Chamatkari Hanuman: અનોખું છે રાજકોટનું આ મંદિર, પ્રસાદ ખાવાથી મનોકામના પૂર્ણ થતી હોવાની છે માન્યતા

Chamatkari Hanuman: આ મંદિર વિશે ભક્તોનું કહેવું છે કે અહીં હનુમાનજીના દર્શન કરીને પ્રસાદ ગ્રહણ કર્યા પછી જે પણ મનોકામના વ્યક્ત કરવામાં આવે તે ગણતરીના દિવસોમાં પૂરી થાય છે. રાજકોટના આ મંદિર ખાતે શનિવાર અને મંગળવારે લોકોની ભારે ભીડ જોવા મળે છે. 

Chamatkari Hanuman: અનોખું છે રાજકોટનું આ મંદિર, પ્રસાદ ખાવાથી મનોકામના પૂર્ણ થતી હોવાની છે માન્યતા

Chamatkari Hanuman: શ્રીરામના પરમ ભક્ત હનુમાનજી શક્તિનું પ્રતિક છે. તેમને કષ્ટભંજન પણ કહેવાય છે. જે પણ વ્યક્તિ હનુમાનજીને સાચા દિલથી યાદ કરે છે તેના જીવનના બધા જ કષ્ટ દુર થઈ જાય છે. આ જ કારણ છે કે ભારતમાં કદાચ સૌથી વધારે મંદિર હનુમાનજીના હશે. ભલે પછી મંદિર નાનું હોય પણ ભક્તોને મંદિરમાં હનુમાનજીની હાજરીનો અનુભવ ચોક્કસથી થાય છે. 

ભારતમાં એવું કોઈ શહેર કે ગામ નહીં હોય જ્યાં હનુમાનજીનું મંદિર ન હોય. શ્રીરામ ભક્ત હનુમાનનું મંદિર દરેક શહેર અને ગામમાં સ્થાપિત હોય જ છે. જોકે કેટલાક શહેરોના મંદિર ત્યાંના ચમત્કારી અનુભવના કારણે પ્રખ્યાત થતા હોય છે. આવું જ એક મંદિર રાજકોટમાં આવેલું છે. આ મંદિર ખાતે લોકોને એટલા ચમત્કારી પરચા મળ્યા છે કે આ મંદિરનું નામ જ ચમત્કારી હનુમાન પડી ગયું છે. 

આ મંદિર વિશે ભક્તોનું કહેવું છે કે અહીં હનુમાનજીના દર્શન કરીને પ્રસાદ ગ્રહણ કર્યા પછી જે પણ મનોકામના વ્યક્ત કરવામાં આવે તે ગણતરીના દિવસોમાં પૂરી થાય છે. રાજકોટના આ મંદિર ખાતે શનિવાર અને મંગળવારે લોકોની ભારે ભીડ જોવા મળે છે. અહીં બટુક ભોજન પણ થાય છે જેમાં મોટી સંખ્યામાં બાળકો પ્રસાદ ગ્રહણ કરે છે. 

મંદિરના નિર્માણ અંગે લોકવાયકા છે કે એક હનુમાન ભક્તને સપનું આવ્યું હતું કે શહેરની આ જગ્યા પર હનુમાનજીનું મંદિર બને ત્યાર પછી તે જગ્યા પર મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરાવવામાં આવ્યું. જ્યારથી ભક્તોએ હનુમાનજીનું મંદિર બનાવવાની શરૂઆત કરી ત્યારથી જ આ જગ્યા પર ચમત્કારી અનુભવ થવા લાગ્યા તેથી લોકોએ આ હનુમાનજીનું નામ જ ચમત્કારી હનુમાન પાડી દીધું. 

સ્થાનિકોનું કહેવું છે કે હનુમાનજીના મંદિરમાં મળતા પ્રસાદનો અનોખો મહિમા છે જે પણ ભક્ત પોતાની મનોકામના પુરી થાય તે માટે અહીં દર્શન કરવા છે તે અહીં પ્રસાદ ગ્રહણ કરીને જ જાય છે. તેમનું માનવું છે કે હનુમાનજીના દર્શન કરી તેમનો પ્રસાદ ગ્રહણ કરવાથી તેમની માનતા પૂર્ણ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news