ખંભાત નગરપાલિકાના ઉપપ્રમુખની અનોખી પહેલ, રિક્ષાચાલકોને ફ્રીમાં આપ્યો CNG ગેસ

ખંભાત (Khambhat) નગરપાલિકાના ઉપપ્રમુખ વિજયસિંહ પરમાર (Vijaysinh Parmar) (રાજભા) એ પોતાની માતાના 75માં જન્મદિવસ (Birthday) ની અનોખી રીતે ઉજવણી કરી હતી.

ખંભાત નગરપાલિકાના ઉપપ્રમુખની અનોખી પહેલ, રિક્ષાચાલકોને ફ્રીમાં આપ્યો CNG ગેસ

જપ્તવ્ય યાજ્ઞિક, આણંદ: ખંભાત (Khambhat) નગરપાલિકાના ઉપપ્રમુખ વિજયસિંહ પરમાર (Vijaysinh Parmar) (રાજભા) એ પોતાની માતાના 75માં જન્મદિવસ (Birthday) ની અનોખી રીતે ઉજવણી કરી હતી.

હાલમાં કોરોના કાળમાં રિક્ષાચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોઈ તેઓની આર્થિક સ્થિતિ નબળી નિહાળી રાજભાએ રિક્ષાચાલકોને આર્થિક મદદ મળી રહે તે માટે 400 જેટલા રીક્ષાચાલકોને એક દિવસના વપરાશનો ગેસ (CNG Gas) પોતાના માતાના જન્મદિવસ (Birthday) નિમિતે વિનામૂલ્યે પૂરો પાડી માનવતાની મહેક મહેકાવી છે.

આ બાબતે રાજભા (Rajbha) એ કહ્યુ હતુ કે હાલમાં કોરોના કાળમાં દરેક લોકોને સંઘર્ષ અને મુશ્કોલીઓનો લયસામનો કરવો પડે છે ત્યારે રિક્ષા ચાલકોને પણ એટલીજ તકલીફ પડી રહી છે તેમના પરિજનો ને પણ ખુબ તકલીફ પડી છે. 

ત્યારે  કોઇપણ રિક્ષાચાલક (Rickshaw Driver) ને નાત જાત ધર્મ જોયા વગર સીએનજી ગેસ (CNG Gas) ટાંકી ફુલ કરી આપવાનો નિર્ણય લીધો હતો. આ ઉમદા સેવાકીય કાર્ય કરવા બદલ આર્થીક બોજ હળવો કરવા બદલ રાજભાનો આભાર પણ રિક્ષા ચાલકોએ માન્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news