AHMEDABAD માં દેવું થઇ જતા ભગવાનને ટાર્ગેટ કરતા બે સાઢુભાઇ ઝડપાયા
જમણમાં લાડુ અને સગપણમાં સાઢુ જરૂરી છે. પરંતુ ક્રાઈમ બ્રાંચે બે એવા સાઢુની ધરપકડ કરી છે. જે સાથે મળી મંદિર ચોરીના ગુનાને અંજામ આપતા હતા. લોક ડાઉન બાદ સોનીના ધંધામાં મંદી આવ્યા બાદ બન્ને સાઢુ ચોરીના રવાડે ચડ્યા હતા. 16 મંદિર ચોરીને અંજામ આપ્યો. ક્રાઈમ બ્રાંચે આરોપી પાસેથી મંદિર ચોરીનો મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલી ગાડી કબ્જે કરી છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ : જમણમાં લાડુ અને સગપણમાં સાઢુ જરૂરી છે. પરંતુ ક્રાઈમ બ્રાંચે બે એવા સાઢુની ધરપકડ કરી છે. જે સાથે મળી મંદિર ચોરીના ગુનાને અંજામ આપતા હતા. લોક ડાઉન બાદ સોનીના ધંધામાં મંદી આવ્યા બાદ બન્ને સાઢુ ચોરીના રવાડે ચડ્યા હતા. 16 મંદિર ચોરીને અંજામ આપ્યો. ક્રાઈમ બ્રાંચે આરોપી પાસેથી મંદિર ચોરીનો મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલી ગાડી કબ્જે કરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચની કસ્ટડીમાં રહેલા આ બે આરોપીના નામ અતુલ સોની અને ભરત સોની છે. બન્નેની ધરપકડ મંદિર ચોરીના ગુનામાં કરવામાં આવી છે. આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે, આરોપીએ છેલ્લા 7 મહિનામાં 16 જેટલા મંદિરને ટાર્ગેટ કરી ચોરીને અંજામ આપ્યો હતો. આરોપી દિવસના સમયે મંદિરમાં જતા અને સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરતા હતા. સાથે જ બન્ને આરોપી સોની હોવાથી દાગીના ગાળી તેની રણી બનાવી લેતા હતા.
આરોપીના ગુના અંગે પુછપરછ કરતા સામે આવ્યુ કે, આરોપીએ અમરેલી, ગારીયાધાર, માણસા, વિરમગામ, મહેમદાબાદ, સાણંદ, ધોળકા જેવા વિસ્તારમાં ચોરીને અંજામ આપ્યો હતો. અતુલ સોની અને ભરત સોની બન્ને સોનાના દાગીના બનાવવાનુ કામ કરતા હતા. પરંતુ કોરોના બાદ ધંધામાં મંદી આવતા જમીન દલાલીનું કામ ચાલુ કર્યુ હતું. જોકે તેમાં પણ મંદી આવતા માથે દેવુ થયુ હતું. તે દેવામાંથી છુટવા માટે મંદિર ચોરીને અંજામ આપવા લાગ્યા હોવાનુ સામે આવ્યુ છે. જેથી પોલીસે આરોપી ચોરીનો મુદ્દામાલ કોને વેચતો હતો તે અંગે તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે