ગુજરાતના માથે આ શું થવા બેઠું છે? એરપોર્ટ બાદ મેડી ક્રીક પાસેથી એવી વસ્તુ ઝડપાઈ કે....

રવિવારે બીએસએફની ટુકડી પાકિસ્તાની બોટની શોધખોળમાં હતી ત્યારે મેડી ક્રિક પાસે બિનવારસુ ચરસના બે પેકેટ મળી આવ્યા. બીએસએફની બટાલિયનને સર્ચ દરમિયાન પાકિસ્તાનની બોટ તો મળી જ હતી, તેની સાથે બિનવારસુ ચરસના પોકેટ પણ મળી આવેલ છે.

ગુજરાતના માથે આ શું થવા બેઠું છે? એરપોર્ટ બાદ મેડી ક્રીક પાસેથી એવી વસ્તુ ઝડપાઈ કે....

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ:  રાજ્યને સૌથી મોટો દરિયાકાંઠો મળ્યો છે. ત્યારે તેની સુરક્ષાને લઈને ઘણી વખત છેડા ટૂંકા પડતા હોય છે. કચ્છમાંથી અનેક વખત કરોડો રૂરિયાનું ડ્રગ્સ-ચરસ મળતા હોવાના કિસ્સા આવતા હોય છે ત્યારે લખપતનાં મેડી ક્રીક પાસેથી બિનવારસુ ચરસના 2 પેકેટ મળતા દોડધામ મચી ગઈ છે. લાંબા સમય બાદ ચરસના 2 પેકેટ મળતા વિવિધ એજન્સી અને બીએસએફ દ્વારા સર્ચ હાથ ધરાયું છે. 

જાણવા મળી રહ્યું છે કે, રવિવારે બીએસએફની ટુકડી પાકિસ્તાની બોટની શોધખોળમાં હતી ત્યારે મેડી ક્રિક પાસે બિનવારસુ ચરસના બે પેકેટ મળી આવ્યા. બીએસએફની બટાલિયનને સર્ચ દરમિયાન પાકિસ્તાનની બોટ તો મળી જ હતી, તેની સાથે બિનવારસુ ચરસના પોકેટ પણ મળી આવેલ છે. આ પેકેટને તપાસણી માટે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરાઇ છે. ફરી ગુજરાતના દરિયાકાંઠે ચરસના પેકેટે એન્ટ્રી મારતા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે.

ચરસના બિનવારસુ પેકેટની વાત કરીએ તો સાતેક માસ પહેલા 8/8/2021ના જખૌના લુણા બેટ નજીક બીએસએફ 102 બટાલીયનની ટીમને સર્ચ વેળાએ બે પેકેટ મળી આવ્યા હતા. સોમવારે પેકેટ મળતા જ જવાનોએ મેડી ક્રિકમાં સર્ચમાં લાગી ગયા હતા. એકબાજુ હરામીનાળામાં એક પાકિસ્તાન માછીમારોની બોટ મળતા સમુદ્ર મનોમંથન ચાલી રહ્યું છે.

સુત્રોના મતે બિનવારસુ મળેલા ચરસના બે પેકેટ અગાઊ મળી આવેલા પેકેટ જેવા જ દેખાય છે, સંભવત આ માલ જુનો જ છે પણ દરિયામાં કયાંક ફસાઇ ગયો હશે પણ હાલ દરિયામાં મોટા પાણી આવતા તે બહાર આવી ગયો હશે. અગાઉ મળી આવેલા પેકેટ પ્લાસ્ટિકના હેવી પેકિંગ વાળા હતા જ્યારે આ પેકેટ પણ તેવા જ છે. બિનવારસુ મળી આવેલા ચરસના પેકેટની કિંમત હાલ જાહેર કરાઇ નથી. એકતરફ પાકિસ્તાની બોટ શોધવાની કામગીરી જયારે બીજીબાજુ બિનવારસુ ચરસના પેકેટ માટે સર્ચ ચાલું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news