ગુજરાતમાં અહીં કેમ ઉંધા ફરે છે ઘડિયાળના કાટાં? ઊંધી ઘડિયાળ અને આદિવાસીઓ વચ્ચે શું છે કનેક્શન?

જોકે, ગુજરાતનો એક જિલ્લો એવો છે જેણે ઘડિયાળ સાથે પોતાની અનોખી ઓળખ આજે પણ સાચવી રાખી છે. જ્યાં ઘડિયાળાના કાંટા સીધા નહીં પણ ઊંધા ફરે છે! જ્યાં આજે પણ દરેક ઘરમાં ઊંધી ઘડિયાળો જોવા મળે છે. આ કહાની છે ગુજરાતના દાહોદ જિલ્લાની અને ત્યાંના આદિવાસી સમુદાયની.

ગુજરાતમાં અહીં કેમ ઉંધા ફરે છે ઘડિયાળના કાટાં? ઊંધી ઘડિયાળ અને આદિવાસીઓ વચ્ચે શું છે કનેક્શન?

Gujrat News: દુનિયામાં ઘણી વખત એવા અજીબોગરીબ આવિષ્કારો થાય છે, જેને જાણીને આપણને ખુદ આશ્ચર્ય થઈ જાય છે કે આવો આવિષ્કાર કેમ કરવામાં આવ્યો છે. આ આવિષ્કારનો હેતુ શું છે? આવું જ કંઈક થયું છે. ગુજરાતના બે આદિવાસીઓએ એક એવી ઘડિયાળ બનાવી છે જે વિરુદ્ધ દિશામાં ચાલે છે. સામાન્ય ઘડિયાળની સોય હંમેશા જમણી તરફ ફરે છે. પરંતુ આ આદિવાસીઓએ બનાવેલી ઘડિયાળની સોય ડાબી તરફ ફરે છે. તેણે આ ઘડિયાળનું નામ 'ટ્રાઈબલ વોચ' (Tribal Watch) રાખ્યું છે.

જોકે, ગુજરાતનો એક જિલ્લો એવો છે જેણે ઘડિયાળ સાથે પોતાની અનોખી ઓળખ આજે પણ સાચવી રાખી છે. જ્યાં ઘડિયાળાના કાંટા સીધા નહીં પણ ઊંધા ફરે છે! જ્યાં આજે પણ દરેક ઘરમાં ઊંધી ઘડિયાળો જોવા મળે છે. આ કહાની છે ગુજરાતના દાહોદ જિલ્લાની અને ત્યાંના આદિવાસી સમુદાયની. આદિવાસી સમુદાય અને ઊંધી ઘડિયાળો વચ્ચે શું છે કનેક્શન? કેમ અહીં ઘરેઘરે ઘડિયાળના કાંટા ફરે છે ઊંધા? આખી દુનિયાને સમય બતાવતી ઘડિયાળને આ સમુદાયે આજ સુધી કેમ નથી સ્વીકારી? આવા અનેક રોચક સવાલોના જવાબો જાણો...

જે બે લોકોએ આ 'ટ્રાઈબલ વોચ' તૈયાર કરી છે, તેમાંથી એક કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને બીજા સામાજિક કાર્યકર પ્રદીપ પટેલ ઉર્ફે પિન્ટુ છે. નવસારીના સર્કિટ હાઉસ ખાતે મંગળવારે આ 'ટ્રાઇબલ વોચ' લોન્ચ કરવામાં આવી હતી. આ ટ્રાઈબલ ઘડિયાળને આદિવાસી એકતા પરિષદમાં વેચાણ માટે રાખવામાં આવશે. આ ઉપરાંત 13 થી 15 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના છોટા ઉદેપુર ખાતે આયોજિત કાર્યક્રમમાં પણ તેને વેચાણ માટે મુકવામાં આવશે.

ક્યાંથી મળ્યો 'ટ્રાઈબલ વોચ' બનાવવાનો આઈડિયા?
સામાજિક કાર્યકર પ્રદીપ પટેલ ઉર્ફે પિન્ટુ કહે છે કે એકવાર તેમણે તેના મિત્ર વિજયભાઈ ચૌધરીના ઘરે એક જૂની ઘડિયાળ વિરુદ્ધ દિશામાં ફરતી જોઈ હતી. ત્યારે તેમને પુછવામાં આવ્યું કે આ ઘડિયાળ વિરુદ્ધ દિશામાં કેમ ફરે છે, તો તેમણે કહ્યું કે, આ કુદરતનું ચક્ર છે, જે જમણેથી ડાબે ફરે છે. વિજયભાઈ ચૌધરીની આ વાતથી પ્રેરાઈને તેમણે 'ટ્રાઈબલ ઘડિયાળ' બનાવવાનું નક્કી કર્યું, ત્યાર બાદ તેમણે અન્ય મિત્રોની મદદથી આ વોચ તૈયાર કરી. અત્યાર સુધીમાં લગભગ એક હજાર ઘડિયાળો બનાવવામાં આવી છે.

700 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીની છે ઘડિયાળની કિંમત
આ ઘડિયાળના વેચાણના હેતુથી સાત મોડલ તૈયાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલનું કહેવું છે કે આ ઘડિયાળ ગુજરાતના 14 જિલ્લામાં વેચવામાં આવશે. સાથે આદિવાસી સમુદાયના લોકોને આ ઘડિયાળો બનાવતા શીખવવામાં આવશે. અત્યાર સુધી તેને પાંચ હજાર ઘડિયાળનો ઓર્ડર મળ્યો છે.

ઊંધી ઘડિયાળને શા માટે આદિવાસીઓ માને છે શુભઃ
ગુજરાતના દાહોદ જિલ્લામાં વસતી આદિવાસી જાતીના અમુક લોકોએ બનાવી આ ઉંધી ઘડિયાળ. તેમનું માનવું છે કે પ્રકૃતિ એન્ટી ક્લોકવાઈઝ કામ કરે છે. સૂર્ય એન્ટી ક્લોકવાઈઝ ઉગે અને આથમે છે. પાણીમાં ઉ્દ્ભવતા ભ્રમર એન્ટી ક્લોકવાઈઝ ભ્રમણ કરે છે. પૃથ્વી પણ એન્ટી ક્લોકવાઈઝ ભ્રમણ કરે છે.અને આ જ નિયમ પ્રમાણે તેમની સંસ્કૃતિ પણ કામ કરે છે. આદિવાસી સમાજના લગ્ન પ્રસંગે ફેરા પણ એન્ટી ક્લોકવાઈઝ દિશામાં જ ફેરવવામાં આવે છે.આ ઉપરાંત મરણ પછીની અંતિમક્રિયાની વિધીમાં પણ એન્ટી ક્લોકવાઈઝ દિશા જ ધ્યાનમાં રખાય છે.

શું છે ઊંઘી ઘડિયાળ બનાવવાનું કારણ?
"આદિવાસી સમાજને તેની સંસ્કૃતિ સાથે જોડી રાખવાના વિચારથી જ આ ઘડિયાળ બનાવવામાં આવી છે. તેમનું માનવું છે કે આ ઘડિયાળ જોઈને લોકોને સતત ધ્યાન રહેશે કે તેમની સાચી સંસ્કૃતિ શું છે. અને આ સંસ્કૃતિ લુપ્ત ના થાય તે માટે આ ઘડિયાળનું ઉત્પાદન શરૂ કરાયું. આજથી 5 વર્ષ પહેલા આ સમાજના અમુક આગેવાનો એ આ ઘડિયાળ બનાવવાની શરૂઆત કરી હતી ત્યારથી અત્યાર સુધી અંદાજીત 1.5 લાખથી પણ વધુ ઘડિયાળ વેચાઈ ચૂકી છે" : રાજેશ ભાભોર, આદિવાસી સમાજ આગેવાન.

એન્ટી ક્લોકથી બદલાશે આપણો સમય!
આ ઘડિયાળ વિવિધ મટીરીયલ જેમકે લાકડું, સનમાઈકા ,પ્લાસ્ટિક વગેરેમાં બનાવવામાં આવે છે. આદિવાસી સમાજનું પ્રતીક માનવામાં આવે છે આ ઉંઘી ઘડિયાળો. આદિવાસી સમાજનું માનવું છેકે, આ પ્રકારની ઘડિયાળો અપનાવવાથી આપણો સમય સારો રહે છે. આપણું હંમશા મંગળ કરે છે આ એન્ટી ક્લોક.

અન્ય રાજ્યોમાં પણ પ્રચલિત બની રહી છે ઊંઘી ઘડિયાળઃ
માત્ર ગુજરાત જ નહીં પણ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અને ઝારાંડના આદિવાસી સમુદાયોમાં ઉલ્ટી ઘડિયાળ એક જનઆંદોલન બની ચુકી છે. આ ઘડિયાળની ખરી શરૂઆત ક્યાંથી થઈ તે કહેવું તો મુશ્કેલ છે. પણ ગુજરાતના દાહોદમાં આ ઘડિયાળની બોલબાલા સૌથી વધારે છે.

એકદમ સામાન્ય ભાવમાં મળે છે આ ઘડિયાળઃ
એકદમ સામાન્ય ભાવ (અંદાજીત 250-300 RS.)માં મળતી આ ઘડિયાળએ હાલતો લોકોનું આકર્ષણ કેન્દ્રિત કર્યું છે. વધુ લોકો સુધી આ સંસ્કૃતિ પહોંચે તે માટે આમાં ઘડિયાળમાં મધમાખીની કામગીરી, બિરસા મુંડા, ભરવાડી ચીત્રકલા, આદિવાસી ઢોલની કલાકૃતિ બનાવવામાં આવી છે.

અન્ય સમાજ કરતા અનોખી છે આદિવાસીઓની સંસ્કૃતિઃ
આદિવાસી સમાજ માટે સંસ્કૃતિની યાદગીરી અને અન્ય સમાજ માટે ડેકોરેટીવ ઘડિયાળે હાલ તો લોકોના મનમાં અને ચર્ચામાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ ઘડિયાળ જેટલી આદિવાસી સમાજ માટે સંસ્કૃતિનો ભાગ છે તેથી વધુ બીજા સમાજના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ઘર સુશોભન માટે કે યાદગીરી તરીકે રાખવા માટે મોટી સંખ્યામાં લોકો આ અનોખી ઘડિયાળ તરફ આકર્ષિત થયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news