અનોખુ સ્ટાર્ટઅપ: માત્ર એક ક્લિક અને કોઇ પણ પક્ષી -પ્રાણી બાળકની સામે આવીને ઉભુ રહી જશે
Trending Photos
વડોદરા : ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ્સ દ્વારા 3થી8 વર્ષની ઉંમરના બાળકો માટે એક અદ્ભુત પોજેક્ટ હેઠળ અનોખી પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે. જેમાં એપ્લિકેશન બેઇઝ આ પ્રોડક્ટથી નાના બાળકો ઉપગ્રહ, પ્રાણી, પક્ષી, બારાક્ષરી, થ્રિડી વ્યુ સાથે અભ્યાસ કરી શકશે. આ પ્રોડક્ટ માટે જીટીયુના વાઇસ ચાન્સેલર અને સ્ટાર્ટઅપ્સને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુલાકાત કરી હતી. તેમના હસ્તે આ પ્રોડક્ટને લોન્ચ કરવા માટેનું ટીમનું આયોજન છે.
ગ્રામ્ય વિસ્તારમાં બાળકો અભ્યાસ કરી શકે તે હેતુથી GTU 25 પ્રાથમિક શાળાઓને આ પ્રોજેક્ટ ભેટમાં આપશે. વડોદરા જીટીયુના સ્ટાર્ટઅપના 13 મેમ્બર્સની ટીમ દ્વારા અનોખો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. ઓગમેન્ટેડ રીયાલીટી અને વર્ચ્યુઅલ રીયાલીટીનો આ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટને મુવેલ અપાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રોડક્ટની ખાસીયત છે કે, પ્રાણી હોય કે પક્ષી હોયકે કોઇ પણ કાર્ડ હોય તે સ્કેન કરવાથી પ્રાણી કે પક્ષીની થ્રિડી ઇફેક્ટ બની જાય છે. જેથી બાળક તેને ચોતરફથી જોઇ શકે છે. આ પ્રોડક્ટનો શહેરમાં વસતા બાળકોને ખાસ ફાયદો થશે. આ પ્રોડક્ટની કિંમત 3 હજાર રૂપિયા આંકવામાં આવી છે.
આ અંગે સ્ટાર્ટઅપન કરનાર રવિશર્માએ જણાવ્યું કે, અમારી ટીમે મુવેલ પ્રોડક્ટ લોન્ચ કરી છે. જેમાં 3થી 8 ની ઉંમરના બાળકોના અભ્યાસ માટે ઉપયોગી થઇ શકે તેવા પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુવેલ એક એપ્લીકેશન છે જે કોઇ પણ મોબાઇલમાં ડાઉનલોડ કરી શકાશે. તેમાં 150 પ્રકારનાં કાર્ડ, એપ્લિકેશન દ્વારા સ્કેન કરી બાળકો અભ્યાસ કરી શકશે. 150 કાર્ડમાં ઉપગ્રહ, પ્રાણીઓ, પક્ષીઓ, બારાક્ષરીનો અભ્યાસ કરી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે