નાગરિકો જાય તો જાય ક્યાં? ગાડીઓના ટેક્સમાં 2 લાખ રૂપિયા સુધીનો અસહ્ય વધારો
Trending Photos
* સુપરરિચ વાહનોના ટેક્સમાં થશે વધારો, 15 લાખથી વધુની ગાડીના વાહનવેરામાં વધારો
* 15 લાખ થી 25 લાખ વાહનવેરો 3.5 ટકા, 25 લાખ થી 50 લાખ વાહનદરો 4 ટકા વધારો
* 50 લાખ થી વધુ વાહનવેરો 5 ટકા, કોર્પોરેશનની આવકમા વર્ષે 10 કરોડની આવક થશે
* 15 થી 25 લાખ ની ગાડીઓ દરવર્ષે 1200 થી 1500 દર વર્ષે ખરીદી થાય છે
* 25 થી 50 લાખની ગાડીઓ 1000 થી 1200 દર વર્ષે ખરીદી થાય છે
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી રેવન્યુ કમિટીમાં સુપરરિચ કેટેગરીમાં આવતા વાહનોના માલીકો પર કરવેરો વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રૂ.15 લાખથી વધુના વાહનોની રકમમાં ટેક્સમાં વધારો કરવામા આવતા હવે મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ.10 કરોડની વાર્ષિક આવક થવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. પહેલી ઓક્ટોબરથી આ ટેક્સ વધારો લાગુ પડશે. વિવિધ 3 કેટેગરીમાં 3.5થી 5 ટકાનો ટેક્સનો વધારો કરવામાં આવ્યો છે, સાથે જ ઇલેક્ટ્રીક વાહનોમાં પણ લેવાતાં આજીવન ટેક્સમાં માફી આપવામાં આવી છે.
કેન્દ્ર સરકાર બાદ હવે ગુજરાત સહિતના રાજ્યોએ પણ ઇલેક્ટ્રોનીક વાહનોને પ્રોત્સાહન આપવા ઇન્સેન્ટિવ આપવાનું શરૂ કર્યું છે. છેલ્લાં એક મહિનામાં ત્રણ મોટા રાજ્યોએ આની જાહેરાત કરી છે, જ્યારે 20 રાજ્યો પોલિસી તૈયાર કરી રહ્યા છે. જે રાજ્યોએ ઇન્સેન્ટિવ આપવાનું શરૂ કર્યું છે, ત્યાં ઇલેકટ્રોનીક વાહનોની કિંમતોમાં 40% સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. એએમસીની રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, વ્હીકલ ટેક્સ વાહનોની બેઝિક પ્રાઈઝ પર લેવામાં આવે છે.
જે એક જ વાર લાઈફટાઈમ માટે લેવામાં આવે છે. અમદાવાદ શહેરમાં સુપરરિચ વાહનો, કે જેની કિંમત 15 લાખથી વધુ છે તેમાં કરવેરો વધારો કરવાનો નિર્ણય લીધો છે. રૂ.15 લાખથી 25 લાખ સુધીના વાહનમાં 3.5 ટકા, 25 લાખથી 50 લાખ વાહન માટે 4 ટકા અને 50 લાખથી વધુ વાહનવેરો 5 ટકા લેખે વસૂલ કરવામાં આવશે. આ ટેક્સ વધારાથી કોર્પોરેશનની આવકમાં વર્ષે 10 કરોડની આવક થશે. આ ટેક્સ વધારો 1 ઓક્ટોબરથી સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી સાથે લાગુ પડશે. અમદાવાદ શહેરમાં દર વર્ષે અંદાજે રૂ.15થી 25 લાખની 1200થી 1500 ગાડીઓ, રૂ.25થી 50 લાખની ગાડીઓ 1000થી 1200 અને રૂ.50 લાખથી વધુ 300થી 500 જેટલી ખરીદી થાય છે. અમદાવાદીઓ પ્રદૂષણ નાથવા ઇલેક્ટ્રિક કાર તરફ વળ્યા છે. પરંતુ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે અને કારની વધુ કિંમતને લીધે અમદાવાદમાં વર્ષે 100 ઈલેક્ટ્રીક કારનું વેચાણ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે