CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષા સંભાળતા તમામ DySpની અચાનક બદલી, જાણો ક્યા અધિકારીઓની થઈ બદલી?

રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં કાફલામાં તેમની સુરક્ષા માટે તૈનાત 6 ડિવાયેસપીની અચાનક બદલી કરી દેવાઈ છે. આ બદલીઓ વહીવટી કારણોસર કરવામાં આવી હોવાનું પ્રાથમિક વિગતો મુજબ સામે આવ્યું છે. 

CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષા સંભાળતા તમામ DySpની અચાનક બદલી, જાણો ક્યા અધિકારીઓની થઈ બદલી?

ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગાંધીનગર CMOમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુરક્ષા સંભાળતા 6 ડીવાયએસપીની અચાનક બદલી કરી દેવાઈ છે. CM સિક્યુરીટીના તમામ ડિવાયેસપીની અચાનક બદલી કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બદલી બાદ અન્ય જગ્યાએ પોસ્ટિંગ અપાયું નથી. હાલ વેઈટીંગ ફોર પોસ્ટીંગના આદેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણય સાથે નવા પાંચ હથિયારી ડીવાયએસપીને સીએમની સુરક્ષામાં મુકવામાં આવ્યા છે.

સીએમ સલામતીમાંથી ક્યા હથિયારી DySpની થઈ બદલી?

  • એસ કે શાહ
  • પી પી વ્યાસ
  • જી એ જાડેજા
  • પી આર સંઘાણી
  • ડી વી ગોહિલ
  • એસ બી બારોટની બદલી કરાઇ

રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં કાફલામાં તેમની સુરક્ષા માટે તૈનાત 6 ડિવાયેસપીની અચાનક બદલી કરી દેવાઈ છે. આ બદલીઓ વહીવટી કારણોસર કરવામાં આવી હોવાનું પ્રાથમિક વિગતો મુજબ સામે આવ્યું છે. CM ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં છેલ્લા ઘણા સમયથી આ 6 ડીવાયએસપી ફરજ બજાવતા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news