અનોખી પહેલ! અંધજન મંડળની બહેનોને ઓફીસમાં જ બોલાવી દિવડાઓનું વેચાણ કરાયું

દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી એક કંપની દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી

અનોખી પહેલ! અંધજન મંડળની બહેનોને ઓફીસમાં જ બોલાવી દિવડાઓનું વેચાણ કરાયું

અતુલ તિવારી/અમદાવાદ : દિવાળીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી એક કંપની દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અંધજન મંડળમાં દીવડા બનાવતી મહિલાઓને આમંત્રિત કરવામાં આવ્યા.અંધજન મંડળથી આમંત્રિત કરાયેલી મહિલાઓ જાતે પોતાના હાથે બનાવેલા દીવડા લઈને આવી અને ઓફિસમાં હાજર લગભગ તમામ કર્મચારીઓ દ્વારા અંધજન મંડળ તરફથી આવેલી મહિલાઓ પાસેથી દીવડા ખરીદવામાં આવ્યા.

વડોદરા: ગાંધીનગરથી અધિકારીઓની ટીમ આવે છે, ઠપકા આવે છે પણ ચોખ્ખું પાણી નથી આવતું!
50 રૂપિયાથી 200 રૂપિયા સુધીના જુદા જુદા દીવડા કર્મચારીઓએ ખરીદ્યા જેની પાછળના ઉદ્દેશ વિશે વાત કરતા કંપની એચઆર સોનાલ નાયરે જણાવ્યું હતું કે દિવાળીના સમયમાં સૌ કોઈ નવા દીવડા ખરીદતું હોય છે એવામાં પોતાના હાથે દીવડા બનાવતી મહિલાઓને અમે આમંત્રિત કર્યા છે જેથી અમારી સાથે સાથે તેઓની પણ દિવાળી સુધરે અને તેમના હાથ બનાવટના દીવડાનું વધુમાં વધુ વેચાણ થાય સાથે જ ઓફીસના કર્મચારી પણ આ અંધજન મંડળની મહિલાઓ પાસેથી વધુમાં વધુ દીવડા ખરીદીને તેમની સાથે સાથે અંધજન મંડળની આ મહિલાઓની પણ દિવાળીઓમાં ખુશીઓ ઉમેરી શકે.
લંકાની લાડીને ઘોઘાનો વર: દર્દીઓની તપાસ વડોદરામાં અને સારવાર પંચમહાલમાં

ગોલ્ડન ગેંગનો પોલીસે કર્યો પર્દાફાશ: નકલી સોનું પધરાવવાની રીત જાણી ચોંકી ઉઠશો
કંપની દ્વારા અનોખી પહેલ કરવામાં આવતા અંધજન મંડળની બહેનો પણ ખુબ જ ખુશ થઇ હતી. આ અનોખી પહેલને આગામી સમયમાં બહોળો પ્રતિસાદ સાંપડે તેવીઇચ્છા વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ સિરિઝનાં સમયમાં દિવડાઓ ખુબ જ ઓછા ખરીદવામાં આવે છે. આ ઉપરાંત મંદીનું વાતાવરણ પણ હોવાનાં કારણે પણ હાલ બજારમાં રોનક પ્રમાણમાં ઓછી જોવા મળી રહી છે. જેની અસર અંધજન મંડળની બહેનો પર પણ જોવા મળી રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news