેસાણા :ગુજરાતની વિદેશ જવાની ઘેલછા એટલી હદે વધી ગઈ છે કે, હવે લૂંટ થવા લાગી છે. કેનેડાની બોર્ડર પર મોતની ઘટના, કલોલમાં એજન્ટ દ્વારા ફાયરિંગની ઘટના બાદ હવે વિદેશ જવાની પરીક્ષાના પેપરોની ચોરી થવા લાગી છે. ગુજરાતમાં અત્યાર સુધી માલ-માલાન, સોના-ઝવેરાતની લૂંટના કિસ્સા સામે આવતા હતા. પરંતુ હવે પરીક્ષાના પેપરોની પણ લૂંટ થવા લાગી છે. મહેસાણામાં IELTS ના પેપરોની લૂંટનો બનાવ બન્યો છે. કોઈ વિચારી નહિ શકે તેવો આ કિસ્સો છે. કુરિયરની ઓફિસમા કર્મચારીઓ સાથે મારામારી કરીને અને તોડફોડ કર્યા બાદ IELTS ના પેપરોની ચોરી કરવામા આવી છે. જે મહેસાણા પોલીસ માટે પણ માથુ ખંજવાળતો બનાવ છે. 

મહેસાણામાં માલ ગોડાઉન સરદાર પટેલ વેપાર સંકુલમાં આ ઘટના બની હતી. જેની પ્રાથમિક માહિતી એવી છે કે, ગત મોડી રાત્રે સ્કોર્પિયોમાં આવેલા શખ્સોએ IELTS ના પેપરોની લૂંટ કરી હતી. વેપાર સંકુલમાં બ્લ્યુ ડાર્ટ એક્સપ્રેસ કુરિયરની ઓફિસ આવેલી છે. જ્યાં અજાણ્યો શખ્સોએ પહેલા તો કુરિયર ઓફિસમાં કર્મચારીઓને માર માર્યો હતો અને તોડફોડ પણ કરી હતી. ત્યાર બાદ ચારેય શખ્સો IELTS પેપર ના 3 બંડલ ઉઠાવી ગયા હતા. સ્કોર્પિયોમાં આવેલા કુલ 4 અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાઈ છે. ઓફિસ ઇન્ચાર્જ ભાવેશ પટેલે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

IELTS પરીક્ષા શું છે
IELTS અંગ્રેજી ભાષાનો ટેસ્ટ છે. જો કોઈ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ ધરાવતા જ દેશમાં જવા માંગે છે, અથવા તો ત્યા જઈને ભણવા માંગે છે તો આ પરીક્ષા આપવી પડે છે. IELTS નુ ફુલ ફોર્મ ઈન્ટરનેશનલ ઈગ્લિંશ ટેસ્ટીંગ સિસ્ટમ (International English Language Testing System-IELTS) છે. જે દેશોની યુનિવર્સિટીમાં એડમિશન માટે IELTS ને સ્વીકાર કરવામાં આવે છે, તેમાં યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુએસ અને કેનેડા સામેલ છે. ટેસ્ટ દરમિયાન ઉમેદવારની અંગ્રેજી વાંચવા, બોલવા, સાંભળવા અને લખવાની સ્કીલ પારખવામા આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news