અમરેલી સજ્જડ બંધ: રોડ, રસ્તા તેમજ ગટરના પ્રશ્નોને લઇ લોકો રસ્તા ઉપર ઉતર્યા

રેલીમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ જોડાયા હતા અને અમરેલીના લોકોની સમસ્યાને લઈને સમર્થન આપ્યું હતું. અમરેલી શહેરના લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

અમરેલી સજ્જડ બંધ: રોડ, રસ્તા તેમજ ગટરના પ્રશ્નોને લઇ લોકો રસ્તા ઉપર ઉતર્યા

કેતન બગડા, અમરેલી: અમરેલી શહેરમાં છેલ્લા એકાદ વર્ષથી રોડ, રસ્તા તેમજ ગટરને લઈ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિક લોકોએ અનેક વખત રજુઆત કરી પરંતુ તેમ છતાં તંત્ર દ્રારા કોઈ ધ્યાન ના અપાતા આજે અમરેલી શહેરના લોકોએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું. જેને લઈ આજે અમરેલી શહેર સજ્જડ બંધ રહ્યું હતું.

આજે અમરેલીમાં રોડ, રસ્તા અને ગટર લઈને શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ બસસ્ટેશનથી લઈ રાજકમલ ચોક તેમજ શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર રેલી કાઢીને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. રોડ, રસ્તા અને ગટરના પ્રશ્નોને લઈ આજે શહેર સંપૂર્ણ બંધ રહ્યું છે. બંધના એલાનમાં વેપારી એસોસિએશન, વકીલ મંડળ, ડોકટર એસોસિએશન તેમજ શહેરના સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

રેલીમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ જોડાયા હતા અને અમરેલીના લોકોની સમસ્યાને લઈને સમર્થન આપ્યું હતું. અમરેલી શહેરના લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે અમરેલી શહેરના લોકો આજે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને મોટી સંખ્યામાં અમરેલી બચાવો અભિયાનમાં જોડાયા હતા.

આ બાબતે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે અનેક વખત રજુઆત કરી છે છતાં લોકોના પ્રશ્નોનો તંત્ર દ્રારા ઉકેલ ના આવતા આજે લોકો રસ્તા ઉપર ઉતરીને પોતાનો રોષ ઠાલવ્યો છે અને આજે અમરેલી સંપૂર્ણ બંધ રહ્યું છે. અમરેલી શહેરના તમામ રસ્તાઓ તૂટી ગયા છે. લોકોને તકલીફ પડી રહી છે. ત્યારે આજે અમરેલી શહેરના લોકો એ શહેરમાં રેલી કાઢી અમરેલી શહેરના વેપારીઓએ બંધ પાળ્યો છે.

અમરેલી અધિક કલેકટરે જણાવ્યું હતું કે આ બાબતે તંત્રનું ધ્યાન દોરવામાં આવશે. અમરેલી શહેરના લોકોની સમસ્યાને લઈ આજે અમરેલી શહેરના તમામ વેપારીઓએ બંધ પાળ્યો હતો. રોડ, રસ્તા તેમજ ગટરના પ્રશ્નોને લઈ અનેક વખત રજુઆત કરી આમ છતાં કોઈ ધ્યાન ના અપાતા આજે અમરેલી બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને સંપૂર્ણ ટેકો મળ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news