BIG BREAKING: જયંતિ રવિની ફરી ગુજરાતમાં વાપસી! એક સાથે 18 IAS અધિકારીઓની બદલીના આદેશ
મોટા પાયે આઈએએસ અધિકારીઓમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. સિનિયર 18 IAS અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. અધિક મુખ્ય સચિવ સુનયના તોમરને શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલમાં મુકાયા છે.
Trending Photos
Gujarat Government IAS Transfer Ordered: લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં એક સાથે 18 IAS અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. ગુજરાતમાં બદલીઓનો દોર શરૂ થયો છે, ફરી એક વાર ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરાયો છે. મોટા પાયે આઈએએસ અધિકારીઓમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. સિનિયર 18 IAS અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. અધિક મુખ્ય સચિવ સુનયના તોમરને શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલમાં મુકાયા છે. મહત્વની વાત એ છે કે જયંતી રવિને ગુજરાતમાં પરત લાવવામાં આવ્યા છે.
ગુજરાતના 18 સિનિયર IAS અધિકારીઓની બદલીના આદેશ: અધિક મુખ્ય સચિવ સુનયના તોમરને શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલમાં મુકાયા, અધિક મુખ્ય સચિવ એમ કે દાસને મુખ્યમંત્રી કાર્યાલયમાં મુકાયા અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવનો ચાર્જ સોપાયો. #breakingnews #gujarat #iasofficer #zee24kalak pic.twitter.com/E4UIuRMpeM
— Zee 24 Kalak (@Zee24Kalak) July 31, 2024
રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી બદલીમાં સુનયના તોમર, પંકજ જોષી, મનોજ કુમાર દાસ, જયંતી રવિ, પી.સ્વરૂપ, અંજુશર્મા, એસ.જે.હૈદર, જગદીશ પ્રસાદ ગુપ્તા અને ડો.ટી નટરાજન, રાજીવ ટોપનો, રાકેશ શંકર, કે.કે. નિરાલા, રાજેશ મંજુ, એ.એમ.શર્મા, મમતા વર્મા અને મુકેશ કુમારનો સમાવેશ થાય છે. પોંડીચેરીથી પરત બોલાવીની જયંતી રવિને મહેસૂલ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.
IAS અધિકારીઓની બદલીમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિક સચિવ સુનૈતા તોમરને શિક્ષણ વિભાગના અધિક સચિવ તરીકે નિમણૂંક આપવામાં આવી છે. ઉપરાંત તેમને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના એડિશ્નલ ચીફ સેક્રેટરી તરીકેનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયના અધિક સચિવ પંકજ જોશીને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જ્યારે રેવન્યૂ વિભાગના મુખ્ય અધિક સચિવ મનોજ કુમાર દાસને ગૃહ વિભાગમાં મુકવામાં આવ્યાં છે.
રાજ્યના 18 IAS અને 8 IPS અધિકારીઓની બદલી, ડેપ્યુટેશન પરથી 3 અધિકારીઓની ગુજરાત કેડરમાં વાપસી #breakingnews #iasofficers #ipsofficers #gujarat #zee24kalak pic.twitter.com/fJDvtWRKnV
— Zee 24 Kalak (@Zee24Kalak) July 31, 2024
સિનિયર 18 આઈએસ અધિકારીઓની બદલી આ પ્રમાણે છે...
- IAS સુનૈના તોમરની ACS શિક્ષણ વિભાગ તરીકે બદલી
- વધારાનો ચાર્જ ACS સામાજિક ન્યાય અને અધિકારીતા
- IAS પંકજ જોશીને પોર્ટ-ટ્રાન્સપોર્ટ વધારાનો ચાર્જ
- IAS એમ.કે.દાસની CMOમાં કરાઈ બદલી
- એમ.કે.દાસને ગૃહ વિભાગના ACSનો વધારાનો ચાર્જ
- IAS ડૉ.જયંતી રવીને મહેસુલ વિભાગના ACS
- ડૉ.જયંતી રવી ડેપ્યુટેશનથી ગુજરાત પરત આવશે
- ડેપ્યુટેશનથી પાછા ન ફરે ત્યાં સુધી Pસ્વરૂપને ચાર્જ
- IAS અંજુ શર્માને કૃષિ વિભાગના ACS બનાવાયા
- IAS એસ.જે.હૈદરને પેટ્રો-ઉર્જા વિભાગ સોંપાયો
- IAS જે.પી.ગુપ્તાને ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટમાં બદલી
- IAS વિનોદ રાવને શ્રમ અને રોજગાર વિભાગમાં બદલી
- IAS ડૉ.ટી.નટરાજન બન્યા નાણા વિભાગના અગ્ર સચિવ
- ડેપ્યુ.થી પાછા ન ફરે ત્યા સુધી રાજીવ ટોપનોને ચાર્જ
- મમતા વર્માને ઉદ્યોગ,ખાણ અને ખનીજ અગ્ર સચિવ બનાવ્યા
- ચીફ કમિશનર ઓફ સ્ટેટ, ટેક્સ તરીકે રાજીવ ટોપનો
- ડેપ્યુટેશન પરથી પરત ફર્યા છે રાજીવ ટોપનો
- પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્રસચિવ મુકેશકુમાર
- ડૉ.એસ.મુરલીક્રિષ્ણ OSD કમિશનર,સ્ટેટ ઈલેક્શન કમિશન
- ડૉ.અનુપમ આનંદની કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટમાં બદલી
- ડૉ.અનુપમ આનંદને GSRTCનો વધારાનો ચાર્જ સોંપાયો
- રાજેશ મંજુને રેવેન્યૂ ઈન્સ્પેક્શન કમિશનર બનાવાયા
- બાળ મહિલા વિભાગના કમિશનર IAS રાકેશ શંકર
- રાકેશ શંકરની સચિવાલય GADના સચિવ તરીકે ચાર્જ
- IAS કે.કે.નિરાલાની નાણા વિભાગના સચિવ તરીકે બદલી
- IAS એ.એમ.શર્માને રાજ્યપાલના અગ્ર સચિવ બનાવાયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે