'નજર હટી તો દુર્ઘટના ઘટી', અમદાવાદનું આ રેલવે સ્ટેશન બન્યું અસુરક્ષિત, મુસાફરો ત્રસ્ત
અમદાવાદ રેલવે પોલીસ ની કસ્ટડીમાં રહેલા આ પાંચ આરોપીઓ રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોના મોબાઈલ ચોરી કરતા હતા. રેલવે પોલીસે ચોરી કરતી બે અલગ અલગ ગેંગની ધરપકડ કરી ચોરીના 33 મોબાઇલ કબજે કર્યા છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોના મોબાઇલ ચોરી કરતી બે અલગ અલગ ગેંગ ની ધરપકડ કરવામા આવી છે. મહત્વનું છે કે બે આરોપી માત્ર મોબાઇલ ચોરી કરવા માટે રાતે અમદાવાદ આવતા અને ચોરીને અંજામ આપી ફરાર થઈ જતા હતા. સાથે જ પોલીસે ચોરી ના મોબાઇલ ખરીદનાર પણ બે આરોપીની ધરપકડ કરી 33 મોબાઇલ કબજે કર્યા છે.
અમદાવાદ રેલવે પોલીસ ની કસ્ટડીમાં રહેલા આ પાંચ આરોપીઓ રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોના મોબાઈલ ચોરી કરતા હતા. રેલવે પોલીસે ચોરી કરતી બે અલગ અલગ ગેંગની ધરપકડ કરી ચોરીના 33 મોબાઇલ કબજે કર્યા છે. જેમાં મોનારામ રાઠોડ અને સૂરજ સહાની બંને આરોપી સુરતના કીમ વિસ્તારમાંથી માત્ર અમદાવાદ મોબાઈલ ચોરી કરવા આવતા અને વહેલી સવારે સુરત જતી ટ્રેનમાં પરત જતા રહેતા હતા. અને તેમને ચોરેલા મોબાઈલ સલીમ ગરાસીયા નામના ઓલપાડના આરોપીને વેચી દેતા હોવાનું સામે આવ્યું છે. સાથે જ અમદાવાદના વિજય પટણી અને મહંમદ સોએબ પણ મોબાઈલ અને લેપટોપ ચોરી કરતા અને અંકલેશ્વરના ભરત મકવાણા ને વેચી દેતા હોવાનું સામે આવ્યું છે.
ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે ચોરી કરેલા 33 મોબાઇલ છેલ્લા ચાર મહિનામાં ચોરી કરી હતી. અમદાવાદ રેલવે સ્ટેશન પર આરામ ફરમાવતા. ટ્રેનમાં ચડતા ધક્કા મૂકી કરી. ચાર્જિંગમાં પડેલા મોબાઈલ ની નજર ચૂકવી ચોરી કરતા હતા. ઝડપાયેલા તમામ આરોપીઓ ચોરી કરેલા મોબાઈલ બિલ વગર માત્ર ત્રણ કે ચાર હજારની નજીક કિંમતમાં અન્ય રાજ્યોના મોબાઈલ દુકાન ધારકો અથવા ચોરીના મોબાઈલ ખરીદતા આરોપીને વહેંચી દેતા હતા. રેલવે પોલીસે તમામ છ આરોપીઓ પાસેથી કુલ ત્રણ લાખ રૂપિયા ના મોબાઈલ અને લેપટોપ કબજે કરી તેમના મૂળ માલિકોને સોંપવાની તજવીજ શરૂ કરી છે.
રેલવે પોલીસ મથકના ચાલુ વર્ષમાં જ 1000 કરતાં વધુ મોબાઈલ ચોરીની ફરિયાદો નોંધાઈ છે. જેથી ઝડપાયેલા આરોપી ઓ પાસેથી અન્ય ગુનાની હકીકત તથા ચોરી માટે તેઓ ક્યારેક ક્યારેક રેલવે સ્ટેશનને આવ્યા છે. તેના સીસીટીવી ફૂટેજ એકઠા કરી અન્ય મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો તથા ચોરી કરતી અન્ય ગેંગની માહિતી એકઠી કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે વધુ કેટલા મોબાઇલ ચોરીના ગુનાના ભેદ ઉકેલાયો છે તે જોવું મહત્વનું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે