ખોડલધામના ટ્રસ્ટી અને જાણીતા ઉદ્યોગપતિ રમેશ ટીલાળાએ નોંધાવી દાવેદારી, અગાઉ PM મોદીને મળ્યા હતા

Gujarat Election 2022:રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપની સેન્સ પ્રક્રિયામાં એક મોટા સમાચાર મળી રહ્યા છે. ખોડલધામના ટ્રસ્ટી અને જાણીતા ઉદ્યોગપતિ રમેશ ટીલાળાએ રાજકોટ દક્ષિણ બેઠક પરથી દાવેદારી નોંધાવી છે.

ખોડલધામના ટ્રસ્ટી અને જાણીતા ઉદ્યોગપતિ રમેશ ટીલાળાએ નોંધાવી દાવેદારી, અગાઉ PM મોદીને મળ્યા હતા

રાજકોટ: વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકોટ શહેર અને જિલ્લાની ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં રાજકોટની ગ્રામ્ય, દક્ષિણ, પૂર્વ વિધાનસભા બેઠકની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની રાજકોટ પશ્ચિમ બેઠકની સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ હતી. આ સિવાય રાજકોટ જિલ્લાની જેતપુર-જામ કંડોરણા, ધોરાજી-ઉપલેટા, જસદણ વિધાનસભા બેઠકની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે.

રમેશ ટીલાળાએ રાજકોટ દક્ષિણ બેઠક પરથી દાવેદારી નોંધાવી
રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપની સેન્સ પ્રક્રિયામાં એક મોટા સમાચાર મળી રહ્યા છે. ખોડલધામના ટ્રસ્ટી અને જાણીતા ઉદ્યોગપતિ રમેશ ટીલાળાએ રાજકોટ દક્ષિણ બેઠક પરથી દાવેદારી નોંધાવી છે. રમેશ ટીલાળા વેરાવળ શાપર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ચેરમેન છે. તાજેતરમાં નરેશ પટેલ સાથે PM નરેન્દ્ર મોદીને રમેશ ટીલાળા મળ્યા હતા. 

વિજય રૂપાણી સેન્સ પ્રક્રિયામાં નહિ કરે દાવેદારી
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની રાજકોટ પશ્ચિમ બેઠકની સેન્સ પ્રક્રિયામાં એક મોટા અપડેટ મળ્યા છે. જેમાં આ વખતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દાવેદારી નહીં કરે. સેન્સ પ્રક્રિયામાં વિજય રૂપાણી દાવેદારી નહી કરે. રાજકોટ પશ્વિમ બેઠક પર વિજય રૂપાણી લડે તો પહેલી પ્રાથમિકતા વિજય રૂપાણી હોવાનો નિતીન ભારદ્રાજે દાવો કર્યો હતો. વિજય રૂપાણીએ પાર્ટી જે કાર્ય સોંપશે તે કરવાની તૈયારી દર્શાવી હતી.

વજુભાઇ વાળાના પી.એ તેજશ ભટ્ટીએ સેન્સ પ્રક્રિયામાં દાવેદારી
કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળાના પી.એ તેજશ ભટ્ટીએ સેન્સ પ્રક્રિયામાં દાવેદારી નોંધાવી છે. વિધાનસભા પશ્ચિમ અને પૂર્વ બેઠક પર દાવેદારી નોંધાવી છે. આ સાથે જ રાજકોટ-વિધાનસભાની સેન્સ પ્રક્રિયામાં વજુભાઇ વાળાની એન્ટ્રી થઈ ચૂકી છે. વજુભાઇ વાળાના અંગત મદદનીશ તેજસ ભટ્ટીએ ટિકીટ માંગતા તમામને આશ્ચર્ય થયું હતું. તમને જણાવી દઈએ કે, વર્ષોથી વજુભાઇ વાળા સાથે તેજસ ભટ્ટી જોડાયેલા છે.

કઈ બેઠક પર કેટલા દાવેદારો ?
રાજકોટ ગ્રામ્ય વિધાનસભા - 38
રાજકોટ દક્ષિણ - 16
રાજકોટ પૂર્વ - 22
જસદણ - 4
ધોરાજી-ઉપલેટા - 28
જેતપુર-જામ કંડોરણા - 6

કઈ બેઠક પર આંતરિક જૂથવાદ?
રાજકોટ પૂર્વ વિધાનસભા-
મંત્રી અરવિંદ રૈયાણી રાજકોટ પૂર્વ વિધાનસભા 68ના વર્તમાન ધારાસભ્ય છે. આ બેઠક પર ભાજપમાં જ આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. અરવિંદ રૈયાણીએ વિસ્તારના વિકાસ કામો કર્યા નથી તેવો આરોપ લાગ્યો છે. ધારાસભ્ય અરવિંદ રૈયાણી વિરોધી જૂથમાં મુકેશ રાદડિયા, વલ્લભ દુધાત્રા,  અશ્વિન મોલિયા, દલસુખ જાગાણી સહિતના દાવેદારો...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news