ગુજરાતમાં આ પ્રવાસી સ્થળની વધી જબરી બોલબાલા! એક મહિનામાં 2.50 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
વેકેશના અંતિમ શનિ રવિએ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી રહ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અત્યાર સુધીમાં 2018થી અત્યાર સુધીમાં પોણા ત્રણ કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે જે બતાવે છે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર પ્રવાસીઓને ભારે આકર્ષી રહ્યો છે.
Trending Photos
ઝી બ્યુરો/પંચમહાલ: આ ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન ધામ બની રહ્યું છે. પ્રવાસીઓનો ભારે ઘસારો રહ્યો છે. આ એક મહિનામાં 2.50 લાખથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવી ચૂક્યા જે ગત વર્ષના વેકેશન કરતા એક લાખ પંચોતેર હજાર વધુ છે.
આ વેકેશનમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિ ખાતે પ્રવાસીઓનો ઘસારો વધી રહ્યો છે, ત્યારે વેકેશના અંતિમ શનિ રવિએ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવી રહ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અત્યાર સુધીમાં 2018થી અત્યાર સુધીમાં પોણા ત્રણ કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે જે બતાવે છે કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર પ્રવાસીઓને ભારે આકર્ષી રહ્યો છે.
છેલ્લા મહિના વાત કરીએ તો છેલ્લા મહિનામાં અંદાજે 2.50 લાખ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. આ વખતે વિક્રમ જનક પ્રવાસીઓ આવ્યા છે. જોકે 41 થી 45 ડીગ્રી તાપમાનમાં પણ પ્રવાસીઓ આવતા SOU સત્તા મંડળ દ્વારા SOUની તમામ જગ્યાએ કેનોપીથી માંડી પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આજે જે પ્રવાસીઓ ઉનાળા વેકેશનમાં વિદેશ ફરવા જતા એ પ્રવાસીઓ હવે ગુજરાતના એકતાનગર ખાતે આવી રહ્યા છે અને જે પ્રવાસીઓ અહીં એક વાર આવે જેવો વારંવાર આવવાનું મન થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે